બંધ કરાઈ Google Allo મેસેજિંગ એપ, હવે મેસેજ એપ પર મળશે અમૂક ફીચર્સ

Google Allo

મોબાઈલ મેસેજિંગ એપ Google Allo માં ઈનવેસ્ટમેન્ટ અને ઈમ્પ્રુવમેન્ટ્સ બાદ આખરે ગૂગલે તેને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. 2016ના ફેનફેરમાં લૉન્ચ કરવામાં આવેલી આ એપને યૂઝર્સ તરફથી ઘણી સારી પ્રતિક્રિયાઓ મળી નથી, જેને પગલે કંપનીએ આ નિર્ણય કર્યો છે. The Vergeએ પોતાના રીપોર્ટમાં લખ્યું છે કે Alloની સત્તાવાર વેબસાઈટ પર જોવા મળી રહેલા બેનર મુજબ 12 માર્ચ તેને ચાલવાનો છેલ્લો દિવસ હતો.

Alloના પેજ પર જોવા મળી રહેલા બેનરમાં લખ્યું છે, ‘અમારી સાથે રહેવા દરમ્યાન ગૂગલ આસિસ્ટન્ટ, Allo for Web અને સેલ્ફી સ્ટિકર્સ જેવા ફીચર્સની સાથે ચેટ કરવાની સ્માર્ટ પદ્ધતિ લઇને આવ્યાં, પરંતુ આ એપ બંધ કરાઈ રહી છે. ગયા વર્ષે એપ્રિલમાં ગૂગલ કોમ્યુનિકેશન્સ ગ્રુપના હેડ અનિલ સબરવાલે મીડિયાને કહ્યું હતું કે એક પ્રોડક્ટ તરીકે Allo તે સ્તર સુધી પહોંચી નથી, જેની આશા કંપનીએ આ એપથી કરી હતી.

આ એપ ભલે વધારે સફળ રહી નથી પરંતુ ગૂગલે તેના સ્માર્ટ રીપ્લાય અથવા ડેસ્કટૉપ સપોર્ટ જેવા ઘણાં ફીચર્સ એન્ડ્રોઈડ મેસેજિંગ એપમાં ઉમેર્યા છે. બેનરમાં લખ્યું છે, ‘અમે તમારા મનપસંદ ફીચર્સને મેસેજિંગ એપ પર લાવવા માટે કામ કરી રહ્યાં છે, જેના દ્વારા તમે મિત્રોની સાથે સારું કોમ્યુનિકેશન કરી શકશો. જો તમારી પાસે એન્ડ્રોઈડ ફોન છે તો અમે આશા કરીએ છીએ કે તમે મેસેજિંસ એપ ટ્રાઈ કરશો.’

એક ઈન્સ્ટન્ટ મેસેજિંગ મોબાઈલ એપ તરીકે Alloના એન્ડ્રોઈડ અને આઈઓએસ પર અને ગૂગલ ક્રોમ, મોજિલા ફાયરફૉક્સ અને ઓપેરા બ્રાઉઝર્સ પર વેબ ક્લાઈન્ટ તરીકે લૉન્ચ કરવામા આવ્યું હતું. Alloના બંધ થયા બાદ ગૂગલ હવે રિચ કોમ્યુનિકેશન સર્વિસ (આરસીએસ) પર ધ્યાન કેન્દ્રીત કરવાનું છે. ગૂગલ એન્ડ્રોઈડ તો સક્સેસફૂલ મેસેજિંગ એપ આપવા માટે હવે ઘણાં ફીચર્સ તેમાં એડ કરશે.

The Vergeએ કહ્યું કે આ એપ યૂનિવર્સલ નથી, પરંતુ ગૂગલ હવે ફક્ત એક સિંગલ મેસેજિંગ એપ પર ધ્યાન કેન્દ્રીત કરશે. એવામાં શક્ય છે કે તેમને સારો રીસ્પોન્સ મળે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter