GSTV
Home » News » એકતા કપૂરની વેબ સિરીઝના શૂટિંગ દરમ્યાન થયો હુમલો, માહિ ગીલને મેદાનમાં દોડાવી

એકતા કપૂરની વેબ સિરીઝના શૂટિંગ દરમ્યાન થયો હુમલો, માહિ ગીલને મેદાનમાં દોડાવી

આલ્ટ બાલાજીની વેબ સિરીઝના સેટ પર આવીને કેટલાક ગુંડાઓએ તોડફાડ અને મારપીટ કરી હતી. જે ગુંડાઓએ મારપીટ કરી હતી તે ગુંડાઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આઉટડોર શૂટિંગ પર હુમલો કરનારા ત્રણ લોકોની પોલીસે ધરપકડ કરી છે. આ અંગે પોલીસ અધિકારી કિશોર ખૈરનારે જણાવ્યું કે, અમે લોકોએ અલગ અલગ જગ્યાએથી આરોપીઓની ધરપકડ કરી છે. તેમને આઈપીસી કલમ 326, 143, 180ની કલમ લગાવી ધરપકડ કરવામાં આવી છે.

કિશોર ખૈરનારે આ અંગે જણાવ્યું કે, સ્થાનિક અદાલત બાદ ગુરૂવારે તેમને રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે. ખૈરનારે આ અંગે એ પણ કહ્યું કે, આ કેસ સાથે સંલગ્ન વધારે લોકોની ધરપકડ કરવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે.

જણાવી દઈએ કે એલટી બાલાજીની વેબ સિરીઝ ફિક્સરના સેટ પર ચાર લોકોએ આતંક મચાવ્યો હતો. તેમણે દારૂ પીધેલી હાલતમાં ઉપદ્રવ મચાવ્યો હતો. દંડા અને ઘોડબંદર દ્રારા ગુંડાઓએ સેટમાં તોડફોડ કરી હતી. જેના પરિણામે સેટ પર હાજર સૌ કોઈમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. હુમલામાં 10 કાસ્ટ અને સાથે ક્રૂ મેમ્બર પણ ઘાયલ થયા હતા.

હુમલા દરમ્યાન ફોટોગ્રાફી ડાયરેક્ટર સંતોષ થુંડિયલ પણ સામેલ છે.ત્યાં આ વેબ સિરીઝની એક્ટ્રેસ માહિ ગીલ આ હુમલો થતા ભાગવામાં સફળ થઈ હતી. જેમને કોઈ પણ પ્રકારની ઈજા નથી થઈ. ફિલ્મ મેકર અને એક્ટર તિગ્માંશુ ધુલિયાના જણાવ્યા પ્રમાણે વેબ સિરીઝના ડાયરેક્ટર સોહમ શાહ પણ ઘાયલ થયા હતા. જેમની હડપીચીમાં ટાંકા આવ્યા છે. હુમલા બાદ એસોસિએટ પ્રોડ્યુસર રાજવીર આહુઝાએ જણાવ્યું કે, ગુંડાઓએ સેટમાં હલ્લો મચાવતા ઘણી વસ્તુઓને નુકસાન પહોંચ્યું હતું.

આ હુમલા બાદ ફિલ્મ સાથે જોડાયેલી હસ્તીઓએ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરી હતી અને હુમલો કરનારા વિરોધ કડકમાં કડક કાર્યવાહી કરવાનું સૂચન કર્યું હતું.

READ ALSO

Related posts

Pro Kabaddi League 2019 :ન ચાલ્યો સિદ્ધાર્થ દેસાઈનો જાદૂ, યૂ મુંબાએ 6 પોઈન્ટથી જીત્યો મુકાબલો

Mansi Patel

Oppo K3નો પહેલો સેલ 23 જુલાઈએ, આ રીતે મેળવો 2000 રૂપિયા સુધીનો ફાયદો

Arohi

એક જ મહિનામાં હિમાને મળ્યો પાંચમો ગોલ્ડમેડલ, 400 મીટરની રેસમાં આવી પ્રથમ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!