GSTV
Gujarat Government Advertisement

વાયરસનો કહેર / ભાજપના વધુ એક દિગ્ગજ નેતા કોરોનાની ઝપેટમાં, ટ્વિટ કરીને આપી જાણકારી

Last Updated on April 15, 2021 by Dhruv Brahmbhatt

રાજ્યમાં કોરોનાના સંક્રમણે તમામ લોકોને પોતાના ભરડામાં લઇ લીધાં છે. ત્યારે ગુજરાત ભાજપના નેતા ગોરધન ઝડફિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓએ આ અંગે ટ્વિટ કરીને જાણકારી પણ આપી છે. જે મુજબ તેઓને હળવા લક્ષણો જણાતા તેમણે ટેસ્ટ કરાવ્યો હતો. જ્યાર બાદ તેઓ કોરોના પોઝિટિવ આવતા તેમણે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. તદુપરાંત તેઓએ પોતાના સંપર્કમાં આવેલા તમામ લોકોને ટેસ્ટ કરવા માટે પણ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આજ રોજ ફરી કોરોનાના નવા 8152 કેસ નોંધાતા તંત્રમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. રાજ્યમાં દિવસે ને દિવસે પરિસ્થિતિ એટલી ગંભીર બનતી જાય છે કે, હોસ્પિટલોના બેડ પણ ફુલ થઇ રહ્યાં છે, તો ક્યાંક ઓક્સિજનની પણ અછત સર્જાઇ રહી છે તો ક્યાંક એમ્બ્યુલન્સની લાઇનો લાગી રહી છે.

બીજી બાજુ સ્મશાન ગૃહોમાં પણ અંતિમ સંસ્કાર માટે લાંબી લાઇનો લાગી રહી છે. એવામાં કોરોનાથી આજે વધુ 81 લોકોના મોત નિપજ્યાં છે. તમને જણાવી દઇએ કે, રાજ્યમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાની સ્થિતિ અત્યંત ગંભીર જોવાં મળી રહી છે. એવામાં આજ રોજ અમદાવાદમાં વધુ નવા 2672, સુરતમાં 1864, રાજકોટમાં 762 અને વડોદરામાં 486 કેસો નોંધાતા હોસ્પિટલોના તબીબો પણ ચિંતામાં મૂકાઇ ગયા છે.

કોરોના

કુલ 5076 દર્દીઓના મોત

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કુલ 81 લોકોના મોત થયા છે. જેમાં અમદાવાદમાં 27, સુરતમાં 25, રાજકોટમાં 8 અને વડોદરામાં 6 દર્દીઓના મોત થયા છે. તો રાજ્યમાં આજ દિન સુધીમાં કુલ 5076 દર્દીઓના મોત થઇ ચૂક્યાં છે.

રાજ્યમાં કુલ 267 દર્દીઓ વેન્ટિલેટર પર

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 3023 દર્દીઓ સાજા થયા છે તો આજ દિન સુધીમાં કુલ 3 લાખ 26 હજાર 394 દર્દીઓ કોરોનામુક્ત બન્યા છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યા 44 હજાર 298 એ પહોંચી છે. જ્યારે 267 દર્દીઓની હાલત ગંભીર હોવાથી તેઓને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યાં છે. 44,031દર્દીઓ હાલમાં સ્ટેબલ છે.

corona

અમદાવાદની તમામ સરકારી હોસ્પિટલમાં બેડ ફૂલની પરિસ્થિતિ

અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં પણ ઓક્સિજનની જરૂરીયાતવાળા દર્દીઓ માટેના બેડ અને વેન્ટિલેટર ફૂલ થઇ ગયા છે. સોલા સિવિલમાંથી ઑક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓને રવાના કરવામાં આવી રહ્યાં છે. સોલા સિવિલમાં 50 વેન્ટિલેટર અને 250 ઓક્સિજન બેડ જ છે. અમદાવાદની તમામ સરકારી હોસ્પિટલમાં બેડ ફૂલની પરિસ્થિતિ સર્જાઇ છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

બૂમરાણ/ સિવિલની 2000ની ડિમાન્ડ સામે મળ્યા માત્ર 275, કોરોના બાદ હવે ગુજરાતમાં નથી મળી રહ્યાં આ ઈન્જેક્શન

Damini Patel

ચિંતાનો વિષય/ અમદાવાદમાં ICU અને ઓક્સિજનના 8052 બેડ હજુ ભરાયેલા, જાણી લો કઈ હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી

Bansari

મિશાલ/ મૂક-બધિર કોરોના દર્દીઓની તકલીફ સમજવા આ નર્સે કર્યુ એવું અનોખુ કામ, જાણશો તો તમે પણ કરશો સલામ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!