GSTV
Gujarat Government Advertisement

Yes Bank ના ખાતેદારો માટે આવી ખુશખબર, મોદી કેબિનેટે આ સ્કીમને આપી મંજૂરી

yes bank

Last Updated on March 13, 2020 by Ankita Trada

આર્થિક સંકટનો સામનો કરી રહેલી Yes Bankના ખાતેદારો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. Yes Bankને સંકટમાંથી બહાર કાઢવા માટે ડ્રાફ્ટ રિઝોલ્યુશન સ્કીમને મોદી કેબિનેટે મંજૂરી આપી દીધી છે. આ ડ્રાફ્ટને ભારતીય રિઝર્વ બેંક તરફથી રજૂ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત બેંકમાં રોકાણ કરનારા 49 ટકા સુધી હિસ્સેદારી ખરીદી શકે છે.

RBI એ લોકો પાસેથી સૂચનો મંગાવ્યા

ઉલ્લેખનીય છે કે, ભારતીય રિઝર્વ બેંકે 9 માર્ચ સુધીમાં લોકો પાસેથી પણ સૂચનો મંગાવ્યા હતા. Yes Bank ફડચામાં જતાં આરબીઆઇએ બેંકમાંથી રોકડ ઉપાડની મર્યાદા ઘટાડીને 50 હજાર રૂપિયા કરી નાખી હતી. જોકે, લગ્ન, ઉચ્ચ શિક્ષણ અથવા કોઇ મેડિકલ ઇમજરન્સી માટે વધુ નાણા ઉપાડવા માટે મંજૂરી આપી હતી.

yes bank

SBI 725 કરોડ શેર ખરીદશે

આ પ્રતિબંધ બાદ જ આરબીઆઇએ યસ બેંક માટે આ સ્કીમ રજૂ કરી હતી. આ પહેલા એસબીઆઇએ ગુરૂવારે કહ્યું હતુ કે, તે યસ બેંકમાં 7,250 કરોડ રૂપિયા નાખશે અને તેના 725 કરોડ શેર ખરીદશે. એટલે કે, પ્રતિ શેર એસબીઆઇ 10 રૂપિયાનું રોકાણ કરશે.

થાપણો ઉપાડવા યસ બેંકમાં લાઈનો લગાવી હતી

ઉલ્લેખનીય છે કે, દેશની સૌથી મોટી ખાનગી ફાઈનાન્સ YES BANK આર્થિક તંગીમાં આવી જતાં લાખો ખાતેદારોની રાત-દિવસની ઉંઘ ઉડી ગઈ છે. ખાતેદારો તેમના પરસેવાની થાપણો ઉપાડવા યસ બેંકમાં લાઈનો લગાવી છે. મહિનામાં 50 હજાર રૂપિયા ઉપાડવા સુધીની જ મર્યાદા લાગૂ કરાતા ખાતેદારોની ચિંતા વધી ગઈ છે, ત્યારે યસ બેન્કનાં સ્થાપાક રાણા કપૂરને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મુંબઈની પોતાની ઓફિસમાં પૂછપરછ માટે લઈ ગઈ હતી. તપાસ એજન્સીએ રાણાની ત્રણ પુત્રી રોશની, રાખી અને રાધા કપૂરના ઘરો પર તપાસ હાથ ધરી હતી. ત્યારે આ મામલે મ્યુચ્યુઅલ ફન્ડો અને વિદેશી રોકાણ કારોએ પણ પોતાનાં રોકાણો પણ અડધા કર્યા છે.

YES BANK આર્થિક તંગીમાં આવી જતાં લાખો ખાતેદારોની રાત-દિવસની ઉંઘ ઉડી ગઈ

ત્યારે YES BANK માં મ્યુચ્યુઅલ ફન્ડો તથા વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ પોતાના રોકાણને છેલ્લા બે વર્ષમાં લગભગ અડધા કરી નાખ્યા હતા. પ્રાપ્ત આંકડા પ્રમાણે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ) તથા મ્યુચ્યુઅલ ફન્ડોએ ૨૦૧૮ના સપ્ટેમ્બર ત્રિમાસિકથી યસ બેન્ક ( YES BANK )માં પોતાના હિસ્સા ઘટાડવાનું ચાલુ કરીને ડિસેમ્બર ૨૦૧૯ના ત્રિમાસિક સુધીમાં પચાસ ટકા ઓછા કરી નાખ્યા હતા. મ્યુચ્યુઅલ ફન્ડોનું શેરહોલ્ડિંગ જે સપ્ટેમ્બર ૨૦૧૮ ત્રિમાસિકમાં ૧૦.૫૫ ટકા હતું તે ડિસેમ્બર ૨૦૧૯ ત્રિમાસિકમાં ઘટીને ૫.૦૯ ટકા રહ્યું હતું. એફઆઈઆઈનું હોલ્ડિંગ પણ આ ગાળામાં ૩૯.૫૦ ટકા પરથી ઘટી ૧૫.૧૭ ટકા પરઆવી ગયું હતું. આમ યસ બેન્કના ભાવમાં ઘટાડા સાથે સંસ્થાકીય રોકાણકારોએ પોતાના રોકાણ પાછા ખેંચી લીધા હોવાનું જણાય છે. ૨૦૦૫માં શેરબજારોમાં લિસ્ટેડ થયા બાદ યસ બેન્કનો શેરભાવ ૨૦ ઓગસ્ટ ૨૦૧૮ના રૂપિયા ૪૦૪ની ઊંચી સપાટીએ જોવા મળ્યો હતો, પરંતુ ત્યારબાદ તેમાં પતન શરૂ થયું હતું.

મ્યુચ્યુઅલ ફન્ડો તથા વિદેશી સંસ્થાએ રોકાણને છેલ્લા બે વર્ષમાં લગભગ અડધા કર્યા

યસ બેન્ક પર રિઝર્વ બેન્કનું નિયંત્રણ આવી ગયા બાદ બેન્કનો શેરભાવ ૫૬ ટકા જેટલો તૂટી જતાં રોકાણકારોએ રૂપિયા ૫૦૦૦ કરોડથી વધુનું નુકસાન ભોગવવું પડયું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે, અનેક મ્યુચ્યુઅલ ફન્ડ હાઉસોએ તેમની વિવિધ સ્કીમ્સ હેઠળના નાણાંનું મુશકેલીમાં મુકાયેલી યસ બેન્કના શેર, બોન્ડસ તથા એનસીડીમાં જંગી રોકાણ કરેલું છે. નિપ્પોન ઈન્ડિયાની ચાર સ્કીમ્સ મારફત યસ બેન્કના એનસીડી અથવા બોન્ડસમાં નાણાં રોકાયેલા છે. આજરીતે ફ્રેન્કલિન ટેમ્પલેશન, એસબીઆઈ મ્યુચ્યુઅલ ફન્ડ સહિત ૩૨ જેટલા ફન્ડ હાઉસોએ પણ પોતાની વિવિધ સ્કીમ્સ મારફત યસ બેન્કના સાધનોમાં રોકાણ કર્યા હોવાનું એક રિસર્ચ પેઢીએ જણાવ્યું હતું.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ઉત્તર કોરિયા તબાહીના આરે: કોરોનાએ બરબાદ કર્યું અર્થતંત્ર, કિમ જોંગ ઉને કરી આ જાહેરાત

Pritesh Mehta

ઉત્તરાખંડમાં મુશળધાર વરસાદ: ગંગા નદી પરનો તટબંધ તૂટ્યો, અનેક ગામ થયા પાણીમાં ગરકાવ

Pritesh Mehta

મધ્યપ્રદેશના આ જિલ્લામાં કોરોના કહેર, નવો ડેલ્ટા પ્લસ વેરિએન્ટ મચાવી રહ્યો છે હાહાકાર

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!