GSTV
Gujarat Government Advertisement

GOOGLE નું નવું ફિચર્સ, અહીં કોરોના વેક્સિન સાથે જોડાયેલી માહિતી આ રીતે મળશે

Last Updated on May 11, 2021 by Harshad Patel

દેશભરમાં કોરોના વાયરસે હાહાકાર મચાવી રાખ્યો છે. એવામાં કેટલીક કંપનીઓ એમાં મદદ માટે સામે આવી રહી છે. ટેકનોલોજી કંપનીો પણ એને લઈને નવા નવા ફિચર્સ લોન્ચ કરી રહી છે. હવે ટેક જાયન્ટ કંપની ગુગલનું નામ પણ એમાં જોડાઈ ગયું છે. કોવિડ19 રિલેટેડ સર્ચ જેવા કે વેક્સિન અને તેના રજીસ્ટ્રેશનને લઈને તમે સરળતાથી ગુગલ પર જોઈ શકો છો.

ગુગલ મેપ પર ક્રિટિકલ રિસોર્સ જેવી હોસ્પિટલ બેડ્સ સહિતની સુવિધાઓ યુઝર્સને બતાવશે

આ ફિચરથી દેશભરમાં ગુગલ મેપ પર ક્રિટિકલ રિસોર્સ જેવી હોસ્પિટલ બેડ્સ અને મેડિકલ ઓક્સિજન ક્રાઉડ સોર્સ જાણકારીના આધાર પર યુઝર્સને બતાવવામાં આવશે. ગુગલે એમ પણ કહ્યું કે આ નોન પ્રોફિટ ઓર્ગેનાઈઝેશન જેવા કે GiveIndia, Charities Aid Foundation India, GOONJ અને United Way of Mumbaiમાં ફંડ જમા કરાવવામાં મદદ કરી રહ્યા છે.

યુઝર્સને કોવિડ19થી લડવા માટે સપોર્ટ આપવાનું

જે સૌથી વધારે જરૂરી ફિચર્સ કંપની તરફથી જારી કરવામાં આવ્યા છે. તેમાં યુઝર્સને કોવિડ19થી લડવા માટે સપોર્ટ આપવાનું છે. જ્યારે યુઝર્સ ગુગલ સર્ચ પર વેક્સિનને લઈને સર્ચ કરી શકશે. તો તેને અન્ય કેટલિય માહિતીઓ પણ આપવામાં આવશે. એમાં વેક્સિન સેફ્ટિ, સાઈડ ઈફેક્ટ, રજિસ્ટ્રેશન જેવી ડિટેઈલ સામેલ હશે. એના પર કોરોના વેક્સિનના રજીસ્ટ્રેશન માટે કોવિન પોર્ટલ પર જવા માટેની લિંક પણ આપવામાં આવશે.

લેટેસ્ટ અપડેટ ઉપરાંત એના પર સેલ્ફ કેયર, ટ્રિટમેન્ટ, બચાવ જેવા ઉપાયો પણ આપવામાં આવ્યા

GOOGLE SEARCH પર વેક્સિનને લઈને લેટેસ્ટ અપડેટ ઉપરાંત એના પર સેલ્ફ કેયર, ટ્રિટમેન્ટ, બચાવ જેવા ઉપાયો પણ આપવામાં આવ્યા છે. આ જાણકારી યુઝર્સને ત્યારે દેખાશે. જ્યારે તે કોવિડ19 સર્ચ કરશે. એમાં તમામ ડિટેઇલ્સ ઓર્થોરાઈઝ્ડ મેડિકલ સોર્સ અને મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરની તરફથી મળેલી જાણકારીના આધારે આપવામાં આવશે.

વેક્સિનેશનને વેગ આપવા માટે DOODLE બનાવ્યું હતું

ગત વર્ષે ગુગલે કંઈક આવા પ્રકારના ફિચર જારી કર્યા હતા. તેમાં ગુગલ પર યુઝર્સ નજીકના ટેસ્ટ સેન્ટરો પર સરળતાથી સર્ચ કરી શકતા હતા. હાલમાં જ ગૂગલમાં પોતાના પેજ પર વેક્સિનેશનને વેગ આપવા માટે DOODLE બનાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

GTUના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ કર્યો આપઘાત, નાપાસ થતા ડિપ્રેશનમાં સપડાયો હતો

Zainul Ansari

પ્રખ્યાત ડેટિંગ એપ્લિકેશન Bumbleએ બંધ કરી તેની ઓફિસ, વર્કર્સને આપ્યો 1 અઠવાડિયાનો Paid Break; જાણો આનું કારણ

Vishvesh Dave

જોયા જેવી થઈ / નેતાગીરી તારી પાસે રહેવા દે કહી ભાજપના મહિલા કોર્પોરેટર અને તેના પતિને માર માર્યો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!