GSTV
Home » News » ગોપીનાથ મુંડેના મોતમાં ભત્રિજાએ ઉઠાવ્યા સવાલો, સગી દિકરી ચૂપ : કરી આ માગ

ગોપીનાથ મુંડેના મોતમાં ભત્રિજાએ ઉઠાવ્યા સવાલો, સગી દિકરી ચૂપ : કરી આ માગ

લોકસભાની ચૂંટણીના થોડાક સમય પહેલા અમેરિકી સાઇબર એક્સપર્ટ દ્વારા કરવામાં આવેલા ખુલાસાઓથી ભારતીય રાજનીતિમાં ભૂકંપ આવી ગયો છે. એક્સપર્ટે સોમવારે ચૂંટણીમાં ઉપયોગ થનાર EVMને લઇને ઘણા ખુલાસા કર્યા, તો બીજી બાજુ પૂર્વ કેન્દ્રિય મંત્રી ગોપીનાથ મુંડેના મોતને લઇને પણ ખુલાસા થયા હતા. આ ખુલાસા પર તેમના ભત્રીજો અને NCP નેતા ધનંજય મુંડેએ તપાસની માંગણી કરી છે. ઇવીએમ હેકિંગનો મામલો આગળ વધુ તુલ પકડે તેવી પૂરી સંભાવના છે. આપના નેતાએ તો ઇવીએમથી ચૂંટણી ન યોજવા માટે દરેક પાર્ટીને લેખિતમાં ચૂંટણીપંચને રજૂઆત કરવા જણાવ્યું છે. ગઈકાલે સાંજે સાઇબર એક્સપર્ટ દ્વારા ખુલાસાઓ બાદ હવે પાર્ટીઓ પણ સક્રિય થઈ ગઈ છે. ઇવીએમમાં ચેડાં થતાં હોવાનો ઘણીવાર આરોપ લાગ્યો છે. હવે લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે એક હેકરના આક્ષેપોથી લોકસભાની ચૂંટણી ફરી દાવ પર મૂકાઈ ગઈ છે.

ભત્રિજાએ કરી માગ, દીકરી ચૂપ

ધનંજય મુંડેનું કહેવું છે કે ગોપીનાથ મુંડેના મૃત્યુની તપાસ કરો અથવા સુપ્રીમ કોર્ટના જજની આગેવાનીમાં થવી જોઇએ. મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતા મુંડેએ અમેરિકામાં રહેતા ભારતીય સ્વયંભૂ સાઇબર વિશેષજ્ઞના દાવા પર આશ્ચર્ય થયું હતું. તેમણે કહ્યું કે, ગોપીનાથ મુંડેથી પ્રેમ કરનારા લોકોએ હંમેશાં તેમના મૃત્યું પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે પુછ્યું છે કે, આ દુર્ઘટના હતી કે કોઇ કાવતરું. ગોપીનાથ મુંડેના મોત સમયે કોઈ સવાલો ઉઠ્યા ન હતા. હેકરે તો ગૌરી લંકેશની હત્યામાં પણ હેકિંગનો મામલો સામેલ હોવાનો આક્ષેપ કર્યો હતો. જે આ હેકિંગ અંગે રિપોર્ટ પ્રસિદ્ધ કરવાના હોવાથી હત્યા થઈ હોવાનો હેકરે ખુલાસો કર્યો છે. ગોપીનાથ મુંડેની દિકરી હાલમાં ભાજપમાં કદાવર નેતા ગણાય છે. જેને ચૂપકીદી સાધી રાખી છે. પંકજા મુંડેને ભાજપે મહારાષ્ટ્રમાં કદાવર સ્થાન આપ્યું છે. પંકજા હાલમાં મંત્રીપદ શોભાવી રહી છે. જેને પગલે ભાજપના દબાણ હેઠળ તેને ચૂપકીદી સાધી છે.

એનઆઈએના અધિકારીએ કરી હતી આત્મહત્યા

અત્રે ઉલ્લેખનીય છે કે, 2014 લોકસભાની ચૂંટણીમાં ભાજપાને જીત મળ્યાના થોડાક જ સમયની અંદર દિલ્હીમાં એક રોડ અકસ્માતમાં ગોપીનાથ મુંડેનું મૃત્યું થયું હતું. એક્સપર્ટ સૈયદ શુજાએ દાવો કર્યો હતો કે, 2014માં ભારતીય જનતા પાર્ટીની જીત ઇવીએમમાં ગફલાઓના કારણે થઇ હતી, આ રહસ્ય ગોપીનાથ મુંડેને ખબર હતી, એટલા માટે તેમની હત્યા કરાવી દેવામાં આવી હતી. એક્સપર્ટનો દાવો હતો કે, એનઆઈએ અધિકારી તંજિલ અહમદ મુંડેના મોતને હત્યા ગણાવતા એફઆઈઆર દાખલ કરવાના હતા, પરંતુ તેમને આત્મહત્યા કરી લીધી હતી.

Related posts

રાજ્યમાં ધારાસભ્યોની નારાજગીનો દોર યથાવત, આ MLA એ અધિકારીઓની કામગીરી સામે ઉઠાવ્યા સવાલ

Nilesh Jethva

Airtel Xstream ની યુઝર્સ માટે શાનદાર ઓફર, કનેક્શન સાથે આટલી ઓછી કિંમત પર મળશે Google નેસ્ટ મિની સ્માર્ટ સ્પીકર

Ankita Trada

કેજરીવાલને શાહીનબાગ મામલે ફસાવવાનો થયો પ્રયાસ, દિલ્હીના સીએમે વાપરી આ હોશિયારી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!