ગૂગલે લૉન્ચ કર્યો 4G ફીચર ફોન, જિયો ફોનને મળશે ટક્કર

ટેકનોલૉજીની દિગ્ગજ કંપની ગૂગલે છૂપીરીતે 4જી ફીચર ફોન લૉન્ચ કર્યો છે. ગૂગલના આ 4જી ફીચરનું નામ WizPhone WP006 છે. ગૂગલની પહેલા 4જી ફીચરની સીધી ટક્કર જિયો ફોન અને જિયો ફોન 2 સાથે થવાની છે. તો આવો જાણીએ છીએ ગૂગલનો પહેલો 4જી ફીચર ફોન WizPhone WP006ની ખાસિયતો અંગે.

ગૂગલ WizPhone WP006ની વિશિષ્ટતા

ગૂગલના વિઝફોન ડબ્લ્યૂપી006માં KaiOS ઑપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી છે. ગૂગલ WizPhone WP006 ફોનમાં જિયો ફોનની જેમ વ્હોટ્સએપ, ફેસબુક અને યૂટ્યૂબ જેવા એપ પણ કામ કરશે. જેમાં 2.4 ઈંચની ડિસ્પ્લે મળશે. આ ફોનમાં 1800mAhની બેટરી છે. આ સિવાય ફોનમાં ક્વૉલકૉમનું સ્નેપડ્રેગન 205 (MSM8905) પ્રોસેસર, 512 એમબી રેમ અને 4 જીબીની સ્ટોરેજ મળશે, જેને મેમરી કાર્ડની મદદથી વધારવામાં આવશે. ફોનમાં 2 મેગાપિક્સલનો રિયર અને 2 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે.

ઉલ્લેખનીય છે કે જિયો ફોનમાં પણ કાઈ ઓએસ જ છે. જોકે, ગૂગલે પોતાના 4જી ફીચર ફોનને ઈન્ડોનેશિયામં લૉન્ચ કર્યો છે અને ભારતમાં તેના લોન્ચિંગની હજી સુધી કોઇ ખબર નથી. ગૂગલના WizPhone WP006ની કિંમત IDR 99,000 એટલેકે લગભગ 500 રૂપિયા છે. આ ફોનમાં ગૂગલ આસિસ્ટન્ટને પણ સપોર્ટ આપવામાં આવ્યો છે અને ગૂગલ આસિસ્ટન્ટની મદદથી જ તમે કૉલ કરી શકો છો અને વીડિયો વગેરે પણ જોઇ શકો છો.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter