GSTV
Home » News » 31 મેંએ નિવૃત્ત થશે સુનીલ લાંબા, દેશના નવા નૌસેનાધ્યક્ષનો કાર્યભાર સંભાળશે કરમબીર સિંહ

31 મેંએ નિવૃત્ત થશે સુનીલ લાંબા, દેશના નવા નૌસેનાધ્યક્ષનો કાર્યભાર સંભાળશે કરમબીર સિંહ

વાઇસ એડમિરલ કરમબીર સિંહને સરકારે આગામી નૌસેનાધ્યક્ષ તરીકે પસંદ કર્યા છે. તેઓ હાલના નૌસેનાધ્યક્ષ વાઇસ એડમિરલ સુનીલ લાંબાનું સ્થાન લેશે. સુનીલ લાંબાનો કાર્યકાળ 31 મે 2019ના રોજ સમાપ્ત થશે.

રક્ષામંત્રાલયના પ્રવક્તાએ આ બાબતની જાણકારી ટ્વીટ કરીને આપી છે. વાઇસ એડમિરલ કરમબીર સિંહ જુલાઇ 1980માં ભારતીય નૌસેનામાં સામેલ થયા હતા. 1982 સુધી તેમની નિયુક્તિ હેલિકોપ્ટરના પાયલટ તરીકે હતી.

તેમણે બ્રિટનના વેલિંગ્ટન સ્થિત ડિફેન્સ સર્વિસિઝ સ્ટાફ કોલેજમાંથી અભ્યાસ કર્યો છે. આ સિવાય તેમણે મુંબઇની કોલેજ ઓફ નેવલ વારફેરમાંથી પણ અભ્યાસ કર્યો છે. નૌસેનાની સત્તાવાર વેબસાઇટ પ્રમાણે તેઓ રાષ્ટ્રીય રક્ષા એકેડમી ખડકવાસલાના પૂર્વ વિદ્યાર્થી છે.

Read Also

Related posts

કૉંગ્રસની ‘ચોકીદાર ચોર હે’ જાહેરાત પર ECએ લગાવ્યો પ્રતિબંધ રાહુલને બીજો ફટકો

Alpesh karena

વિવાદિત નિવેદનના કારણે ચર્ચામા રહેતા મેનકા ગાંધીએ ઉમેદવારી ફોર્મ ભર્યું

Alpesh karena

ખરાબ રિવ્યુ બાદ પણ વર્ષની સૌથી મોટી ઓપનર ફિલ્મ બની ‘કલંક’, પહેલાં જ દિવસે છપ્પરફાડ કમાણી

Bansari