વડોદરાની સયાજી હોસ્પિટલમાં ફોરેન્સિક વિભાગમાં ડોક્ટર તરીકેની ફરજ બજાવ્યા બાદ ડોક્ટર વિજય શાહ ની નિમણૂક ગોત્રી મેડિકલ કોલેજમાં થઈ હતી અને તેઓ ફોરેન્સિક વિભાગના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ તરીકે ફરજ બજાવી રહ્યા છે ત્યારે તેઓ ની નિમણૂક સામે પણ કેટલાક ડોક્ટરોએ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગમાં રજૂઆત કરી હતી કે તેઓ રાજકીય પક્ષ સાથે સંકળાયેલા છે તેથી તેઓ પોસ્ટમોર્ટમ કરી શકે નહીં જેને કારણે ગોત્રી હોસ્પિટલમાં ફોરેન્સિક વિભાગ હોવા છતાં તે હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવાની શરૂઆત આજદિન સુધી થઇ શકી નથી.

ગોત્રી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરવી જોઈએ નહીં
વડોદરા શહેર ભાજપ પ્રમુખ તરીકે ડોક્ટર વિજય શાહ ની નિમણૂક થયા બાદ એક પછી એક વિવાદો બહાર આવી રહ્યા છે ત્યારે ગોત્રી હોસ્પિટલમાં તેઓ ની નિમણૂક થઈ ત્યારથી કેટલાક ડોક્ટરે તેઓ ની નિમણૂક સામે પણ વિરોધ કર્યો હતો અને ગોત્રી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ ની કાર્યવાહી કરવી જોઈએ નહીં કારણકે ડોક્ટર વિજય શાહ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા હોવાથી પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આપવામાં વિવાદાસ્પદ ભૂમિકા ભજવી શકે તેમ છે તેથી ગોત્રી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ ની પ્રક્રિયા થવી જોઈએ નહીં.

કેટલાક ડોક્ટરોએ રાજ્ય સરકારમાં આ અંગે અવાર-નવાર રજૂઆતો કરી
વડોદરાના કેટલાક ડોક્ટરોએ રાજ્ય સરકારમાં આ અંગે અવાર-નવાર રજૂઆતો કરી છે જેથી આજ દિન સુધી ગોત્રી હોસ્પિટલમાં ડોક્ટર વિજય શાહને ફોરેન્સિક વિભાગના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ તરીકે નિમણૂક આપ્યા પછી પણ ગોત્રી હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ ની પ્રક્રિયા શરૂ કરવામાં આવી નથી.
ગોત્રી હોસ્પિટલમાં ડોક્ટર વિજય શાહ નિયુક્તિ સમયે પણ વિવાદ થયો હતો
વડોદરા શહેરની ગોત્રી હોસ્પિટલમાં ફોરેન્સિક ડિપાર્ટમેન્ટમાં નિયુક્ત થયેલા ડોક્ટર વિજય શાહ પ્રારંભમાં 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર હતા ત્યારબાદ તેઓનો કોન્ટ્રાક્ટ કાયમી કરવાનો કોઈ ઓર્ડર આવ્યો ન હતો. તેમ છતાં તેઓ ને પગાર ચૂકવાયો હતો. તે સમયે પણ તેમની નિમણૂક અને પગાર બાબતે વિવાદ સર્જાયો હતો ત્યાર બાદ રાજ્ય સરકારે સાત વર્ષ પછી તેઓને કાયમી નિમણૂક આપી હતી. ગોત્રી હોસ્પિટલમાં નિયુક્તિ બાદ પગારનો પણ વિવાદ સર્જાયો હતો.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- અમદાવાદ/ અંદાજીત 40 સીબીએસઇ સ્કૂલો આજથી શરૂ, વાલીઓના પ્રવેશ પર મનાઇ: ગાઇડલાઇનનુ પણ સંપૂર્ણ પાલન
- હેવાનિયત/ કિશોરીનું અપહરણ કરી નરાધમોએ બે વાર ગુજાર્યો ગેંગરેપ, યુપીમાં પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ
- IRFC, INDIGO PAINTSનો આ સપ્તાહમાં ખુલશે IPO, જાણો મહત્વની વાતો
- ઉત્તર ભારત ઠુંઠવાયુ: આ રાજ્યમાં ઠંડીએ સાત વર્ષનો રેકોર્ડ તોડ્યો, અહીં ભરશિયાળે ધમધોકાર વરસાદ
- ખેડૂત આંદોલન: ટ્રેક્ટર પરેડ માટે ‘લક્ષ્મણ રેખા’, સુપ્રીમ કોર્ટમાં આજની સુનાવણી પર રહેશે નજર