GSTV

Googleએ ક્રોમ એપ્સનું સપોર્ટ બંધ કરવાની કરી જાહેરાત, આ છે ટાઈમલાઈન

ગૂગલ ક્રોમ એપ્લિકેશન બંધ થઈ રહી છે. કંપનીએ જાહેરાત કરી છે કે આ એપ્લિકેશનો આગામી સમયમાં તમામ પ્લેટફોર્મ પર કામ કરવાનું બંધ કરશે. હવે ગૂગલ ક્રોમ વેબ સ્ટોર પર નવા સબમિશસ લેવામાં આવશે નહીં. જો કે, આનો અર્થ એ નથી કે તેઓ હવે સંપૂર્ણપણે ખતમ કરી દેવામાં આવશે.

કંપની માર્ચ 2020 થી આ પગલાં લેશે એટલે કે ત્યારથી સબમિશન બંધ થઈ જશે. સબમિશંસ બંધ થવાની સ્થિતિમાં, ડેવલોપર્સ આ પ્લેટફોર્મ પર નવી એપ્લિકેશનો લાવી શકશે નહીં. જૂની એપ્લિકેશનો હજી ચાલશે. સારી વાત એ છે કે ડેવલોપર્સ જૂન 2022 સુધી હાલની એપ્લિકેશન્સમાં અપડેટ્સને પુશ આપવાનું ચાલુ રાખશે.

ગૂગલે ટાઈમલાઈન બહાર પાડી છે અને કહ્યું છે કે આ એપ્સ કામ કરવાનું ક્યારે બંધ કરશે. જૂન 2022 પછી ગૂગલ ક્રોમ એપ્લિકેશન્સ કામ કરશે નહીં. જો તમને ક્રોમ એપ્લિકેશન્સ વિશે ખબર નથી, તો પછી જણાવી દઈએ કે આ વાસ્તવમાં વેબ બેસ્ડ એપ્લિકેશનો છે, જેને તમે Chrome માં ઇન્સ્ટોલ કરી શકો છો. ગૂગલના જણાવ્યા મુજબ, ક્રોમ એપ્લિકેશન્સને વેબ એપ્લિકેશન્સ અને દ્વારા બદલવામાં આવશે.

ગૂગલના જણાવ્યા મુજબ, Windows, Mac અને Linux જેવી તમામ જગ્યાએથી તેનો સપોર્ટ જૂન 2020થી બંધ કરવામાં આવશે. જો કે, શિક્ષણ અને એન્ટરપ્રાઇઝ ગ્રાહકો માટે, તે ડિસેમ્બર 2020 સુધી સપોર્ટેડ રહેશે.

ગૂગલ ક્રોમ એપ્લિકેશન્સ સામાન્ય રીતે લોકો વધારે ઉપયોગ કરતા નથી. ગૂગલ ક્રોમનું પોતાનો એક સ્ટોર છે જ્યાં આ એપ્લિકેશનો ઉપલબ્ધ છે. ગૂગલ ક્રોમમાં એક્સ્ટેંશન પણ છે જે ગૂગલ ક્રોમ એપ્સ જેવી જ  હોય છે.

READ ALSO

Related posts

ગુજરાતની આ કંપનીની કોરોના વેક્સિનના ક્લિનિકલ ટ્રાયલને અમેરિકામાં મંજૂરી, કોને રસી અપાઇ તેનો રેકોર્ડ રહે તેવી સિસ્ટમ પણ વિકસાવી

Bansari

સુરત/ મહાપાલિકાએ પારલે પોઇન્ટ સ્થિત સરગમ કોમ્પ્લેક્ષને કર્યુ સીલ, ફ્લેટો સહીત દુકાનોના તમામ જોડાણ પર કર્યા કટ

pratik shah

સુરત/ લાજપોરની જેલમાં બંધ નારાયણ સાંઈના 14 દિવસના જામીન થયા મંજૂર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!