GSTV
Home » News » જેણે 1949માં બાબરી મસ્જિદની અંદર મૂર્તિ રાખવાનું કામ કર્યું હતું તે જ વ્યક્તિને મળ્યા પૂજાના હક્ક

જેણે 1949માં બાબરી મસ્જિદની અંદર મૂર્તિ રાખવાનું કામ કર્યું હતું તે જ વ્યક્તિને મળ્યા પૂજાના હક્ક

અયોધ્યામાં રામમંદિર-બાબરી મસ્જિદ મામલે સુપ્રીમ કોર્ટની પાંચ જજ બેંચે સર્વસહમતીથી પોતાનો ચૂકાદો આપ્યો. સુપ્રીમ કોર્ટે પોતાના ચૂકાદામાં વિવાદિત જમીન રામલલા વિરાજમાનને આપવાનો નિર્ણય કર્યો છે અને રામલલાની પૂજા કરવાનો અધિકાર ગોપાલસિંહ વિશારદને આપવામાં આવ્યો છે. ત્યારે કોણ છે ગોપાલસિંહ વિશારદ અને શા કારણે તેને પૂજાના હક્ક મળ્યાં છે તે જાણીએ આ અહેવાલમાં.

સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પક્ષને અયોધ્યામાં અલગ સ્થાને જગ્યા આપવાનો આદેશ આપ્યો છે. સુન્ની વક્ફ બોર્ડને કોર્ટે અયોધ્યામાં જ અલગ જમીન આપવાનો આદેશ આપ્યો છે. જ્યારે નિર્મોહી અખાડા અને શિયા વક્ફબોર્ડના દાવાને કોર્ટે ફગાવી દીધો છે.સુપ્રીમ કોર્ટે અયોધ્યામાં રામલલાની પૂજા-પાઠ કરવાની મંજૂરી હિંદુ મહાસભાના ગોપાલસિંહ વિશારદને આપી છે. ગોપાલસિંહ વિશારદ તે જ શખ્સ છે જેઓએ 1949માં બાબરી મસ્જિદમાં મૂર્તિ રાખ્યા બાદ હિંદુ મહાસભા દ્વારા રામલલા દર્શન અને પૂજનના વ્યક્તિગત અધિકાર માટે 1950માં ફૈઝાબાદ ન્યાયાલયમાં કેસ દાખલ કર્યો હતો.

ગોપાલસિંહ વિશારદે 16 જાન્યુઆરી 1950નાં રોજ સિવિલ જજની કોર્ટમાં સરકાર, જહૂર અહેમદ અને અન્ય મુસલમાનો વિરૂદ્ધ કેસ દાખલ કરી કહ્યું હતું કે જન્મભૂમિ પર સ્થાપિત ભગવાન રામ અને અન્ય મૂર્તિઓને હટાવવામાં ન આવે અને તેમને દર્શન તેમજ પૂજા માટે રોકવામાં ન આવે. સિવિલ જજે અરજીના દિવસે જ સ્થગન આદેશ જાહેર કરી દીધો હતો, જેને બાદમાં સામાન્ય સંશોધનની સાથે જિલ્લા જજ અને હાઈકોર્ટે પણ માન્યતા આપી હતી.

ગોપાલસિંહ વિશારદનું 1986માં મૃત્યું થઈ ગયું છે, તેમના નિધન બાદ તેમના પુત્ર રાજેન્દ્રસિંહ કેસ લડી રહ્યાં હતા. રસપ્રદ વાત એ છે કે ભગવાન રામલલા વિરાજમાન અને અન્ય દ્વારા કરવામાં આવેલી અપીલ રાજેન્દ્ર સિંહ વિરૂદ્ધ હતી. હિંદુ દાવેદારોમાં નિર્મોહી અખાડા અને અખિલ ભારતીય શ્રીરામ જન્મભૂમિ પુનરોદ્ધાર સમિતિએ પણ રાજેન્દ્રસિંહ અને અન્ય વિરૂદ્ધ કેસ કરી રાખ્યો હતો. ગોપાલસિંહ વિશારદ દ્વારા સુપ્રીમ કોર્ટમાં વરિષ્ઠ અધિવક્તા હરીશ સાલ્વેએ દલીલ કરી હતી જે બાદમાં રંજીતસિંહે દલીલ કરી હતી. રંજીત કુમારે કોર્ટમાં કહ્યું હતું. અયોધ્યા વિવાદ પર શરૂઆતમાં થયેલા ચાર સિવિલ કેસમાંથી એક ગોપાલસિંહ વિશારદે કર્યો હતો. ગોપાલસિંહ વિશારદ અયોધ્યાના સ્વર્ગદ્વાર વિસ્તારમાં રહેતા હતા. તેઓને અયોધ્યાના પહેલા કારસવેક તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ શરૂઆતથી જ હિંદુ મહાસભા સાથે જોડાયેલાં હતા.

READ ALSO

Related posts

જુઓ આ વીડિયો, મોદીએ જ ભાજપના અમિત શાહની ખોલી દીધી પોલ, 25 વર્ષ પહેલાં….

Karan

જાણો એ 4 સૈનિકોનાં વિશે જેમના નામ પર ઈડન ગાર્ડન્સનાં સ્ટેન્ડનું નામ પડ્યું

pratik shah

…એનાથી સારું તો તે થશે કે તેમના રાજ્યને ટ્રાન્સઝેન્ડર જાહેર કરી દેવાય, આ મુખ્યમંત્રી બગડ્યા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!