GSTV

ચીન પર સરકાર અને સેના એક્શન મોડમાં, ક્યાં ક્યાં મળી રહ્યાં છે સંકેતો

પૂર્વી લદ્દાખની ગલવાન ખીણમાં 15 જૂને ચીની સૈનિકોએ જેવી રીતે કાવતરૂ કરીને કાયરતાથી ભારતીય સૈનિકો ઉપર બર્બરતાપૂર્વક હૂમલો કર્યો હતો. તેનાથી દેશમાં આક્રોશ ફેલાયો છે. દરેક દેશપ્રેમી ચીનને પાઠ ભણાવવા માગે છે જેના કારણે ભવિષ્યમાં તે ભારત તરફ આંખ ઉપાડીને જોવે નહીં અને તેમ કરતા પહેલા સોવાખત વિચાર કરે. સ્વાભાવિક છે કે, સરાકર અને સેનાનો પણ આ જ નિર્ણય છે. જો કે, સૈન્ય ક્ષમતામાં ચીન નબળું નથી. માટે જ દરેક પ્રકારનું પગલું સાવચેતીપૂર્વક ઉપાડવું પડે છે. ત્યારે સવાલ એ છે કે, નરેન્દ્ર મોદી સરકાર ચીન સામે કેમ કોઈ કઠોર પગલા ભરતા નથી ? આ સવાલના જવાબમાં કેટલાક સંકેતો મળી રહ્યાં છે. આવો જાણીએ ક્યાં સંકેતો છે અને ચીનને લઈને કેવા પ્રકારની તૈયારીઓ કરી રહી છે.

લેહના આકાશમાં હેલિકોપ્ટર

આપણી સેના પાડોશી દેશ પાકિસ્તાન જેવી નથી કે દેશની સરકારનો જ તખ્તો ફેરવી નાખે. હવે જ્યારે ચીને જ એવી સ્થિતિ ઉભી કરી દીધી છે ત્યારે ભારતની તાકાતથી રૂબરૂ કરાવવાની નોબત આવી છે. આ માટે સેના પૂરીરીતે સજ્જ છે. એનો નજારો લેહના આકાશમાં જ્યારે ભારતીય વાયુસેનાના લડાકુ વિમાનો અને હેલિકોપ્ટરો ઉડી રહ્યાં હતાં.

વાયુસેનાના ચીફે કર્યું નિરિક્ષણ

ભારતીય વાયુસેનાના પ્રમુખ એરચીફ માર્શલ આરકેએસ ભદૌરીયાએ લેહ અને શ્રીનગરના એરબેઝની મુલાકાત લીધી હતી. આ મોટો સંકેત છે. આ એ બતાવી રહ્યું છે કે, સરકારે ચીન સામે કોઈપણ પ્રકારની મિલટ્રી એક્શન કરવાનો નિર્ણય કર્યો તોસેના તરત તે સ્થિતિમાં આવી જશે. પૂર્વી લદ્દાખના વિસ્તારોમાં કોઈપણ પ્રકારના ઓપરેશન માટે આ બે એરબેઝ મહત્વના છે. સરકારી સુત્રોએ જણાવ્યું છે કે, એરફોર્સ ચીફ બે દિવસની મુલાકાત પર આવ્યાં હતાં અને પરિસ્થિતિનું નિરિક્ષણ કર્યું હતું.

સેનાની ત્રણે પાંખો પહેલેથી જ એલર્ટ

ભારતે પહેલેથી જ સેનાની ત્રણે પાંખોને એલર્ટ કરી દીધી છે. ચીનની સાથે લાગેલી અંદાજે 3500 કિલોમીટરની સીમા ઉપર ભારતીય જમીન અને વાયુ સેનાના મોરચા ઉપર સ્થિતિ ઠેકાણાઓને બુધવારે જ હાઈએલર્ટ કરી દેવામાં આવ્યા છે. ભારતીય નૌસેનાને હિંદમહાસાગર ક્ષેત્રમાં પોતાની સતકર્તા વધારવા માટે કહેવામાં આવ્યું છે. જ્યાં ચીની નૌસેનાની નિયમિત થતી ગતિવિધિઓ થઈ રહી છે. બુધવારે પ્રમુખ રક્ષા અધ્યક્ષ જનરલ બિપીન રાવત અને સેનાની ત્રણે પાંખોના પ્રમુખ સાથે રક્ષામંત્રી રાજનાથ સિંહની ઉચ્ચ સ્તરીય બેઠક બાદ ત્રણેય દળોને એલર્ટનું સ્તર વધારવાનો નિર્ણય કર્યો છે.

ચીનની કરતુત પર કઠોર જવાબની છૂટ

સરકારે ચીન સાથે લાગેલી સીમા ઉપર ફરજ બજાવતા જવાનોને ચીની સૈનિકોની હરકત ઉપર એક્શન લેવાની છૂટ આપી દીધી છે. સુરક્ષા મુદ્દે મંત્રીમડળીય સમિતીની બેઠકમાં આ વખતે નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠકમાં નિર્ણય લેવાયો છે કે, ચીની સૈનિકોએ જે રીતે કપટ અને બર્બરતાથી હૂમલો કર્યો છે તેને ધ્યાને રાખીને સેનાને પૂરી છુટછાટ આપવા સીવાય બીજો કોઈ રસ્તો બચ્યો નથી. ત્યારબાદ સરકારે સેનાને ગલવાન ઘાટીમાં સેના જે પણ યોગ્ય સમજે છે, તે કરવાની છૂટ આપી છે.

પ્રધાનમંત્રીનો કડક સંદેશો

પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ ચીનને કડક સંદેશો આપતા કહ્યું છે કે, શહીદ થયેલા ભારતિય સૈનિકોનું બલીદાન વ્યર્થ નહીં જવા દઈએ. પ્રધાનમંત્રીએ કહ્યું છે કે, ભારત શાંતિ ઈચ્છે છે. જો તેને છંછેડવામાં આવશે તો જવાબ દેવામાં સક્ષમ છે. કોરોના વાયરસની મહામારી ઉપર મુખ્યમંત્રી સાથે વિડિયો કોન્ફરન્સ કરીને બેઠકના બીજા દિવસે જ જણાવી દીધું હતું કે, ભારત પોતાની અખંડતા અને સંપ્રભુતા સાથે બાંધછોડ નહી કરે, ભારત પૂરી દ્રઢતા સાથે દેશની એક એક ઈંચ જમીન અને દેશના સ્વાભિમાનની રક્ષા કરશે.

રામ માધવે આપ્યો આ સંકેત

બીજેપીના રાષ્ટ્રીય મહાસચિવ રામ માધવે ચીન સામે સરકારને કડક વલણ કરવા માટેનો સંકેત આપ્યો છે. રામ માધવે કહ્યું છે કે, આ ઘટના પર જો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કહે છે કે, આપણા જવાનોનું બલિદાન વ્યર્થ નહીં જાય, તો સરકારે આ અંગે કોઈ રણનિતિ ઘડી કાઢી છે. એક ટીવી ચેનલમાં વાતચીતમાં રામ માધવે કહ્યું કે, આપણે સરકારના આગલા પગલાની રાહ જોવી જોઈએ. પ્રધાનમંત્રી કહી રહ્યાં છે કે, બલિદાન વ્યર્થ નગીં જાય તો નિશ્ચિતરૂપે વ્યર્થ નહી જ જાય. રામ માધવે આ ઘટનાને નરસંહાર જણાવી અને કહ્યું ચીનની આ હરકત પાર્ટી લાઈનથી ઉપર ઉઠીને નિંદા કરવી જોઈએ.

પીએમ મોદીની સર્વદળીય બેઠક

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બોલાવેલી સર્વદળીય બેઠકમાં ઓછામાં ઓછા 20 રાજકીયદળો હાજર છે. આ વર્યુયલ મિટીંગમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સીવાય ગૃહમંત્રી અમીત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ અને બીજેપી અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા પણ હતા. મીટીંગનો મુદ્દો ચીન ઉપર કોઈપણ પ્રકારનો નિર્ણય લેતા પહેલા સમગ્ર દેશને એકજુટ કરવાનો હતો.

Related posts

Amazon ફરી વિવાદમાં/ તિરંગા વાળી ટી-શર્ટ અને જૂતા વેચવાના આરોપમાં જોરદાર વિરોધ, Twitter પર બૉયકૉટ કેમ્પેન થયુ ટ્રેન્ડ

Bansari

મોટા સમાચાર : UP ચૂંટણી પહેલાં કોંગ્રેસને લાગી શકે છે સૌથી મોટો ઝટકો, આ દિગ્ગજ નેતા જોડાઇ શકે છે ભાજપમાં

Dhruv Brahmbhatt

કામની વાત/ ગીઝર અને હીટર યુઝ કર્યા બાદ પણ ઓછુ આવશે વીજળીનું બિલ, બસ કરી લો આ 2 કામ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!