GSTV

ભારત માટે ખુશખબર : કોરોનાની આ રસી ત્રીજા ફેઝમાં પહોંચી, સરકારે ટ્રાયલને આપી દીધી મંજૂરી

કોરોના

દેશમાં છેલ્લા કેટલાક સમયમાં કોરોના વાઈરસના દૈનિક કેસોમાં ઘટાડો નોંધાયો છે. કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાં કોરોનાના કેસ ઝડપથી ઘટી રહ્યા છે અને એક્ટિવ કેસ પણ કોરોનાના કુલ કેસ કરતાં 10 ટકાથી ઓછા રહ્યા છે. દેશમાં કોરોનાના ઘટતા કેસ વચ્ચે રાહતપૂર્ણ સમાચાર મળ્યા છે.

ભારત બાયોટેકને કોરોનાની રસીના ત્રીજા તબક્કાના ટ્રાયલની મંજૂરી મળી

ભારત બાયોટેકને કોરોનાની રસીના ત્રીજા તબક્કાના ટ્રાયલની મંજૂરી મળી છે. કંપની આઈસીએમઆરના સહયોગથી ‘કોવેક્સીન’ નામથી કોરોનાની સ્વદેશી રસી વિકસાવી રહી છે. ડ્રગ્સ કંટ્રોલર ઓફ ઈન્ડિયા (ડીસીજીઆઈ)એ ભારત બાયોટેકને રસીના ત્રીજા તબક્કાના ટ્રાયલને મંજૂરી આપી દીધી છે. ભારત બાયોટેક કોરોનાની સ્વદેશી રસી વિકસાવનાર બેમાંથી એક ઉમેદવાર છે.

કંપનીએ પહેલા અને બીજા તબક્કાના ટ્રાયલના ડેટા સાથે એનિમલ ચેલેન્જના ડેટા રજૂ કર્યા હતા. કંપનીએ બીજી ઑક્ટોબરે ડીસીજીઆઈને રસીના ત્રીજા તબક્કાના ટ્રાયલ માટે મંજૂરી માગી હતી. કંપનીએ કહ્યું હતું કે, આ અભ્યાસમાં 18 વર્ષ આૃથવા તેનાથી વધુ વયના 28,500 લોકોનો સમાવેશ કરાશે અને આ પરિક્ષણ 10 રાજ્યોના 19 સૃથળો પર કરાશે.

દરમિયાન સીરમ ઈન્સ્ટિટયુટે કોરોનાથી પીડિત દર્દીઓની સારવાર માટે જર્મનીની દિગ્ગજ ફાર્માસ્યુટીકલ કંપની મર્ક અને અમેરિકાની નોન-પ્રોફિટ હેલ્થ રિસર્ચ સંસ્થા આઈએવીઆઈ સાથે જોડાણ કર્યું છે. આ જોડાણ સીરમ ઈન્સ્ટિટયુટના રસી સંબંિધત રિસર્ચથી અલગ છે.

જોકે, એઈમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ ચેતવણી આપી છે કે કોરોનાના કેસોમાં આવેલા ઘટાડાની આ રાહત લાંબો સમય ટકશે નહીં. શિયાળામાં સ્વાઈન ફ્લુ ખૂબ જ ઝડપથી ફેલાય છે તેમ કોરોના વાઈરસ પણ ફેલાશે. વધુમાં વાયુ પ્રદૂષણથી પણ કોરોનાના ફેલાવામાં વધારો થશે. આ અંગે ઈટાલી અને ચીનમાં પણ કેટલાક મહિના પહેલાં જ સ્ટડી કરાયો છે.

પીએમ મોદીએ કોરોનાથી બચવા આ સાવચેતી રાખવાની આપી સલાહ

મોદી

વડાપ્રધાન મોદીએ પણ થોડાક સમય પહેલાં લોકોને તહેવારોના સમયમાં માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા અને સાવચેતી રાખવા જણાવ્યું હતું. દરમિયાન દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 55,478 કેસ નોંધાયા હતા અને વધુ 679નાં મોત નીપજ્યાં હતા જ્યારે કોરોનાના 73,056 દર્દીઓ સાજા થયા હતા.

આ સાથે અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 77,56,248 થઈ છે અને મૃત્યુઆંક 1,17,226 થયો છે. અત્યાર સુધીમાં કોરોનાના 69,42,447 દર્દીઓ સાજા થયા છે. રિકવરી રેટ 89.50 ટકા થયો છે તેમ પીટીઆઈની રાજ્યવાર ટેલી પરથી જણાયું હતું. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, દેશમાં છેલ્લા ત્રણ દિવસથી કોરોનાના કુલ કેસમાંથી એક્ટિવ કેસ 10 ટકાથી ઓછા રહ્યા છે.

દેશમાં કેવી છે કોરોનાની સ્થિતિ

કોરોના

કોરોનાનો દૈનિક પોઝિટિવિટી રેટ પાંચ ટકાથી પણ નીચે ગયો છે, જે દેશમાં કોરોનાની સ્થિતિ સુધરી રહી હોવાના સંકેત આપે છે. દેશમાં કોરોનાના એક્ટિવ કેસ 7,15,812 છે, જે કુલ કેસના 9.29 ટકા જેટલા છે. મહારાષ્ટ્ર સહિત કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત ટોચના 10 રાજ્યોમાં નવા રિકવર કેસ 81 ટકાથી વધુ છે. મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં 23,000થી વધુ દર્દીઓ સાજા થયા છે.

જોકે, ચૂંટણી રાજ્ય બિહારમાં નાયબ મુખ્યમંત્રી સુશિલકુમાર મોદી કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. નિર્મલા સિતારામને ભાજપના ચૂંટણી ઢંઢેરાની જાહેરાત કરી ત્યારે બિહાર ભાજપના દિગ્ગજ નેતા સુશિલ કુમારની ગેરહાજરીની વિશેષ નોંધ લેવાઈ હતી.

જોકે, સુશિલ કુમારે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, મારો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. હાલ મારૂં સ્વાસ્થ્ય સિૃથર છે. મને હળવો તાવ હતો, પરંતુ છેલ્લા બે દિવસથી તાવ વધ્યો નથી. પટણાની એઈમ્સ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહ્યો છું. ટૂંક સમયમાં જ ચૂંટણી પ્રચારમાં પાછો ફરીશ.

Read Also

Related posts

2020માં વધુ એક મુસીબત/ મિસાઇલની રફતારથી ધરતી તરફ આગળ વધી રહી છે આ ‘આસમાની આફત’, બુર્જ ખલીફા જેટલી છે વિશાળ

Bansari

આ દેશમાં લગ્ન બાદ પતિ પત્નીએ નહીં રાખવી પડે એક જ અટક, યુએન પણ છે આ કાયદાની વિરુદ્ધમાં

Karan

કોરોનાનો RT-PCR ટેસ્ટ તમામ રાજ્યોમાં 400 રૂપિયામાં થવો જોઈએ, સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સમક્ષ માંગ્યો જવાબ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!