GSTV
World

Cases
4778209
Active
6299253
Recoverd
537971
Death
INDIA

Cases
259557
Active
439948
Recoverd
20160
Death

આંતરરાષ્ટ્રીય જહાજોને ભારતીય દરિયા કિનારે ઉતરવા પર સરકારે લગાવ્યો પ્રતિબંધ

સરકાર

કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે સરકારે અત્યાર સુધી 700થી વધુ સમુદ્રી જહાજોના 25 હજારથી વધુ પ્રવાસીઓ અને ચાલક દળના સભ્યોને ભારતીય સમુદ્ર કિનારે ઉતરવા માટે મંજૂરી આપી નથી. શિપિંગ મિનિસ્ટ્રીના અધિકારીઓએ આ જાણકારી આપી. માલ ચઢાવવા અને ઉતારવા પર પ્રતિબંધ ઉપરાંત સરકારે કોરોના વાયરસથી પ્રભાવિત દેશોમાંથી આવેલા આંતરરાષ્ટ્રીય ક્રૂઝ જહાજ, ચાલક દળના સભ્યો અને યાત્રીઓને ભારતીય કિનારે ઉતરવા માટે 31 માર્ચ સુધી પ્રતિબંધ લગાવી દીધો છે.

આ રોક ગત સપ્તાહે લગાવી દેવાઇ

આ રોક ગત સપ્તાહે લગાવી દેવાઇ હતી. દેશના પ્રમુખ બંદરો પર આ પ્રતિબંધ 1 ફેબ્રુઆરી,2020 બાદ કોરોના વાયરસથી પ્રભાવિત દેશોની યાત્રા કરનારા લોકો પર લાગુ છે. ભારતમાં કુલ 12 મોટા બંદર છે. જેમાં કંડલા, મુંબઇ, જેએનપીટી, માર્માગુઆ, ન્યૂ મેંગલુરૂ, કોચ્ચી, ચેન્નઇ, કામરાજાર, વિશાખાપટ્ટનમ, પારાદીપ અને કોલકત્તા સામેલ છે. આ ઉપરાંત ભારતમાં 200 નાના બંદર છે. જેની દેખરેખ રાજ્યો અંતર્ગત છે.

READ ALSO

Related posts

મોદી સરકારની વાહવાહી છોડો : ચીન નહીં ભારત પણ 1.5 કિલોમીટર પોતાની સરહદમાં પાછળ હટ્યું, હવે અહીં જઈ પણ નહીં શકે સૈનિકો

Harshad Patel

યશબેંકના પૂર્વ CEOને ઈડીનો વધુ એક ઝટકો, લંડનમાં આવેલી સંપતિ સહિતની વસ્તુઓ ટાંચમાં લેવા માટે તૈયારી

Mansi Patel

હિમાલયમાં ભારતીય લડાકુ વિમાનોએ તો દરિયામાં અમેરિકન જહાજોએ ચીનને આંતર્યું, પડી ગયા તેવર ઢીલા

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!