GSTV
ગુજરાત ટોપ સ્ટોરી

વડની ડાળીએ લટકવાનું કામ વાંદરાઓનું છે, ગૃહમંત્રીનું નથી : ગોપાલ ઈટાલિયાનું આકરું રીએક્શન

ગૃહ મંત્રી હર્ષ સંઘવી વડની ડાળીએ લટકતા હોય એવો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. કોઈ પણ વ્યક્તિ પોતાની અંદરનું બાળપણ જીવતું રાખે એમાં કોઈ ખોટું નથી. પરંતુ આ વીડિયોની અપેક્ષાકૃત રીતે રાજકિય પ્રતિક્રિયા આવી છે. આજે પ્રેસ કોન્ફરન્સ સંબોધતા કહ્યું હતું કે ‘આ વીડિયો પરથી સાબિત થાય છે કે ગ્રેડ પે સહિતના પોલીસ કર્મચારીઓના મુદ્દા લટકી રહ્યા છે.

‘વડવાઈએ લટકવાનું કામ વાંદરાનું છે, ગૃહ મંત્રીનું નહીં.’

ખુદ ગૃહ મંત્રી પોતે લટકતા હોય તો ગુજરાત પોલીસ અને પ્રજાના પ્રશ્નોનું શું થશે?’ આ અંગે આકરી પ્રતિક્રિયા આપતા ગોપાલ ઈટાલિયાએ તેની આગવી તળપદી ગુજરાતીમાં કહ્યું હતું કે ‘વડવાઈએ લટકવાનું કામ વાંદરાનું છે, ગૃહ મંત્રીનું નહીં.’


ગોપાલ ઈટાલિયાએ કહ્યું હતું કે ભાવનગરમાં ભાજપના સભ્ય બનવા માટે વિદ્યાર્થીઓ પર દબાણ ઉભું કરાયું છે. જો આ મુદ્દાનો વિરોધ નહીં થાય તો આવતી કાલે તો એવી નોટીસ આપવામાં આવશે કે માત્ર ભાજપને મત આપશો.. તો ભણવા દેવાશે.. વળી ત્રીજો કોઈ ફતવો આપશે.. આ પ્રવૃત્તિ અટકવી જ જોઈએ.

READ ALSO

Related posts

ભરૂચ/ ગોલ્ડન બ્રિજ આજે વટાવી શકે છે 24 ફૂટની ભયનજક સપાટી, આ ગામોને કરાયા એલર્ટ : 186 નાગરિકો અને પશુધનનું સ્થળાંતર

Bansari Gohel

મોટી દુર્ઘટના ટળી/ સુરતમાં મુસાફરો ભરેલી બસ વરસાદી પાણીમાં ફસાઇ, 20 મુસાફરોનું દિલધડક રેસ્ક્યુ

Bansari Gohel

મદ્રાસ હાઈકોર્ટે ‘નો કાસ્ટ, નો રિલિજિયન’ પ્રમાણપત્ર આપવાનો આદેશ આપ્યો, શાળામાં પ્રવેશ ન મળવા માટે કરાઈ હતી અરજી

Binas Saiyed
GSTV