GSTV
Home » News » રાતોરાત બની ગયા ભાજપના કદાવર નેતા, રૂપાણી અને નીતિનભાઈ કરતાં કદ વધ્યું

રાતોરાત બની ગયા ભાજપના કદાવર નેતા, રૂપાણી અને નીતિનભાઈ કરતાં કદ વધ્યું

રાતોરાત કોઈ વ્યક્તિનું નસીબ બદલાય તેનું ઉદાહરણ ગોરધન ઝડફિયા છે. ગુજરાતમાં કોઈ ભોજિયો ભઈએ ભાવ પૂછતું ન હતું તેવા નેતા પર મોદી અને શાહની અમી દ્રષ્ટી પડતાં આજે ગુજરાતના કદાવર નેતા બની ગયા છે. ઝડફિયાને યુપીના પ્રભારીની જવાબદારી સોંપાતાં તેઓનું કદ વધી ગયું છે. રાજનૈતિક કારકિર્દીની શરૂઆત વિશ્વ હિંદુ પરિષદ(વી.એચ.પી.)થી થઈ હતી, તેઓ ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા એ પહેલાં આશરે દોઢ દાયકા સુધી તેઓ વી.એચ.પી.માં સક્રીય રહ્યા હતા. ગોરધન ઝડફિયા મૂળે વિશ્વ હિંદુ પરિષદના હોવાથી પ્રવિણ તોગડિયાની નિકટના નેતા ગણાય છે. પબ્લિક ઍડમિનિસ્ટ્રેશનમાં અનુસ્નાતકની ડિગ્રી ધરાવતા ગોરધન ઝડફિયા મૂળએ હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. ગોરધન ઝડફિયાને પ્રવિણ તોગડિયા ઉપરાંત ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી કેશુભાઈ પટેલના પણ નિકટવર્તી ગણવામાં આવે છે. ગોરધન ઝડફિયાએ ભાજપમાંથી બળવો કર્યો હતો અને મહાગુજરાત જનતા પાર્ટીની સ્થાપના કરી હતી. ત્યારબાદ કેશુભાઈ પટેલની સાથે મળીને ઝડફિયાએ વર્ષ 2012માં ગુજરાત પરિવર્તન પાર્ટી(જી.પી.પી.) સ્થાપી હતી, જેમાં મહાગુજરાત જનતા પાર્ટીનું વિલીનીકરણ થયું હતું. આ અરસામાં તેમને નરેન્દ્ર મોદી વિરુદ્ધ અનેક નિવેદનો આપ્યાં હતાં. વર્ષ 2007માં તેમણે એવું પણ કહ્યું હતું કે નરેન્દ્ર મોદી એવું વિચારે છે કે તેઓ પક્ષ અને લોકશાહીથી ઉપર છે.

2002માં ઝડફિયાને હટાવતાં પદ અમિત શાહને સોંપાયું હતું

ઝડફિયાને 1995માં પહેલી વખત ભાજપમાંથી ટિકિટ આપવામાં અને તેઓ ચૂંટાઈ આવ્યા હતા.2002ના રમખાણો વખતે તેઓ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હતા અને 2002ના રમખાણોમાં તેમની ભૂમિકાને શંકાસ્પદ ગણાવી હતી.2002ના રમખાણો સંદર્ભે ઝડફિયા વિરુદ્ધ સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસ.આઈ.ટી.)ની તપાસ પણ હાથ ધરવામાં આવી હતી.2002ના રમખાણો બાદ ગૃહ રાજ્યમંત્રીના પદ પરથી ગોરધન ઝડફિયાને હટાવી દેવાયા અને તેમના બદલે હાલના ભાજપ અધ્યક્ષ અમિત શાહને ગૃહ રાજ્યમંત્રી બનાવાયા હતા.

2019ની લોકસભા ચૂંટણી માટે અલગ-અલગ રાજ્યના પ્રભારી અને સહપ્રભારીની નિમણૂક ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ અમિત શાહ દ્વારા કરવામાં 26 ડિસેમ્બરે આવી છે. ઉત્તર પ્રદેશના પ્રભારી તરીકે ગોરધન ઝડફિયાની નિમણૂંક કરવામાં આવી છે. 2014ની લોકસભા ચૂંટણી વખતે ઉત્તર પ્રદેશના પ્રભારી અમિત શાહ હતા. 2002માં ગોરધન ઝડફિયાને હટાવ્યા બાદ અમિત શાહને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી બનાવાયા હતા અને ઉત્તર પ્રદેશના પ્રભારી પદ પર 2014માં અમિત શાહ હતા અને હવે એ પદ ગોરધન ઝડફિયાને મળ્યું છે.

ભાજપમાં બળવો કરનારા ઝડફીયાને પ્રભારી પદ મળ્યું

એક સમયે ગોરધન ઝડફિયાએ ભાજપમાં બળવો કર્યો હતો અને મહાગુજરાત જનતા પાર્ટીની સ્થાપના કરી હતી. ત્યારબાદ કેશુભાઈ પટેલ સાથે મળીને વર્ષ 2012માં ગુજરાત પરિવર્તન પાર્ટી(જી.પી.પી.) સ્થાપી હતી, જેમાં મહાગુજરાત જનતા પાર્ટીનું વિલીનીકરણ થયું હતું. જો કે થોડા સમય બાદ જીપીપીનું બીજેપીમાં વિલીનીકરણ થયું અને ઝડફીયા ફરીવાર બીજેપીમાં આવી ગયા હતા. જો કે ઝડફીયાને બળવો કરવા છતાં પ્રભારી બનાવવામાં આવ્યા છે.

આમ અમિત શાહનું કયું ગણિત ચાલ્યું એ સ્થાનિક નેતાઓ પણ મૂંઝવણમાં મૂકાયા છે. ઝડફિયાએ ભાજપના કદાવર નેતા છે પણ યુપીના પ્રભારી બનાવી ભાજપે સૌથી મોટી જવાબદારી સોંપી છે. જે નિભાવશે તો ઝડફિયાનું ગુજરાતમાં કદ વધી જશે એ નક્કી છે. હવે ઝડફિયા જૂથ ગુજરાત ભાજપમાં મજબૂત બન્યુ છે તે કહેવું પણ યોગ્ય છે.

Related posts

1 મેથી આધાર કાર્ડ વિના પણ ખરીદી શકાશે સિમ કાર્ડ, એક ક્લિકે જાણો નવો નિયમ

Bansari

મહાગઠબંધન પર પીએમનું નિશાન, વડાપ્રધાન બનવા માટે લાંબી લાઈન લાગી છે

Arohi

બોલીવુડ અભિનેત્રી કરિના કપૂરે ખોલ્યા દિલના રાઝ

Mansi Patel