GSTV
Home » News » નવી Android અપડેટ માટે ગૂગલે ભર્યા આ પગલાઓ, તમને થશે ફાયદો

નવી Android અપડેટ માટે ગૂગલે ભર્યા આ પગલાઓ, તમને થશે ફાયદો

આવતા વર્ષે કદાચ એન્ડ્રોઈડ સ્માર્ટફોન બનાવતી કંપનીઓ તેમના દરેક સ્માર્ટફોનમાં Androidનું લેટેસ્ટ વર્ઝન આપશે.  Android 10 સપ્ટેમ્બરમાં લોન્ચ થયુ છે. અને હાલમાં અમુક જ કંપનીઓ એવી છેકે જેણે પોતાના લેટેસ્ટ સ્માર્ટફોન માટે Android 10 સપોર્ટ આપવાની જાહેરાત કરી છે.

XDA Developersના એક રિપોર્ટ મુજબ આવતા વર્ષે એટલેકે, 31 જાન્યુઆરી 2020થી ગૂગલ સ્માર્ટફોન મેકર્સને ત્યારે જ પોતાની સર્વિસ (Google Mobile Service) યુઝ કરવા દેશે જ્યારે તેઓ પોતાનું સોફ્ટવેરને Android 10 પર કસ્ટમાઈઝ કરશે. જોકે, તેમાં પણ પેચ છે, જેનો ફાયદો કંપનીઓ ઉઠાવી શકે છે.

આ પગલા સાથે, ગૂગલ તમામ સ્માર્ટફોન ઉત્પાદકોને યુઝર્સને નવું સોફ્ટવેર અપડેટ્સ આપવા માટે કહેશે. આ અપડેટ્સમાં સુરક્ષા અપડેટ્સ શામેલ છે જે સ્માર્ટફોનની સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે. રિપોર્ટ અનુસાર, ગૂગલના દસ્તાવેજમાં જણાવાયું છે કે એન્ડ્રોઇડ બિલ્ડને 31 જાન્યુઆરી પહેલા મંજૂરી હોવી જોઈએ, એટલે કે, અમુક હદે એ પણ શક્ય છે કે કંપનીઓ હજી પણ જૂના એન્ડ્રોઇડ સાથે ફોન લોન્ચ કરી શકે, પરંતુ આ માટે તેમણે સોફ્ટવેર તૈયાર રાખવું પડશે.

રિપોર્ટ્સ અનુસાર ગૂગલ એન્ડ્રોઇડને લઈને મંજૂરીમાં કેટલાક ફેરફાર કરી રહ્યું છે. XDA ડેવલપર્સના જણાવ્યા અનુસાર, 3 સપ્ટેમ્બર, 2019 પછી લોન્ચ થયેલા Android 9 Pie અને Android 10 પર ચાલતા સ્માર્ટફોનમાં પેરેન્ટ કંટ્રોલ સાથે ડિજિટલ વેલબિંગ આપવામાં આવશે. મોબાઈલ મેન્યુફેક્ચર કરતી કંપનીઓ Google Digital Wellbeing એપને ઈનબિલ્ટ આપવા માટે ઓપ્ટ કરી શકે છે.

READ ALSO

Related posts

કરીનાથી લઇને દીપિકા સુધી, આ અંદાજમાં મતદાન કરવા પહોંચ્યા બી-ટાઉન સ્ટાર્સ

Bansari

હોમગાર્ડના જવાનોએ નકલી પીએસઆઈ ઝડપ્યો, બજારમાં આપતો હતો દમદાટી

Nilesh Jethva

અમદાવાદની અમરાઈવાડી બેઠક પર મતદાન સમયે બોલાચાલી, પાંચ યુવકોની અટકાયત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!