GSTV
Home » News » સરકાર એક્શન મોડમાંઃ પાકિસ્તાનમાં ભારતીય હાઈકમિશનરને દિલ્હી બોલાવાયા

સરકાર એક્શન મોડમાંઃ પાકિસ્તાનમાં ભારતીય હાઈકમિશનરને દિલ્હી બોલાવાયા

વડાપ્રધાન મોદીએ પુલવામા હુમલા અંગે દુઃખ વ્યક્ત કરતા પાકિસ્તાન અને આતંકવાદી સંગઠનોને આકરી ચેતવણી આપી છે. પીએમ મોદીએ હુમલા અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે આતંકી જૂથોએ દેશ પર આ હુમલો કરીને ગંભીર ભૂલ કરી છે અને તેની તેમને ભારે કિંમત ચૂકવવી પડશે. તેમણે વધુમાં જણાવ્યું કે આ આતંકી હુમલા પછી લોકોનું લોહી ઉકળી ઉઠ્યું છે તે હું સારી રીતે સમજું છું.

જમ્મુ કાશ્મીરના પુલાવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદ કેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી છે. સરકારે પાકિસ્તાનમાં નિયુક્ત ભારતીય રાજદૂત અજય બિસારિયાને સ્વદેશ પરત બોલાવ્યા છે. અજય બિસારિયા છેલ્લા ઘણાં સમયથી પાકિસ્તાનમાં રાજદૂત પદે નિયુક્ત હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારત પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદ સૌથી મોટી કાર્યવાહી કરવાની તૈયારીમાં છે.

પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાની ઘટના બાદ કેન્દ્ર સરકારે ભારતમાં પાકિસ્તાનના રાજદૂત સોહેલ મહેમૂદને તેડુ મોકલ્યું. અને કેટલાક સવાલના જવાબ સોહેલ મહેમૂદ પાસેથી લેવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારતે પુલવામામાં હુમલા અંગે રોષ વ્યક્ત કર્યો. ભારતે સોહેલ મહેમૂદને પાકિસ્તાનના આતંકવાદી સંગઠન જૈશ એ મહંમદ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાની માગ કરી. મહત્વપૂર્ણ છે કે, પુલવામામાં સીઆરપીએફ પર થયેલા આતંકવાદી હુમવા બાદ ભારત સરકાર એક્શન મોડમાં આવી છે. હુમલાની ઘટના બાદ દિલ્હીમાં આવેલા પાકિસ્તાન હાઈકમિશનની સુરક્ષામાં પણ વધારો કરી દેવામાં આવ્યો.

Related posts

આ શું બોલી ગયા યુપીનાં ખાન? મોબ લિન્ચિંગ વિશે ફાયરબ્રાન્ડ સાંસદ આઝમ ખાને આપ્યું આ નિવેદન

Riyaz Parmar

રેવાના નામે રાજનીતિ : મધ્યપ્રદેશ અને ગુજરાતની સરકાર વચ્ચે તલવારો ખેંચાઈ

Mayur

બંધ નહીં થાય ગરીબ રથ ટ્રેન, રેલ્વે મંત્રાલયે જણાવ્યું એ કારણ, જેના કારણે ફેલાયો હતો ભ્રમ

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!