GSTV

સરકાર વાતચીત કરવા માગે તો તેની શરત ન હોવી જાેઈએ, જગતનો તાત અત્યંત આક્રમક મૂડમાં

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કૃષિ બિલનો વિરોધ કરી રહેલા ખેડૂતોને કરેલી અપીલ બાદ ખેડૂત નેતા  જગજીતસિંહે પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યુ હતુ કે, સરકાર ખેડૂતો સાથે વાતચીત કરવા માગે છે તો તેના માટે શરત ન હોવી જોઈએ. ખેડૂત એ વાતથી દુખી થયા છે  કે, અમિત શાહે વાતચીત માટે શરત મુકી રહ્યા છે.

ખેડૂત એ વાતથી દુખી થયા છે  કે, અમિત શાહે વાતચીત માટે શરત મુકી રહ્યા છે

અમિત શાહે ખેડૂતોને અપીલ કરતા જણાવ્યુ હતુ કે, ખેડૂતોને આંદોલન માટે જે જગ્યાની ફાળવણી કરવામાં આવી છે. ત્યા ખેડૂતો આંદોલન કરે જે બાદ સરકાર ખેડૂતો સાથે વાતચીત કરવા માટે તૈયાર છે. અમિત શાહના નિવેદન બાદ ખેડૂત નેતાઓની આજે સવારે બેઠક મળવાની છે. જેમા કેટલાક મહત્વના નિર્ણય લેવાઈ શકે છે.

જગતનો તાત અત્યંત આક્રમક મૂડમાં

કેટલાક મહત્વના નિર્ણય લેવાઈ શકે

કૃષિ કાયદાઓની વિરુદ્ધ થઇ રહેલા વિરોધ પ્રદર્શનને લઇને કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે શનિવારે જણાવ્યુ કે સરકાર ખેડૂતોની દરેક માંગ અને સમસ્યાઓ પર વિચાર કરવા માટે તૈયાર છે. શાહે એમ પણ કહ્યુ હતું કે ખેડૂતો જલ્દીથી વાતચીત કરવા ઇચ્છતા હોય તો તેઓ પ્રદર્શન માટે ફાળવેલા સ્થાને શિફ્ટ થાય એના બીજા દિવસે સરકાર વાતચીત માટે તૈયાર છે. અમિત શાહનું કહેવુ હતું કે કેટલાક સ્થળોએ ખેડૂતો આ હાડ થીજાવતી ઠંડીમાં ટ્રેક્ટરો અને ટ્રોલીઓ સાથે રહી રહ્યા છે. હું તેઓને અપીલ કરુ છું કે દિલ્હી પોલીસ તમને મોટા મેદાનમાં લઇ જવા માટે તૈયાર છે. મહેરબાની કરી ત્યાં જાઓ. તમને કાર્યક્રમની પરવાનગી આપવામાં આવશે.

યુપીના પૂર્વ સીએમ માયાવતી પ્રદર્શન કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં આવ્યા

યુપીના પૂર્વ સીએમ માયાવતી પ્રદર્શન કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં આવ્યા છે. તેમણે કહ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં લાગુ કરાયેલા ત્રણ કાયદા અંગે ખેડૂત સંપૂર્ણ પણે અસંતોષ અને આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. અને દેશભરમાં આક્રોશભેર ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. આ જોતા જો કેન્દ્ર સરકાર ખેડૂતોની સંમતિ વિના બનાવેલા આ કાયદાઓ પર પુનર્વિચાર કરશે તો તે વધુ સારું છે.

READ ALSO

Related posts

ચીનમાં ફરીથી ઝડપથી વધી રહ્યો છે કોરોના વાયરસ, અનેક રાજ્યોમાં લાગૂ કરાયું લોકડાઉન

Sejal Vibhani

દિલ્હી રિંગ રોડ ટ્રેક્ટર રેલી કાઢવા ખેડૂતો મક્કમ, પોલીસે આપ્યો KMP એક્સપ્રેસ-વેનો વિકલ્પ

Pritesh Mehta

આર્મીમાં ઓફિસર બનવાની ઉત્તમ તક : આ વેબસાઈટ પર 1 ફેબ્રુઆરીથી લોકો કરી રહ્યાં છે એપ્લાય, તમે ના ભૂલતા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!