લ્યો બોલો! નિષ્પક્ષ ચૂંટણી કવરેજ માટે ભારતીય પત્રકારોને ટ્રેનિંગ આપશે Google

ભારતમાં લોકસભા ચૂંટણી નજીક છે અને Googleએ આ સંદર્ભે એક જાહેરાત કરી છે. ચૂંટણી કવરેજ સાથે જોડાયેલા ઑનલાઈન વેરિફિકેશન અને ફેક્ટ ચેકિંગ, ડિજિટલ સેફ્ટી એન્ડ સિક્યોરિટી, યૂ-ટ્યૂબ પર ઇલેક્શન કવરેજ અને ડેટા વિજ્યુલાઇઝેશનને લઇને ગૂગલ ભારતના પત્રકારોને ટ્રેનિંગ આપશે. ગૂગલે ગયા વર્ષે પણ પત્રકારોને ફેક ન્યૂઝની સામે કામ કરવા માટે શિક્ષણ આપ્યું હતું.

ગૂગલ ન્યૂઝ ઈનિશિએટીવે થર્ડ પાર્ટી ઑર્ગેનાઈઝેન્સ ડેટાલીડ્સ અને ઈન્ટરન્યૂઝની સાથે મળીને 26 ફેબ્રુઆરીથી 6 એપ્રિલની વચ્ચે ટ્રેનિંગ સેશન્સ આયોજીત કરવાનો નિર્ણય કર્યો છે. એક નિવેદનમાં કંપનીએ કહ્યું કે દેશભરના 30 શહેરોમાં સેશન અંગ્રેજી, હિન્દી, મલયાલમ, બાંગ્લા, કન્નડ, ગુજરાતી, ઉડિયા, તમિલ, તેલુગૂ અને મરાઠી ભાષાઓમાં આયોજીત થશે. જેમાં હજારો પત્રકારોને ટ્રેનિંગ આપવામાં આવશે.

એશિયા પેસિફિકની ગૂગલ ન્યૂઝ લેબ લીડ ઇરેન જે લિઉએ કહ્યું, ‘ગૂગલ ન્યૂઝ ઈનિશિએટીવે ભારતીય પત્રકારોને સપોર્ટ કરવામાં ગર્વ છે, કારણકે તેઓ આગામી ચૂંટણીની તૈયારી કરી રહ્યાં છે. 2016થી અત્યાર સુધી ગૂગલે 40 શહેરોમાં 200થી વધુ ન્યૂઝરૂમના 13 હજારથી વધુ ભારતીય પત્રકારોને ટ્રેનિંગ આપી છે.’ ઈલેક્શન કવરેજની તૈયારીમાં રહેલા વર્કિગ જર્નાલિસ્ટ અને ફ્રીલાન્સર્સ ઈન ફ્રી ટ્રેનિંગ વર્કશોપ્સ માટે એપ્લાય કરી શકે છે.

ગૂગલે ગયા વર્ષે ઑનલાઈન વેરીફિકેશન અને ફેક્ટ-ચેકિંગ પર આધારીત પોતાનું ‘ગૂગલ ન્યૂઝ ઈનિશિએટીવ ટ્રેનિંગ નેટવર્ક’ લૉન્ચ કર્યુ હતું. છ મહિનામાં નેટવર્કે સાત ભાષાઓમાં 241 ટ્રેનર્સની મદદથી 40 શહેરોમાં 5260 પત્રકારોને તેની ટ્રેનિંગ આપી હતી. 2019માં ગૂગલે આ પ્રોગ્રામમાં 10,000 પત્રકારોને ટ્રેનિંગ આપવાનો ઉદ્દેશ્ય રાખ્યો છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter