GSTV
Amreli Gujarat Election 2022 SEAT ANALYSIS 2022 ગુજરાત ટોપ સ્ટોરી

અમરેલી : ચૂંટણીની રસાકસી વચ્ચે ભાજપ કાર્યાલય પર નેતાઓ સાથે ચાની ચૂસકી મારી આવ્યા પરેશ ધાનાણી, VIDEO થયો વાયરલ

પ્રથમ તબક્કાના ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે અમરેલીમાં કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા.તેમજ દિલીપ સંઘાણી, પુરુષોત્ત્મ રૂપાલા અને ગોરધન ઝડફિયા સાથે ચાની ચુસ્કી માણી હતી. પરેશ ધાનાણી અને પોતાના નાના ભાઈ શરદ ધાનાણી ભાજપ ચૂંટણી કાર્યાલય ખાતે પહોંચ્યા હતા.

ચાની ચુસ્કી માણતા ભાજપ કોંગ્રેસના દિગ્ગજો સાથે જોવા મળ્યા

જ્યાં તેમણે કહ્યુ  કે, ભાજપ ની કાર્યાલયમા રહેતા અને દીલ થી કોંગ્રેસ સાથે જોડાયેલા કાર્યકરો પણ મને આશિર્વાદ આપે,ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે રાજકીય દાવપેચ ભૂલીને ચાની ચુસ્કી માણતા ભાજપ કોંગ્રેસના દિગ્ગજો સાથે જોવા મળ્યા.

ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ એકબીજાને પછાડવા માટે રાતદિવસ નેતાઓ માટે મહેનત કરી રહ્યાં છે તો બીજી તરફ આ જ નેતાઓ એક સાથે મળીને ચાની ચૂસકીઓ લઈ રહ્યાં છે. હાલમાં કતલની રાતનો સમય છે ત્યારે કોંગ્રેસના અમરેલી વિધાનસભાના ઉમેદવાર ભાજપના નેતાઓ સાથે ગપ્પાબાજી કરી રહ્યાં છે. આ જોઈને કોંગ્રેસના કાર્યકર્તાઓમાં સીધો મેસેજ એવો ગયો છે કે આ તો જીતીને પણ એમના થઈ જવાના છે તો જીતાડવાના કેમ?

READ ALSO

Related posts

ભારતીય મૂળના અજય બાગા વર્લ્ડ બેન્કના પ્રેસિડન્ટ પદ માટે એકમાત્ર ઉમેદવાર: વર્લ્ડ બેન્ક

GSTV Web News Desk

બેઠક બાદ ગૃહમંત્રી સંઘવીનું મહત્વનું નિવેદન / શોભાયાત્રામાં પથ્થર ફેંકનારા વિરુદ્ધ ભવિષ્યમાં ક્યારેય પથ્થર તરફ જોશે નહિ તેવા કડક પગલાં ભરાશે

Hardik Hingu

US કોન્સ્યુલેટ જનરલ મુંબઈ અને થિયેટર પ્રોજેક્ટસ એલએલપીએ NMACCના ઉદ્ધાટન પૂર્વે યોજ્યું રિસેપ્શન, જિયો વર્લ્ડ સેન્ટરના ઈન્ટરનેશનલ સહયોગને વધાવ્યો

GSTV Web News Desk
GSTV