GSTV
Home » News » સરકારી બેન્ક કર્મચારીને ચાંદી-ચાંદી, હવે પગારની સાથે મળશે વેરિએબલ-પે

સરકારી બેન્ક કર્મચારીને ચાંદી-ચાંદી, હવે પગારની સાથે મળશે વેરિએબલ-પે

સરકારી બેંકોના આશરે આઠ લાખ કર્મચારીઓને આગામી નાણાકીય વર્ષથી પગાર ઉપરાંત પરફોર્મન્સ-લિંક્ડ પ્રોત્સાહન (PLI) મળી શકે છે. અગાઉ બેન્કોના મેનેજમેન્ટે વેરિયેબલ પે અથવા પરફોર્મન્સ-લિંક્ડ પગારની દરખાસ્ત કરી હતી. પહેલાથી જ ખાનગી ક્ષેત્રની બેંકોના કર્મચારીઓને વેરીએબલ પે મળી રહ્યું છે.

IBAની દરખાસ્ત

સૂત્રોએ જણાવ્યું હતું કે, ભારતીય બેંક્સ એસોસિએશન (IBA)ની પગાર અંગે વાટાઘાટ કરતી સમિતિએ ગયા અઠવાડિયે PLIની દરખાસ્ત કરી હતી, જેને સૈદ્ધાંતિક રૂપે સ્વીકારવામાં આવી છે. આ સમિતિનું નેતૃત્વ યુનિયન બેંક ઓફ ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર રાજકિરણ રાય કરે છે. બેંકોના વાર્ષિક પરિણામો જાહેર કર્યા બાદ PLIની ગણતરી કરી શકાય છે. જાહેર ક્ષેત્રની બેંકોના કર્મચારીઓના પગારમાં વધારો કરવા માટે દર પાંચ વર્ષે દ્વિપક્ષીય કરાર કરવામાં આવે છે. પગાર વધારા અંગે 11માં કરાર પર હજી વાટાઘાટો થઈ રહી છે. આ કરાર 1 નવેમ્બર, 2017થી અમલમાં આવશે.

પગાર ઉપરાંત PIL અલગથી અપાશે

ઓલ ઇન્ડિયા બેંક ઓફિસર કન્ફેડરેશન (AIBOC) ના જનરલ સેક્રેટરી સૌમ્યા દત્તાએ કહ્યું કે, “પરફોર્મન્સ લિંક્ડ પગારના મુદ્દા પરના વલણમાં ફેરફાર થયો છે. IBAએ સ્પષ્ટ કર્યું છે કે, PLIને પગારમાં સામેલ કરાશે નહીં. આ દ્વિપક્ષીય કરાર હેઠળ PLI પગારમાં વધારાથી અલગ હશે. આઇબીએએ પગારમાં 12% નો વધારો કરવાની ઓફર કરી છે, જ્યારે બેંક યુનિયનો ઓછામાં ઓછા 15%નો વધારો કરવા દબાણ કરી રહ્યા છે.

અગાઉ SBIએ આવી ઓફર કરી હતી

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા સહિત અનેક સરકારી બેંકોએ પહેલાથી જ ચોક્કસ માપદંડના આધારે કર્મચારીઓને ઇનામ અને પ્રોત્સાહનોની ઓફર કરી છે, પરંતુ નવું માળખું અલગ હશે, કેમ કે આ ખાસ બેંકોના પ્રદર્શન પર નિર્ભર હશે, કર્મચારીઓના પ્રદર્શન પર નહીં. ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઇઝ એસોસિએશનના પ્રમુખ રાજન નાગરે જણાવ્યું કે, ‘યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયનોએ PLI માટે સૈદ્ધાંતિક કરાર કર્યો છે, જેનાથી તમામ જાહેર ક્ષેત્રની બેંકોનું માળખું એક સમાન થઈ જશે, જે અંગેની પદ્ધતિ અને રૂપરેખા હજુ નિર્ણય હેઠળ છે.

Read Also

Related posts

વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ ભારતની દુકાન વેંચી રહ્યા છે સામાન, કારણ જાણી ખુશ થઈ જશો

Ankita Trada

GST કલેક્શનનું લક્ષ્ય વધ્યુ, હવે બે મહિનામાં એકત્ર કરવા પડશે 2.40 લાખ કરોડ રૂપિયા

Mansi Patel

Paytm FASTag ખરીદી મેળવો સરળ રિચાર્જ અને આ ઘણા બધા ફાયદાઓ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!