GSTV
Home » News » આ કદાવર નેતા ક્યારેક મોદીને વિંછી કહેતા હતા, હવે તેમને જીતાડવા માટે કરશે પ્રચાર

આ કદાવર નેતા ક્યારેક મોદીને વિંછી કહેતા હતા, હવે તેમને જીતાડવા માટે કરશે પ્રચાર

એવું કહેવામાં આવે છે કે ક્યારે સમય બદલાય તે કોઈને ખબર હોતી નથી. બીજેપીના નેતા ગોવર્ધન ઝડપિયાની સાથે પણ એવું જ થયું. બીજેપીના ઘોર વિરોધી અને પીએમ મોદીને વિંછી કહેનાર ઝડપિયાને બીજેપીએ એક એવું કામ સોંપયું છે કે જે બહુ જ ઓછા લોકોને મળી શકે છે. ઝડપિયાને 2019ની ચુંટણી માટે ઉત્તરપ્રદેશના પ્રભારી બનાવવામાં આવ્યા છે. મોદીના વિરોધી ઝડફિયાને એક જમાનામાં પીએમ મોદીના વિરોધી માનવામાં આવતા હતાં. તેઓ બીજેપી પર કટાક્ષ કરતાં રહેતા હતા અને ગુજરાતના તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદીના ઘોર વિરોધી હતા. પરંતુ હાલ બીજેપીએ જુની બધી વાતોને ભુલીને તેમને મોટી જવાબદારી સોંપી છે.

વિંછીવાળા મુદ્દે બબાલ

કોંગ્રેસ નેતા શશિ થરૂરે પોતાની એક બુકના લૉન્ચિંગ પર પીએમ મોદીને એક વિંછી કહ્યા હતાં. મોદી અને આરએસએસના સંબંધ પર તેમણે કહ્યું હતું કે, મોદી આરએસએસ માટે તે વિંછી જેવા છે કે, જેને ના હાથેથી હટાવી શકાય અને ન તો ચંપલથી મારી શકાય.

ત્યાર બાદ આ નિવેદન પર ખૂબ સવાલ ઉઠ્યા હતાં. પરંતુ શશિ થરૂરે ગોવર્ધન ઝડફિયાનો એક વિડીયો શેર કરતાં કહ્યું કે આ જ કમેન્ટ મારા પહેલા તેમણે પણ મોદી પર કરી હતી.. ઝડફિયાએ એક ઈન્ટરવ્યું દરમિયાન મોદીને વિંછી કહ્યાં હતાં.

કોણ છે ઝડફિયા

ઝડપિયા ભાજપના લોકોમાંના એક છે જેમણે ગુજરાતમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ સાથે કામ કર્યું હતું. 2002 ના રમખાણો દરમિયાન ઝડપિયા ગુજરાતના ગૃહ પ્રધાન હતા ત્યારે તેમના પર હિંસા રોકવા માટે કોઈ પગલાં ન લેવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ, તત્કાલીન મુખ્યમંત્રી મોદીએ તેમની પાસેથી ગૃહમંત્રીનું પદ લઈ લીધું હતું.

2007 માં પોતાની અલગ પાર્ટી બનાવતા, તેમણે ભાજપના વિરોધી કેશુભાઇ પટેલની પાર્ટીમાં તેમની પાર્ટી મર્જ કરી લીધી. ત્યારથી ઝડપિયાએ વારંવાર મોદી અને ભાજપ પર આકરા પ્રહારો કર્યો છે. પરંતુ 2014 ની લોકસભાની ચૂંટણીઓની પહેલાં તેમણે ફરીથી બીજેપીનો હાથ પકડ્યો અને નરેન્દ્ર મોદી માટે ઉત્સાહપૂર્વક પ્રચાર કર્યો. જેનું ઈનામ તેમને હવે મળતું દેખાય છે.

Related posts

સુરત : મૃત્યુ પામેલા ત્રણ વિદ્યાર્થીઓ ધોરણ 12માં પાસ, પણ પરિણામ જોઈ કોઈને ખુશી ન થઈ

Mayur

બિલાડીના ટોપની માફક ફૂટી નીકળેલા ટ્યુશન ક્લાસિસોમાં સેફ્ટીના નામે મીંડુ, ગુજરાતભરમાં તંત્ર દ્વારા કાર્યવાહીની શરૂઆત

Arohi

સુરત અગ્નિકાંડ: કલાસિક સેન્ટરમાં દોસ્તોને બળતાં જોઈ વિદ્યાર્થીએ લીધો આ નિર્ણય

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!