GSTV

ગુગલ રેકોર્ડ કરી રહ્યું હતું તમારો અવાજ, હવે વગર પુછ્યે નહીં કરી શકે સેવ

ગુગલ આસિસ્ટેંટને તમે જે પણ વોઈસ કમાંડ બોલીને આપો છો તે સારી રેકોર્ડિંગ્સ કંપની એક જગ્યાએ સ્ટોર કરી લે છે. કોઈ યુઝર્સને આ વાતની જાણકારી નથી અને તેના તરફથી બોલવામાં આવેલો ઓડીયો ગુગલ સિસ્ટમ રેકોર્ડ કરે છે. જો કે, ગુગલે પોતાની ડિફોલ્ટ સેટિંગમાં ફેરફાર કર્યો છે. અને યુઝરથી પુછીને જ તે તેનો અવાજ રેકોર્ડિંગ્સ ગુગલની સીસ્ટમમાં સ્ટોર કરવા માંગે છે કે નહીં તે પુછશે.

પાછલા વર્ષે થયો હતો વિવાદ

યુઝર્સે વોઈસ એન્ડ ઓડિયો એક્ટિવીટી ઈનેબલ કરવી પડશે. જે બાદ તેના ઓડિયો ગુગલની પાસે સેવ થશે. જો કે, પાછલા વર્ષે સામે આવ્યું હતું કે ગુગલ અને બાકીની ટેક કંપનીઓ યુઝર્સના ઓડિયો રેકોર્ડ, સ્ટોર રિવ્યુ કરે છે. તેના ઉપર વિવાદ થયો હતો. કંપનીઓ યુઝર્સની ઓડિયો રેકોર્ડિંગ્સ સ્ટોર કરવા માટે વધારે ટ્રાન્સપરેન્ટ થઈ છે. અને પોતે યુઝર સેટીંગમાં ફેરફાર કરી શકે છે.

સારા રિસ્પોન્સ માટે રિવ્યું

એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ગુગલે પોતાના ગુગલ આસીસ્ટન્ટ, સ્માર્ટ સ્પીકર્સ અને બાકીની એપ્લીકેશનને ઈન્ટરકનેક્ટ કરનારા યુઝરને ઈમેઈલ મોકલી રહ્યું છે. કંપની તરફથી કહેવામાં આવી રહ્યું છે કે, રેકોર્ડિંગ્સનું એનાલિસીસ કરીને આસિસ્ટન્ટ તરફથી મળનારા રિસ્પોન્સને સારૂ બનાવી શકાય છે. ગુગલ વિના યુઝર્સની ઓળખ શેર કરેલા આ રેકોર્ડિંગ્સનો રિવ્યુ કરે છે અને જ્યારે તેની સહમતી મળે છે ત્યારે જ તેના રેકોર્ડિંગ્સને સ્ટોર કરવામાં આવે છે.

Related posts

રિલાયન્સ જિયોના આ એક પગલાથી ટૂટી ગયા એરટેલ અને Viના શેર, જાણો તે પાછળના કારણો

Mansi Patel

કૃષિ બિલ / મોદી સરકારના 6 મંત્રીઓ કરેલી પ્રેસ કોન્ફરન્સ પર પાણી ફરી વળ્યું, છેલ્લા 6 વર્ષમાં સૌથી ઓછા ભાવ આ વખતે આપ્યા

Pravin Makwana

રાજ્ય બહારના કામદારોને હવે મુસાફરી ભથ્થું આપવું પડશે, 3 મજૂર બીલ પસાર થયા, કામદારોનું શોષણ હવે હદ વટાવશે

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!