વર્તમાન સમયમાં આપણને આપણા સવાલોના જવાબ GOOGLE પર મળી જાય છે. નાની નાની વાતો માટે આપણે GOOGLEની મદદ લઈએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે તમને દરેક સવાલના જવાબ આપનાર GOOGLE તમારા પર 24 કલાક નજર રાખે છે. પછી ભલે તમને વાંચવામાં અને સાંભળવામાં આ થોડૂ અજીબ લાગે પરંતુ સચ્ચાઈ એજ છે કે GOOGLE પોતાના સ્માર્ટફોન યૂઝર્સનું લોકેશન ટ્રેક કરે છે અને તેમના અંગે દરેક જાણકારી રાખે છે.

હકીકતમાં GOOGLE તમામ સ્માર્ટફોન યૂઝર્સના ફોન પર નજર રાખે છે અને તેમનું લોકેશન પણ હંમેશા ટ્રેક કરતું રહે છે. આ સાથે જ તે તમારી સર્ચ હિસ્ટ્રી અને ફોનના ઉપયોગના પ્રકારના હિસાબે તમને જાહેરત પણ મોકલે છે. આ ઉપરાંત કંપનીનું કહેવું છે કે, તે પોતાની સર્વિસને વધુ સારી કરવા માટે યૂઝર્સના ડેટાનો ઉપયોહ કરે છે જેનાથી તે યૂઝર્સને વધુ સારી સુવિધા આપી શકે. પરંતુ જો તમે ઈચ્છતા નથી કે GOOGLE તમારું લોક્શન ટ્રેક કરે તો તેને ફોનના સેટિંગમાં જઈને બંધ પણ કરી શકો છો. જેથી તે તમને ટ્રેક કરી શકશે નહીં. તો ચાલો જાણીએ કે કેવી રીતે તમે ફોનનું લોકેશન બંધ કરી શકો છો.
લોકેશન ટ્રેકિંગને આ રીતે કરો બ્લોક
તમને જણાવી દઈએ કે, લોકેશન ટ્રેકિંગને બંધ કરવા માટે તમને ફોનમાં બે ઓપ્શન મળશે તેમાં જો તમે પ્રથમ ઓપ્શન પસંદ કરો છો તો તાં દરેક એપ્સ માટે લોકેશન ડેટા પરમિશન બ્લોક થઈ જશે. ત્યાં જ બીજી તરફ માત્ર GOOGLE માટે જ પરમિશન બ્લોક થશે.

- પ્રથમ ઓપ્શનમાં લોકેશનની પરમિશન બ્લોક કરવા માટે સૌ પ્રથમ સ્માર્ટફોન સેટિંગ્સને ઓપન કરો. અને ત્યાં લોકેશન ડેટા પર ક્લિક કરો. ત્યારબાદ તમે લોકેશન પરમિશનને ડાબી તરફ સ્વાઈપ કરી ટર્ન ઓફ કરી શકો છો. ત્યાં જ જો લોકેશન પરમિશનને ટર્ન ઓન કરવા માટે તમે ત્યાંથી જ તેને ઓન કરી શકો છો.
- બીજા ઓપ્શનમાં પરમિશન બ્લોક કરવા માટે તમારે GOOGLE અકાઉન્ટના લોકેશન હિસ્ટ્રી ફીચરને ટર્ન ઓફ કરવું પડશે. તેનાથી લોકેશન ટ્રેનિંગ સમગ્ર રીતે બંધ થઈ જશે. આ રીતે તમે તમામ GOOGLE એપ્સ અને સર્વિસને સિંગલ સ્વાઈપમાં બંધ કરી શકો છો. તેને ટર્ન ઓફ કરવા માટે તમારે GOOGLE અકાઉન્ટમાં જવું પડશે અને ફરી તેના સેટિંગ વિકલ્પ પર ક્લિક કરવું પડશે. તેમાં તમને મેનેજ યોર ગૂગલ અકાઉન્ટનો ઓપ્શન મળશે. તેના પર ક્લિક કરો અને પછી GOOGLE ACCOUNTના પ્રાઈવેસી એન્ડ પર્સનલાઈઝેશન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ એક્ટિવિટી કંટ્રોલમાં લોકેશન હિસ્ટ્રી પર ક્લિક કરો, ત્યાર બાદ તમે ડાબી સાઈટ સ્વાઈપ કરો અને પછી તમારી લોકેશન હિસ્ટ્રી ટર્ન ઓફ થઈ જશે.
READ ALSO
- નવા સ્ટેડિયમની પીચની કમાલ : ફટાફટ વિકેટો પડી, બે દિવસમાં ખેલ ખતમ, અંગ્રેજોની નાલેશીજનક હાર!
- ‘સરકારનું અનાજ ખાધું છે માટે ઋણ તો ચૂકવવું પડે’ કહી મતદારને તગેડી મૂક્યો, સંખેડાના ધારાસભ્યનો બફાટ
- પાકિસ્તાનને સૌથી મોટો ઝટકો: ઈમરાન ખાનના ધમપછાડા છતાં એક પણ ન ચાલી, હમણા રહેશે ગ્રે લિસ્ટમાં
- લીંબ ગામે જાનૈયા પર અસામાજીક તત્વોએ પથ્થરમારો કરતા અફરાતફરી, ખડકી દેવાયો પોલીસનો કાફલો
- ધર્મસંકટ: પેટ્રોલ-ડીઝલના વધતા ભાવો પર નિર્મલા સીતારમણે આપ્યા આવા જવાબ, સરકારનો મત રજૂ કર્યો