GSTV
Gujarat Government Advertisement

સરકાર સામે તમામ સંચાલક મંડળે માંડ્યો મોરચો, ફી ન મળતા ઓનલાઈન શિક્ષણની સાથે સ્કૂલો પણ થશે બંધ

Last Updated on July 23, 2020 by pratik shah

સરકારે જ્યારે હવે કોઈ પણ પ્રકારની ફી ન લેવા આદેશ કરી દીધો છે ત્યારે ગુજરાતના તમામ સ્કૂલ સંચાલક મંડળો સરકાર સામે એક થયા છે અને આવતીકાલે 23મીથી ઓનલાઈન શિક્ષણ પણ બંધ કરવા તેમજ તમામ પ્રકારની પ્રવૃત્તિ બંધ કરવાનો નિર્ણય કરવા નિર્ણય કર્યો છે. સંચાલકોની રજૂઆત છે કે જો ફી જ ન મળે તો સ્ટાફને કઈ રીતે પગાર ચુકવવો.સરકારે ટ્રસ્ટી મંડળોને માનસિક રીતે ભાંગી નાખ્યા છે.

સરકારે ટ્રસ્ટી મંડળોને માનસિક રીતે ભાંગી નાખ્યા

રાજ્ય સરકારે ફી અને ઓનલાઈન શિક્ષણ મુદ્દે ઠરાવ કરતા કોઈ પણ સ્કૂલને રેગ્યુલર કલારૂમ શિક્ષણ શરૂ ન થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારની ફી ન વસૂલવા કડક આદેશ કરી દીધો છે અને માર્ગદર્શિકા નક્કી કરી દીધી છે ત્યારે સરકાર સામે રોષે ભરાયેલા રાજ્યના ખાનગી સ્કૂલ સંચાલકોએ 23મીથી ઓનલાઈન શિક્ષણ બંધ કરવા નિર્ણય કર્યો છે.

23મીથી ઓનલાઈન શિક્ષણ બંધ કરવા નિર્ણય કર્યો

ગુજરાત બોર્ડની રાજ્યની ધો.1થી12ની ખાનગી સ્કૂલોના વિવિધ સંચાલક મંડળોમાંથી મોટા ભાગના સંચાલક મંડળોએ 23મીથી ઓનલાઈન શિક્ષણ બંધ કરવાની જાહેરાત કરી દીધી છે. ઉપરાંત સીબીએસઈ-અન્ય બોર્ડની ખાનગી સ્કૂલોના સંચાલક મંડળોએ પણ 23મીથી ઓનલાઈન શિક્ષણ ન ચલાવવા નિર્ણય કર્યો છે.જ્યારે ગુજરાત બોર્ડની સ્કૂલના એક મંડળે બે દિવસ બાદ નિર્ણય કરવા જણાવ્યુ છે.મહત્વનું છે કે એફઆરસી એક્ટ બાદ હવે આ ફી નહી વસૂલવા મુદ્દે પણ રાજ્યની તમામ બોર્ડની તમામ સ્કૂલોના સંચાલકો સરકારના નિર્ણય સામે વિરોધ કરવા એક થયા છે.

અમદાવાદ,સુરત,રાજકોટ સહિતના તમામ શહેરોના મંડળોએ પણ સરકારનો વિરોધ

અમદાવાદ,સુરત,રાજકોટ સહિતના તમામ શહેરોના મંડળોએ પણ સરકારનો વિરોધ કર્યો છે.સંચાલકોએ ઓનલાઈન શિક્ષણ ઉપરાંત તમામ પ્રકારની વહિવટી પ્રવત્તિ પણ બંધ કરવાની જાહેરાત કરી છે. સંચાલકોની ફરિયાદ છે કે 16 જેટલા રાજ્યોની હાઈકોર્ટે ઓનલાઈન શિક્ષણ હાલના સમયમાં મહત્વનું હોવાનું નોંધ્યુ છે ત્યારે રાજ્ય સરકારે ફી જ ન લેવાનો ઠરાવ કરીને ઓનલાઈન શિક્ષણનો છેદ ઉડાડી દીધો છે અને સરકારે ઓનલાઈન શિક્ષણને મહત્વ આપ્યુ નથી. સરકારે આ ઠરાવ કરીને ટ્રસ્ટ મંડળોને માનસિક રીતે ભાંગી નાખવાનો અમાનવીય નિર્ણય લીધો છે.

સંચાલકો ચાર મહિનાથી આર્થિક સંકટમાં

સંચાલકો ચાર મહિનાથી આર્થિક સંકટમાં છે ત્યારે હવે ટયુશન ફી પણ જો જતી કરવામા આવે તો સ્ટાફનો પગાર નહી ચુકવી શકાય.રાજ્યના લાખો શિક્ષકો-કર્મચારીઓ બેકાર બનશે એટલુ જ નહી ફીના અભાવે તો સ્કૂલો જ બંધ કરી દેવી પડશે. સરકારના આ ઠરાવ સામે હવે તમામ સંચાલક મંડળ હાઈકોર્ટમાં જશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

શુભ ઘડી: રથયાત્રાની અનિશ્ચિતતાઓ વચ્ચે મામેરાની તૈયારીઓ શરૂ, મામેરા માટે યજમાનની પસંદગી કરાઇ

Pravin Makwana

જી-સેવનના નેતાના નિવેદનના પગલે ચીન ભડક્યું, તાઇવાન તરફ વિક્રમજનક ૨૮ ફાઇટર જેટ ઉડાડયા

Damini Patel

નવી પાર્કિંગ પોલિસી: ટ્રાફિક કંટ્રોલ કરવા આવી રહ્યા છે નવા નિયમો, આડેધડ પાર્કિંગ કરશો વાહન થઈ જશે છૂમંતર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!