Googleએ કર્યો આ મોટો ફેરફાર, તમારા કૉલ અને SMS રહેશે સુરક્ષિત

Google+ ડેટા લીક બાદ Google પોતાની નવી પ્લે સ્ટોર પૉલિસી લઈને આવ્યું છે. Googleની આ પૉલિસી યુઝર્સ માટે ખૂબ જ ફાયદાકારક છે. નવી પૉલિસી હેઠળ ભારતમાં શૉપિંગ, ન્યૂઝ, પેમેન્ટસ, ગેમિંગ અને બીજા સેગમેન્ટના ટૉપ એપ્સ માટે મોટા ફેરફાર કર્યા છે. યુઝર્સની પ્રાઈવસી નક્કી કરવા માટે નવી પૉલિસીને આ રીતે તૈયાર કરવામાં આવી છે કે Appsને યુઝરની કૉલ લૉગ (ફોન કૉન્ટેક્ટ લિસ્ટ), SMS, કેલેન્ડર ઈવેન્ટ અને બીજી વસ્તુઓ સુધી પહોંચ બનાવવામાં ઘણી મુશ્કેલી થશે.

ફક્ત પોતાના કામની પરમિશન માંગી શકશે એપ

વર્તમાન સમયમાં ઘણી એપ ડાઉનલોડ પહેલા યુઝર્સ પાસેથી સારી મંજૂરી માંગે છે. જોકે, આ બધી વિગતો તેમના કામનો હિસ્સો નથી. યુઝર્સ પણ આ એપને ડાઉનલોડ કરવા માટે મંજૂરી આપે છે. તેમને એવું લાગે છે કે જો તેઓ પરમિશન નહીં આપે તો આ એપ યોગ્ય રીતે કામ કરતી નથી. નવી પ્લે સ્ટોર પૉલિસી હેઠળ એપ યુઝર પાસેથી ફક્ત તે વસ્તુની પરમિશન માંગી શકશે, જે તેના કામકાજ માટે ખૂબ જ જરૂરી છે.

રોકાશે સેન્સિટિવ કૉલ અને ટેક્સ્ટ ડેટાનું લીકેજ

કોઈ Phone એપ, કોન્ટેક્ટ લિસ્ટ અને ફોન કૉલ સાથે જોડાયેલી પરવાનગી માંગી શકે છે. તો મેસેજિંગથી જોડાયેલી એપ ફક્ત મેસેજ સાથે જોડાયેલી મંજૂરી માંગી શકશે. Flipkart અથવા Amazon જેવી શૉપિંગ એપ અથવા Makemytrip જેવી ટ્રાવેલ એપ હવે યુઝરને કૉલ લૉગ અથવા ફોન કૉન્ટેક્ટ લિસ્ટની મંજૂરી માંગી શકશે નહીં. પેમેન્ટસ એપ તમારી પાસે SMS સુધી પહોંચ બનાવવાની મંજૂરી માંગી શકશે નહીં, કારણકે આ તેમનું મુખ્ય કામકાજનો ભાગ નથી. ગૂગલની નવી પૉલિસીનો હેતુ થર્ડ પાર્ટી એપ્સ દ્વારા સેન્સિટીવ કૉલ અને ટેક્સ્ટ ડેટાના લીકેજને રોકવાનો છે. આ ઘટનાક્રમ ભારત માટે ખૂબ જ અગત્યનો છે, કારણકે આ અમેરિકા અથવા યૂરોપની સરખામણીએ મોટા પાયાપર Android માર્કેટ છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter