GSTV

હવે વર્ક ફ્રોમ હોમમાં નહી પડે મુશ્કેલી! Google એન્ડ્રોયડ-12માં કરશે ખાસ ફેરફાર, જાણો તમને શું મળશે ફાયદો

Work From Home

કોરોના વાયરસના કારણે મહત્તમ કંપનીઓ રિમોર્ટ લેવલ પર કામ કરી રહી છે. સુરક્ષા અને સ્વાસ્થ્યના કારણે કર્મચારીઓને ઘર પરથી જ કામ કરવા માટે કહેવામાં આવ્યુ છે. એવામાં વધારેમાં વધારે કર્મચારીઓ સાથે જોડાવવા માટે વર્ચુઅલ પ્રાઈવેટ નેટવર્ક થકી કામ કરવામાં આવી રહ્યુ છે. વીપીએનની વધતી માગને નવી પેઢીના વીપીએન પ્રોટોકોલ વાયરગાર્ડને જન્મ આપ્યો છે. હવે Google એ પણ એન્ડ્રોયડ-12ના લિનક્સ કર્નેલમાં વાયરગાર્ડના સપોર્ટને જોડવાનું કહ્યુ છે. તેનો મતલબ છે કે, બધા એન્ડ્રોયડ 12 સ્માર્ટફોન વીપીએન સિસ્ટમની સાથે આવશે. જણાવી દઈએ કે, iOS સ્માર્ટફોનમાં આ ફીચર પહેલાથી જ હાજર છે.

બાકીની સરખામણીએ વધારે તેજ વાયરગાર્ડ પ્રોટોકોલ

વાયરગાર્ડ યૂઝર્સને દૂરસ્થ નેટવર્કથી કનેક્ટ કરવા દરમિયાન તેમની પ્રાઈવેસી, સુરક્ષા અને વધુ તેજ ગતિથી કામ કરવા માટે અત્યાધુનિક ક્રિપ્ટોગ્રાફી ધોરણોનો ઉપયોગ કરે છે. પ્રોટોકોલાં કોડની 4 હજાર કોડની ખૂબ જ ઓછી લાઈનો હોવા છતા વાયરગાર્ડ એક નવા વીપીએને પ્રોટોકોલ છે અને અન્ય પ્રોટોકોલની સરખામણીમાં તેજ માનવામાં આવી રહ્યા છે.

વીપીએન પ્રોટોકોલ કોડની 1,00,000 લાઈનો પર ચા

તેની સરખામણીમાં ઓપન વીપીએન નામક એક અન્ય વીપીએન પ્રોટોકોલ કોડની 1,00,000 લાઈનો પર ચાલે છે. રિલીઝના તરત બાદ વાયરગાર્ને લિનક્સ કર્નેલમાં જોડવામાં આવ્યુ અને લિનક્સ 5.6 માં ઉપલબ્ધ કરાવવામાં આવ્યુ છે. કારણ કે, એન્ડ્રોયડ હજુ લિનક્સ પર આધારિત છે. હવે Google એ હાલમાં જ એન્ડ્રોઈડકોમન કર્નેલમાં એન્ડ્રોયડ 12ના લિનક્સ 5.4 અને 4.19 માં ઘણા નવા પરિવર્ધન જોડ્યા છે. આ નવા પરિવર્ધનોમાં વાયરગાર્ડ વીપીએને પ્રોટોકોલ પણ સામેલ છે.

આ રીતે કરશે કામ

એક રીપોર્ટ પ્રમાણે એક લિનક્સ કર્નેલ ડેવલપરનું કહેવુ છે કે, વાયરગાર્ડ એન્ડ્રોયડ 12માં એક સાધારણ નેટવર્ક ડિવાઈસ ડ્રાઈવરના રૂપમા ઉપલબ્ધ હશે. દર નવા એડ્રોયડ રિલીઝની સાથે ગૂગલ લિનક્સ કર્નેલને સપોર્ટ કરશે. ઉદાહરણ માટે એન્ડ્રોયડ 11માં લિનક્સ કર્નેલ 4.14 અને 4.19 નો વપરાશ હોય છે. એન્ડ્રોયડ 12માં સંભવિત રૂપથી 4.19 અને 5.4 લિનક્સ કર્નેલનો વપરાશ થશે. હાલમાં ફ્લેગશિપ એન્ડ્રોયડ ડિવાઈસ લિનક્સ કર્નેલ 4.19 પર રન કરે છે અને એન્ડ્રોયડ 12 લિનક્સ 5.4 પર રન કરશે. નીચેના સ્તર મોડલ લિનક્સ 4.19 રન પર કરશે. બંનેમાં જ વાયરગાર્ડ સપોર્ટ હશે.

READ ALSO

Related posts

GO CORONA GO / કોરોનાને ભગાડવા માટે સાધૂ મહારાજે કર્યો અન્નનો ત્યાગ, માથા પર ઉગાડી દીધા જ્વારા

Pravin Makwana

લવ જેહાદ વિરુદ્ધ કાયદાને લઈને અસદુદ્દીન ઓવૈસી અને ગીરીરાજસિંહ આમને સામને

Nilesh Jethva

ITની રડાર પર કોંગ્રેસ હેડક્વાર્ટર/ 106 કરોડ રૂપિયાનાં બિનહિસાબી રોકડનાં વિતરણનો ઘટસ્ફોટ, સોનિયા ગાંધી પાસે માગ્યો જવાબ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!