ગાંધીનગરમાં બિન અનામત વર્ગની મહિલાઓના આંદોલનના પગલે સરકાર પણ એલર્ટ બની છે. આંદોલનને ધ્યાનમાં રાખી નવા સચિવાલયના ગેટ બંધ કરવામાં આવ્યા છે. ગેટ નંબર 6 અને 7 બંધ કરવાનો સરકારે નિર્ણય લીધો છે. ગેટ નબર 6 અને 7 ની સામેના ગાર્ડન ખાતે બિન અનામતની મહિલાઓ ધરણા પર બેઠી છે. જેથી સરકારે અગાઉથી સચિવાલયના ગેટ બંધ કર્યા છે. ત્યારે સચિવાલયમાં કામ કરતા કર્મચારીઓને પણ અન્ય ગેટથી સચિવાલયમાં પ્રવેશવાની ફરજ પડી છે. ગેટ પાસે જ બેરીકેટ પણ લગાવાયા છે. અને વાહનના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
READ ALSO
- માદરે વતન / છેલ્લા એક મહિનામાં ગુજરાતના 355 જેટલા માછીમારોને પાકિસ્તાન જેલમાંથી મળી આઝાદી
- તારીખ 7-6-2023, જાણો બુધવારનું પંચાંગ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ “હું હજી જીવું છું, મને પાણી આપો”, મૃતદેહોના ઢગલામાંથી અવાજ આવ્યો અને સૌ ચોંકી ગયા
- પાકિસ્તાન સરકારની સ્થિતિ કથળી, ખર્ચ ચલાવવા માટે ભાડે આપી ન્યુયોર્કની પોતાની હોટલ
- જુનાગઢ / બિપરજોય વાવાઝોડાના પગલે માંગરોળમાં દરીયા કિનારે લગાવાયું બે નંબરનું સિગ્નલ