GSTV
Home » News » આ વખતે લોકસભાની ચૂંટણીમાં ગૂગલ પણ પગ પેસારો કરશે, જન-જન સુધી પહોંચશે જાહેરાતો

આ વખતે લોકસભાની ચૂંટણીમાં ગૂગલ પણ પગ પેસારો કરશે, જન-જન સુધી પહોંચશે જાહેરાતો

લોકસભાની ચૂંટણી પહેલા ગૂગલ એક એવી પ્રકિયા કરવા જઈ રહી છે કે જેમાં ગૂગલના પ્લેટફોર્મ પર ચૂંટણીની જાહેરાત કોણ ખરીદી રહ્યું છે અને કેટલા પૈસાનો ખર્ચ થઈ રહ્યો છે, તે અંગે માહિતી હશે. ગૂગલના જણાવ્યા પ્રમાણે માર્ચ 2019માં ઓનલાઈન એડ લાઈબ્રેરી શરૂ કરવામાં આવશે. જેમાં લોકો સર્ચ પણ કરી શકશે અને તેમાં ઓનલાઈન રાજકીય જાહેરાત સાથે સંકળાયેલી માહિતી પણ દેખાશે.

ગૂગલ તેનું વિડિયો સ્ટ્રીમિં પ્લેફોર્મ યુટયુબ, સર્ચ પેજ સિવાય એડ સેન્સ અને એડ વર્ડ દ્વારા જાહેરાત ચલાવે છે.લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગૂગલે તેની જાહેરાતની નીતીને પણ અપડેટ કરી છે. આ અંતર્ગત હવે ગૂગલના પ્લેટફોર્મ પર જાહેરાતો ચલાવવા માટે જાહેરાત આપનારે ચુનાવી આયોગ કે આયોગ દ્વારા અધિકૃત કોઈ પણ વ્યક્તિ પાસેથી પ્રી-સર્ટિફિકેટ લેવું જરૂરી હશે. ગૂગલે જણાવ્યું કે જાહેરાત આપવા માટે જાહેરાત આપનારની વેરીફીકેશનની પ્રક્રિયા 14 ફેબ્રુઆરીથી શરૂ થશે.

ડિજિટલ જાહેરાતના ખર્ચ પર રિપોર્ટ આપનાર ડેંતુસુ અજિસ નેટવર્કના જણાવ્યા પ્રમાણે, વર્તમાનમાં ઓનલાઈન જાહેરાત પર 10,819 કરોડ રૂપિયા ખર્ચ થાય છે. જે જાહેરાત ઈન્ડસ્ટ્રીના કુલ 17 ટકા છે. જયારે 2019માં આ ખર્ચ વધીને 14,281 કરોડ રૂપિયા થવાની શકયતા છે, જાહેરાત ઈન્ડસ્ટ્રીનો કુલ ખર્ચ 31.9 ટકા થશે. હવે આ રીતે ગૂગલ પણ ચૂંટણીનો ભાગ બનશે અને જાહેરાતો તમારી સુધી પહોંચાડશે.

READ ALSO

Related posts

ગ્લોબલ વોર્મિંગને કારણે 8 કરોડ નોકરીઓ નાબૂદ થશે, 2030 સુધીમાં ભારતની સ્થિતિ કાંઇક આવી હશે

Riyaz Parmar

હિમાલયમાં ઝડપથી ગ્લેશિયર પીગળવાનો સિલસિલો યથાવત, પાણીની તંગી સર્જાશે?

Riyaz Parmar

આઇસલેન્ડમાં જોવા મળ્યું જળવાયુ પરિવર્તનનું વરવું દ્રશ્ય, ધરતી માટે જોવા મળ્યા આ સંકેતો

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!