GSTV

સરકારનો કકળાટ : ઉદ્યોગપતિઓના લોન ચૂકવવામાં ઠાગાઠૈયા

Last Updated on March 10, 2018 by Karan

નવ હજાર જેટલા વિલફૂલ ડિફોલ્ટર્સ સરકારી બેંકોના 1.10 લાખ કરોડની લોન ચૂકવી રહ્યા નથી. એપ્રિલ 2017થી ડિસેમ્બર 2017 સુધીમાં આવા વિલફુલ ડિફોલ્ટર્સની સંખ્યામાં 1.66 ટકાનો વધારો થયો છે. જેમણે દેવું ચૂકવવાની ક્ષમતા હોવા છતાં સરકારી બેંકોનું દેવુ પરત કર્યું નથી. આ જાણકારી ખુદ સરકારે આપી છે.

દેશમાં છેલ્લા કેટલાક સમયથી બેંકો સાથે થતી છેતરપિંડીની ઘટનાઓ સામે આવી રહી છે. મોટા ઉદ્યોગપતિઓ, બિઝનેસમેનો તેમની શાખ બતાવીને બેંકોમાંથી કરોડો રૂપિયાની લોન તો લઈ લે છે. પરંતુ પછી તે લોન ચૂકવવામાં ઠાગાઠૈયા કરે છે. એટલું જ નહીં કરોડો રૂપિયાની લોન પરત ન કરવા વિદેશ ભાગી જાય છે. નાણા રાજ્ય પ્રધાન શિવ પ્રતાપ શુક્લાએ સંસદમાં લેખિત જવાબમાં જણાવ્યું કે સરકારી બેંકો પાસેથી લીધેલી લોન જેને વિલફુલ ડિફોલ્ટર્સ નથી ચૂકવી રહ્યા. જેની કુલ રકમ 1,10,050 કરોડ રૂપિયા છે.

તેમણે જણાવ્યું કે વિલફુલ ડિફોલ્ટર્સની સંખ્યા 9,063 હતી. ચાલુ નાણાકીય વર્ષના શરૂઆતના 9 મહિના દરમિયાન વિલફુલ ડિફોલ્ટર્સની સંખ્યામાં 1.66 ટકા વધારો થયો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયાના નિયમો મુજબ આવા વિલફુલ ડિફોલ્ટર્સ વિરુધ્ધ દંડ અને ગુનાહિત કાર્યવાહીની જોગવાઈ છે. બજાર નિયામક સેબીએ વિલફુલ ડિફોલ્ટર્સ માટે કેટલાક નિયમો જારી કર્યા છે. કેમકે પ્રોમોટર્સ અને ડાયરેક્ટર્સ ફંડ એકત્ર કરવા માટે કેપિયલ માર્કેટ સુધી પોતાની પહોંચ બનાવી રહ્યા છે.

વિલુપ્ત ડિફોલ્ટર્સને રેઝલ્યુશન પ્રક્રિયામાં ભાગ લેવાથી રોકવા માટે દેવાળું અને દેવાળિયાપણ કોડ 2016માં સંશોધન અસરકારક કરવામાં આવ્યું છે. નાણા રાજ્ય પ્રધાન શિવ પ્રતાપ શુક્લાએ કહ્યું કે 31 ડિસેમ્બર 2017 સુધી સાર્વજનિક ક્ષેત્રની બેંકોના વિલફુલ ડિફોલ્ટર્સ વિરુધ્ધ 2,108 એફઆઈઆર નોંધાઈ ચૂકી છે. ડિફોલ્ટર્સ પાસેથી વસૂલી માટે 8,462 કેસ નોંધાઈ ચૂક્યા છે. અને નાણાકીય સંપત્તિ અને સુરક્ષા વ્યાજ અધિનિયમ 2002ના જામીનગીરી અને પુનર્નિર્માણ માટે કાર્યવાહી શરૂ કરાઈ છે. આ કાર્યવાહી 6,962 વિલફુલ ડિફોલ્ટર્સના મામલામાં કરાઈ છે.

પંજાબ નેશનલ બેંકના 12,700 કરોડના ગોટાળામાં નીરવ મોદી અને મેહૂલ ચોક્સી સાથે જોડાયેલી 107 કંપનીઓ અને 7 લિમિટેડ લાઈબિલિટી પાર્ટનરશિપની તપાસ ગંભીર છેતરપિંડી તપાસ કાર્યાલય કરી રહી છે. નાણા પ્રધાન અરૂણ જેટલીએ ગૃહમાં જણાવ્યું કે મંત્રાલયે નેશલન કંપની લૉ ટ્રિબ્યનલની મુંબઈ બેંચ સમક્ષ નીરવ મોદી અને મેહૂલ ચોક્સી ગ્રુપ સાથે જોડાયેલી વ્યક્તિઓ, જૂથો અ ઉપક્રમો વિરુદ્ધ અરજી દાખલ કરી છે. કેન્દ્ર સરકારે ગૃહમાં એ પણ જાણકારી આપી કે ઈડીએ બેંક ગોટાળા મામલામાં 2018ના પહેલા બે મહિનામાં 7100 કરોડ રૂપિયાની સંપત્તિઓ જપ્ત કરી છે અને 234 જગ્યાએ તપાસ કરી છે.

Related posts

માતમમાં ફેરવાઈ ખુશીઓની પળ! લગ્ન પ્રસંગમાં પડી આકાશી વીજળી, 16 લોકો જીવતા ભૂંજાયા: અનેક ઘાયલ

pratik shah

IND vs ENG: જસપ્રિત બુમરાહ- મોહમ્મદ શામીની ઘાતક બોલિંગ સામે અંગ્રેજો બન્યા પાંગળા, પ્રથમ ટેસ્ટમાં સામાન્ય સ્કોર પર ઓલઆઉટ

pratik shah

ખતરો વધ્યો: ચીનના વુહાનમાં ફેલાયો ઘાતક વાયરસ,મુખ્ય શહેરોમાં ફરી વખત પ્રતિબંધો લાગુ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!