અમદાવાદમાં કોરોનાના નવા નોંધાતા કેસોમાં અને મૃત્યુઆંકમાં ચિંતાજનક હદે વધારો નોંધાયો છે. દરમ્યાનમાં આજે એક જ દિવસમાં સરકારી યાદી મુજબ વધુ ૩૩૭ લોકોના રિપોર્ટ પોઝિટીવ આવતા તેમણે સારવાર લેવાનું ચાલુ કર્યું છે. જ્યારે ૧૨ દર્દીઓએ સારવાર દરમ્યાન તેમના જીવ ગુમાવ્યા છે. તો બીજી તરફ કોરોનાને હરાવીને સાજા થઈ ગયેલા ૩૩૪ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. સાર્વત્રિક ચિંતાનો માહોલ ખડો થયો છે.

સાર્વત્રિક ચિંતાનો માહોલ ખડો થયો
બીજી તરફ મ્યુનિ.ની હદમાં અત્યાર સુધી નોંધાયેલા કેસોની સંખ્યા ૫૦૩૫૮ના આંકડાને આંબી ગઈ છે. જે પૈકી સારવાર દરમ્યાન ૧૯૬૨ દર્દીઓના કરુણ મૃત્યું થયા છે. તેમજ ૪૦૫૧૩ લોકો કોરોનામાંથી સાજા થઈને પૂર્વવત્ કામે લાગી ગયા છે. શિયાળાનો પ્રારંભ હોવાથી શરદી- ખાંસીના કેસો પણ વધી ગયા છે. સવારના ગાળામાં ડૉમ અને અર્બન હેલ્થ સેન્ટરોમાં ટેસ્ટ કરાવનારાઓની લાઇનો લાગે છે. દરમ્યાનમાં વિરોધાભાસી અને આશ્ચર્યજનક બાબત એ સામે આવી છે કે એક્ટિવ કેસો ઘટીને ૨૭૯૯ રહી ગયા છે.

વિરોધાભાસી અને આશ્ચર્યજનક બાબત એ સામે આવી છે કે એક્ટિવ કેસો ઘટીને ૨૭૯૯ રહી ગયા
ખાનગી હૉસ્પિટલોના પ્રાઇવેટ બેડમાં જ ૨૭૮૯ દાખલ થયેલા છે શું બાકીના બેડમાં માત્ર અન્ય ૧૦ દર્દીઓ જ છે ? ખાનગી હૉસ્પિટલોના ૨૨૪૦ બેડ હતા તેમાં ૮૦૫નો વધારો કરી હાલ ૩૦૪૩ કરાયા છે, છતાં પણ સારી ગણાતી હૉસ્પિટલમાં દાખલ થવાના ફાંફા પડી જાય છે. હાલ ખાનગી હૉસ્પિટલોના આઇસીયુના ૪૩૧ પ્રાઇવેટ બેડમાં દર્દીઓ છે, માત્ર ૨૪ બેડ જ ખાલી છે, જ્યારે ૨૦૮ દર્દીઓ વેન્ટીલેટર ઉપર છે, માત્ર ૧૫ વેન્ટીલેટર જ ખાલી છે. આ આંકડાઓ જ સ્વયં સ્પષ્ટ છે કે, સ્થિતિ કેટલી ડરાવની છે.

આ આંકડાઓ જ સ્વયં સ્પષ્ટ છે કે, સ્થિતિ કેટલી ડરાવની
બીજી તરફ ડિસ્ચાર્જનું પ્રમાણ વધુ હોવાથી એક્ટિવ કેસોની સંખ્યા ૨૭૯૯ થઈ ગઈ છે જેમાંથી પશ્ચિમ ઝોન, દક્ષિણ પશ્ચિમ ઝોન, ઉત્તર પશ્ચિમ ઝોનના ૧૩૭૩ અને પૂર્વ પટ્ટાના મધ્ય ઝોન, ઉત્તર ઝોન, દક્ષિણ ઝોન, પૂર્વ ઝોનના ૧૪૨૬ દર્દીઓનો સમાવેશ થાય છે. ઘેરબેઠા સારવાર લેતા હળવા લક્ષણોવાળા કે લક્ષણો વગરના દર્દીઓની સંખ્યા પણ ઘણી મોટી છે.
READ ALSO
- નીતિશ ચિરાગના પક્ષને સાવ સાફ કરી દેશે, ભાજપને ફાયદો કરાવવા નીતીશને દુશ્મન બનાવવું ભારે પડશે
- નોકરી બદલાઇ ગઇ હોય તો ચિંતા ના કરો, હવે કોઇ પણ ઝંઝટ વગર ઘરે બેઠા જ PF ના પૈસા ઉપાડી શકશો
- CBSE વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: અત્યારથી જ તૈયારીમાં લાગી જાવ, આ તારીખે જાહેર થશે બોર્ડ પરીક્ષાની તારીખો
- Apple વોચે ફરી રચ્યો ઈતિહાસ! એક સાયકલ ચાલકનો આ રીતે બચાવ્યો જીવ, રેસ્ક્યૂ કમાંડરે પણ કહી આ વાત
- લાલ કિલ્લા પર ઝંડો ફરકાવનાર સામે દાખલ થયો રાજદ્રોહનો કેસ, ખેડૂત નેતાઓને ફટકારાઇ નોટિસ