GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

શિવસેનાને રાજ્યપાલે આપ્યો ઝટકો, સરકાર રચવાને લઈને વધુ સમય આપવાનો કર્યો ઈનકાર

મહારાષ્ટ્રમાં શિવસેનાની સરકાર બનવાના સમાચારો વચ્ચે સમી સાંજે પિક્ચર બદલાઈ ગયું છે. એક તબક્કે કોંગ્રેસ અને એનસીપી બંને શિવસેનાની સરકાર માટે રાજી હોવાના સમાચાર આવ્યા બાદ કોંગ્રેસે ખુલાસો કર્યો હતો કે તેઓએ સમર્થન જાહેર કર્યું નથી. કોંગ્રેસના આ ખુલાસા બાદ મહારાષ્ટ્રમાં તમામ સમીકરણો બદલાઈ ગયા છે. કોંગ્રેસના સમર્થન વિના મહારાષ્ટ્રમાં સરકાર રચવી અશ્કય છે. એવી શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી હતી કે, ભાજપને સત્તાથી દૂર રાખવા માટે કોંગ્રેસ શિવસેનાને સમર્થન જાહેર કરશે . હવે આ મામલો હાલ પૂરતો તો ટળી ગયો છે. રાજ્યપાલને મળ્યા બાદ શિવસેના નેતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે, અમે રાજ્યપાલને કહ્યું કે શિવસેના સરકાર બનાવવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે અમે રાજ્યપાલ પાસે 2 દિવસનો સમય માંગ્યો હતો પરંતુ તેમણે તે આપવાનો ઇનકાર કરી દીધો છે.

ઠાકરેએ કહ્યું કે શિવસેના અન્ય પક્ષો સાથે વાતચીત કરી રહી છે, પરંતુ તેમનો પત્ર મેળવવા માટે સમય લાગી રહ્યો છે, તેથી અમને સમય આપવો જોઈએ, જોકે રાજ્યપાલે શિવસેનાને સમય આપવાનો ઇનકાર કરી દીધો છે.

શિવસેનાને સમર્થન માટે નિર્ણય નહી: કોંગ્રેસ

મહારાષ્ટ્રમાં શિવસેનાને ટેકો આપવા અંગે કોંગ્રેસે હજી સુધી પોતાનું વલણ સ્પષ્ટ કર્યું નથી. સોનિયા ગાંધી સાથે વરિષ્ઠ નેતાઓની બેઠક બાદ કોંગ્રેસ દ્વારા રજૂ કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પાર્ટીએ હજી સુધી કોઈ નિર્ણય લીધો નથી અને એનસીપીના પ્રમુખ શરદ પવાર સાથે વાત કર્યા બાદ સોનિયા ગાંધી ફરીથી નિર્ણય લેશે.

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી મહારાષ્ટ્ર કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક યોજી છે. જેમાં  મહારાષ્ટ્રમાં શિવસેનાને સમર્થન આપવા અંગે ધારાસભ્યોનો મત જાણવામાં આવ્યા હતા. જોકે, આ પહેલાં એવાં અહેવાલ સામે આવ્યા હતા કે, શિવસેનાને કોંગ્રેસના સમર્થનનો પત્ર મળ્યો છે. કોંગ્રેસ શિવસેનાને બહારથી સમર્થન કરશે તેવી વિગતો હતી. અને  કોંગ્રેસના ધારાસભ્યો શિવસેનાની આગેવાનીવાળી સરકારમાં સામેલ થવાની હામી ભરી હતી. કોંગ્રેસે ભાજપને સત્તાથી દૂર રાખવા માટે શિવસેનાને સમર્થન જાહેર કર્યુ છે.

અમે સરકાર બનાવવા માટે તૈયાર

શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેએ કહ્યું હતું કે અમારો દાવો હજી રદ કરાયો નથી અને અમે પણ સરકાર બનાવવા માંગીએ છીએ. ઠાકરેએ કહ્યું હતું કે અન્ય પક્ષો સાથે અમારો સંવાદ ચાલુ છે અને તેમનો ટેકો પત્ર મળવામાં સમય લાગશે. હવે બાઝી રાજ્યપાલના હાથમાં છે, તે આજે રાત્રે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાદી શકે છે. જોકે, રાજ્યપાલે શિવસેનાના દાવાને ફગાવ્યો પણ નથી. જો શિવસેના સમર્થન પત્ર સાથે દાવો રજૂ કરવા જાય, તો રાજ્યપાલ તેને તક આપી શકે છે.

એનસીપીની બેઠક બાદ તુરંત જ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે એનસીપીને પ્રમુખ શરદ પવારને મળ્યા હતા. ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે મુંબઈની એક હોટલમાં મુલાકાત થઈ હતી. આ બેઠકમાં બંને નેતાઓ વચ્ચે સરકાર બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.  આ બેઠકમાં આદિત્ય ઠાકરે, છગન ભુજબળ પણ હાજર રહ્યા હતા. કોંગ્રેસની પણ સાંજે એક બેઠક યોજાઈ છે. જે પહેલાં શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરેએ 7 મીનિટ સુધી સોનિયા સાથે વાત કરી હતી. હવે રાજ્યપાલ પાસે શિવસેનાએ સરકાર રચવા માટે વધુ સમય માગ્યો હોવાનું કારણ એ છે કે, તેઓ હજુ ગઠબંધન માટે સ્પષ્ટ નથી. શિવસેના હજુ કોઈ અલગ પ્લાનિંગમાં છે. ભાજપની પણ આજે કોર કમિટીની બેઠક યોજાઈ છે.

શિવસેના અને કોંગ્રેસનો હંમેશાં 36નો આંક રહ્યો છે. શિવસેનાએ ભાગ્યે જ કોંગ્રેસનું સમર્થન કર્યું છે પણ મહારાષ્ટ્રમાં ભાજપને સત્તાથી દૂર રાખવા માટે શિવસેનાને કોંગ્રેસ મોકો આપી શકે છે. સૂત્રો મુજબ કોંગ્રેસ સરકારમાં સામેલ થવાનો નિર્ણય બાદમાં કરશે. એનસીપી અને કોંગ્રેસે સરકાર રચવા માટે શિવસેના સમક્ષ શરત મુકી હતી કે પહેલા તે ભાજપ સાથેનું જોડાણ તોડી નાંખે. તેમજ કેન્દ્ર સરકારમાંથી અલગ થાય ત્યારબાદ જ તેઓ સમર્થન અંગે કોઇ નિર્ણય કરશે. શિવસેનાની આગેવાનીવાળી સરકારમાં સીએમ કોણ હશે તે હજુ નક્કી નથી.

READ ALSO

Related posts

WHOની ચેતવણી : વેક્સીન કોઈ મેજિક ટેબ્લેટ નહીં હોય, જે કોરોના વાયરસને તાત્કાલીક જ ખતમ કરી દેશે

Nilesh Jethva

દક્ષિણ કોરીયામાં મુશળધાર વરસાદથી 30ના મોત, 12 લાપતા

Mansi Patel

દેશમાં જલ્દી લાગૂ કરો વસ્તી નિયંત્રણનો કાયદો, આ સાંસદે લખ્યો વડાપ્રધાન મોદીને પત્ર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!