GSTV
World

Cases
7066882
Active
12271724
Recoverd
735674
Death
INDIA

Cases
639929
Active
1583489
Recoverd
45257
Death

સરકારનું નવું મિશન કશ્મીર, આ ખાસ ખેતીથી ઘાટીના ખેડુતો બનશે લાખોપતિ

જમ્મૂ-કશ્મીરના ઠંડા વાતાવરણમાં ઉગતું કેસર હવે ઘાટીનાં ખેડુતોનું નસીબ ચમકાવશે, મોદી સરકાર હવે કેસરની પેદાશ વધારી અહીંના ખેડુતોની આવક લાખોમાં કરવાની યોજના પર કામ કરી રહી છે. સરકારે કેસરનું ઉત્પાદન વધારીને થોડા વર્ષોમાં ડબલ કરવાનો લક્ષ્ય રાખ્યો છે. કૃષિ વિષેશકોનું માનવામાં આવે તો, એક એક્ટર દીઠ કેસરની ખેતીથી ખેડુત એક વર્ષમાં 24-27 લાખ રૂપિયા કમાઈ શકે છે.

અહીંના કુદરતી વાતાવરણના કારશે દુનિયાના કશ્મીરની દશા સુધારવા માટે પીએમએ મોદી તેમના પહેલા કાર્યકાળથી જ અહીં કેસર ક્રાંતો લાવવાનું આહ્વાન કર્યું હતું. ત્યારબાદ જમ્મૂ-કશ્મીર સરકાર સાથે મળી સ્પાઈસેસ બોર્ડે પ્રદેશના પાઆનગર શ્રીનગરમાં કેસર ઉત્પાદન અને નિર્યાત વિકાસ એજન્સી એટલે કે, એસપીઈડીએ બનાવવાની યોજના તૈયાર કરી, કેસર ક્રાંતિ લાવવા માટે આખુ મિશન શરૂ કરવામાં આવ્યું, જેમાં ટપક સિંચાઈ ખૂબજ કારગર સાબિત થઈ રહી છે. જેનાથી ઉત્પાદનમાં વધારો થાય છે અને પાણીની બચત થય છે.

ભારતમાં કેસરનું ઉત્પાદન માત્ર જમ્મૂ-કશ્મીરમાં જ થાય છે, એટલે જ તેની દુનિયામાં ખાસ ઓળખ છે. કશ્મીરી કેસર આખી દુનિયામાં જાણીતું છે. અહીંથી ઈંગ્લેન્ડ, અમેરિકા, મધ્ય-પૂર્વ દેશોમાં કેસરની નિકાસ કરવામાં આવે છે.

અત્યારે હેક્ટરદીઠ કેસરનું ઉત્પાદન 2 કિલો હતું જે વધીને 4.5 કિલો થઈ ગયું છે. એક કિલો કેસરના આંતરરાષ્ટ્રિય માર્કેટમાં લગભગ 5 લાખ રૂપિયા મળે છે, જ્યારે લોકલ માર્કેટમાં ત્રણ લાખ રૂપિયા મળે છે.

અત્યારે જમ્મૂ-કશ્મીરના લગભગ 32,000 ખેડૂતો કેસરની ખેતી સાથે જોડાયેલા છે. જમ્મૂ કશ્મીરના ચાર જિલ્લા પુલવામા, બડગામ, શ્રીનગર અને કિશ્તવાડમાં કેસરની ખેતી લગભગ 3700 હેલ્ક્ટર જમીનમાં થાય છે.

Related posts

સ્પા-મસાજ પાર્લરની આડમાં ધમધમી રહ્યા છે કૂટણખાના, સુરતની તરૂણી સાથે 18 દિવસ સુધી દુષ્કર્મ

Bansari

રાજસ્થાનમાં રાજકીય ઘમાસાણ: પાયલટની ઘરવાપસી છતાં કોંગ્રેસ હાઇકમાન્ડની દરિયાદિલીથી ડઝનબંધ ધારાસભ્યો નારાજ

pratik shah

તારા પતિને કોરોના થયો છે મારી ફોર વ્હીલ પર થૂંક્યો કેમ ? કહી માતા-પુત્રએ આધેડ મહિલાને માર્યો ઢોર માર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!