GSTV
Auto & Tech Trending

તમારા સ્માર્ટફોનને ફેક એપથી બચાવવા માટે Google લાવ્યું નવુ ફીચર

Googleએ એક નવુ ફીચર રજૂ કર્યુ છે. આ ફીચર તમને ફેક એપ્સને ઓળખવામાં મદદરૂપ થશે. ખરેખર, ઘણી વખત યુઝર્સ ઈન્ટરનેટ ડેટા બચાવવાના ચક્કરમાં ફેક એપ ડાઉનલોડ કરી નાખે છે. પછી આ ફેક એપ ઘણી વખત યુઝર્સ માટે પરેશાનીનું કારણ બને છે. સ્માર્ટફોન યુઝર્સની આ સમસ્યાને ધ્યાનમાં રાખીને ગૂગલ એક નવુ ફીચર લાવ્યુ છે, જેનાથી યુઝર્સ ફેક એપને ઓળખી શકશે.

રસપ્રદ વાત એ છે કે ગૂગલનું આ ફીચર ઑફલાઈન પણ કામ કરશે. જેનો ફાયદો એ છે કે જેવી તમે કોઈ એપ ડાઉનલોડ કરો છો, ગૂગલ પ્લે આ એપને તાત્કાલિક વેરિફાઈ કરશે. આ ફીચર ગૂગલના પોતાના શેયરિંગ એપ, ફાઈલ ગો અને અક્ઝેન્ડર પણ મળી રહેશે. જેની મદદથી યુઝર્સ પોતાને ઑફલાઈન ડિસ્ટ્રીબ્યૂશન ચેનલ ડેવલેપરના રૂપમાં વિકસિત કરી  શકે છે.

હાલમાં જ ગૂગલ પ્લે સ્ટોર પર લગભગ 145 એપ્સ મેલિસસ માઈક્રોસોફ્ટ વિન્ડોથી પ્રભાવિત થયા છે. જોકે, આ એપ્સ એન્ડ્રોઈડ એપ્સ માટે નુકસાનકારક નથી. પરંતુ જેવા આ એપ તમારા પીસીના સંપર્કમાં આવે છે, આ તમારી સિસ્ટમને ખરાબ કરી શકે છે. તેથી ગૂગલનુ આ નવા ફીચર આવ્યા બાદ જો યુઝર શેયરઈટ, ફાઈલ હોય અથવા Xender પરથી કોઈ પણ ફેક એપ ડાઉનલોડ કરે છે તો યુઝરને અનસેફનું નોટિફિકેશન મળવા લાગશે. આ રીતે યૂઝરને એલર્ટ કરશે.

એન્ડૉઈડ યુઝરની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગૂગલે હાલમાં જ Intra નામનું વધુ એક સાઈબર સિક્યોરિટી એપ પણ લોન્ચ કરી છે. જેની મદદથી યુઝર્સ ડીએનએસના એટેકથી બચી શકે છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે આ એપ યૂઝર્સના ઈન્ટરનેટની સ્પીડને ધીમે કર્યા વગર મેલવેયર અને છેતરપિંડીથી બચાવવામાં મદદ કરી શકે છે.

Related posts

ઘઉંનો પાક ઘટવા છતાં ખાદ્યાન્નનું વિક્રમી 31.45 કરોડ ટન ઉત્પાદન થવાની ધારણા

GSTV Web Desk

તેમાં ઘમંડ નથી, આત્મવિશ્વાસ છે : રાહુલના આક્ષેપોનો જયશંકરનો જવાબ

GSTV Web Desk

ભયાનક વીડિયો: જર્મનીમાં 80KMની ઝડપે મોતનું તુફાન, વૃક્ષો હવામાં ઉડ્યા અને અનેક છતના તૂટવાથી મોટા પાયે નુકાસન

Zainul Ansari
GSTV