GSTV

ગેસને GSTમાં સામેલ કરવા સરકારની તૈયારી શરૂ, પેટ્રોલ-ડીઝલ અંગે અંતિમ નિર્ણય લેવાશે કાઉન્સિલ મિટિંગમાં

Last Updated on August 5, 2020 by pratik shah

દેશના પેટ્રોલિયમ મંત્રાલયના સૂત્રો અનુસાર, પેટ્રોલ અને ડીઝલને GSTમાં સામેલ કરવા અંગે રાજ્યો સાથે થયેલી વાતચીતમાં તેમણે તૈયારી દર્શાવી હતી અનેક રાજ્યોએ પેટ્રોલ અને ડીઝલને GSTમાંથી બાકાત રાખવા દબાણ કરતાં સરકારે એ મુદ્દાને પાછળ ધકેલી દીધો હતો, પરંતુ ગેસને GSTમાં સામેલ કરવા અંગેની તમામ તૈયારીઓ શરૂ કરી દીધી હોવાનું જાણવા મળ્યું હતું. પ્રારંભિક ચર્ચામાં આ મુદ્દે રાજ્યોએ સકારાત્મક પ્રતિભાવ આપતા સરકારે પણ તૈયારીઓ શરૂ કરી દીધી હતી. કેન્દ્રના પેટ્રોલિયન મંત્રાલયે આ મામલે નાણા મંત્રાલયને એક ચીઠ્ઠી મોકલી હતી.જો કે અંતિમ નિર્ણય તો જીએસટી કાઉન્સિલની બેઠકમાં જ લેવાશે. સરકારનો ઇરાદો તો ચાલુ વર્ષના અંતે સુધી તેની પર અમલ શરૂ કરી દેવાનો છે.

ગેસને જીએસટીમાં સામેલ કરવા અંગેની તમામ તૈયારીઓ શરૂ કરી

પેટ્રોલ અને ડીઝલને જીએસટીમાંથી બાકાત રાખવા દબાણ કરતાં સરકારે એ મુદ્દાને પાછળ ધકેલી દીધો

ઉલ્લેખનીય છે કે શરૂઆતમાં વિરોધ કર્યો હતો, અંતે તમામ રાજ્યો સંમંત થયા હતા. પેટ્રોલ અને ડીઝલને સામેલ કરવા સામે વાંધો એટલા માટે પણ છે કે લગભગ તમામ રાજ્યોની તિજોરી ખાલી છે.ઔદ્યોગિક પ્રવૃત્તિઓ બંધ હોવાથી રાજ્યો માટે પેટ્રોલ અને ડીઝલમાંથી મળતી મહેસુલી આવક તેમના માટે આવકનો સૌથી મોટો સ્ત્રોત છે.આ જોતાં જ્યાં સુધી આર્થિક સ્થિતિમાં સુધાર નહીં આવે ત્યાં સુધી તો પેટ્રોલ-ડીઝલને પણ જીએસટીમાં સામેલ કરાય તેવી શક્યતા ઓછી દેખાય છે.

લગભગ તમામ રાજ્યોની તિજોરી ખાલી

તો બીજી તરફ રાજ્યોને એમ કહેવામાં આવી રહ્યું છે કે ગેસને જીએસટીમાં સામેલ કર્યા વગર છુટકો જ નથી. એ સિવાય કામ આગળ નહીં ચાલે. એક સમાચાર એ પણ છે કે આખા દેશમાં પાઇર દ્વારા ઘર ઘર ગેસ પહોંચાડવા માટે પાઇપ નાંખવાની તૈયારીઓ પુરજોશમાં ચાલુ છે.ખુબ ઝડપથી આ કામગીરી હાથ ધરાઇ છે. ગેસ પર હાલમાં જે રીતે દરેક રાજ્યમાં અલગ અલગ રીતે વેટ વસુલવામાં આવે છે તે જોતાં પાઇપલાઇન પર વેટ લાગુ નહીં કરાય. રાજ્યો પણ આ વાતને સમજી ગયા છે. જો બધું જ સુચારૂ રીતે પાર પડશે તો આખા દેશમાં ગેસનો ભાવ એક સરખો થઇ જશે.

ગેસને જીએસટીમાં સામેલ કર્યા વગર છુટકો જ નથી

પેટ્રોલિયમ મંત્રાલયના સૂત્ર અનુસાર, આ કામ ગેસ આધારિત અર્થ વ્યવસ્થાને મજબુત કરવા માટે અનિવાર્ય છે.એનાથી અર્થતંત્રને વેગ મળશે.ગેસના ભાવ એક સરખા થઇ જવાના કારણે જે રાજ્યમાં ગેસનો વપરાશ ઓછો છે ત્યાંથી વધારે વપરાશ વાળા રાજ્યોમાં ગેસ લઇ જવામાં સરળતા રહેશે.ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ વધતા પેટ્રોલ અને ડીઝલને પણ જીએસટીમાં સામેલ કરવાની માગ જોર પકડે છે. અનેક રાજ્યોમાં કુલ મહેસુલી આવકમાં 60 ટકા હિસ્સો આ બે ઉત્પાદનોમાંથી મળે છે.

READ ALSO

Related posts

અતિ મહત્વનું: મહેસૂલ વિભાગે 7 નાયબ કલેકટરની કરી બદલી, અધિકારી આલમમાં મચ્યો ખળભળાટ

pratik shah

મોટી સફળતા/ ભારતમાં પશુઓ માટે કોરોનાની પહેલી વેક્સિન તૈયાર, જાણો ક્યારે માર્કેટમાં આવશે

Bansari

કોરોનાની સુનામી/ 14 જ દિવસમાં 1 લાખથી 3 લાખે પહોંચ્યા કેસ, ત્રીજી લહેર પર નિષ્ણાતોએ આપી આ ચેતવણી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!