GSTV

મોટો નિર્ણય/ Googleએ અફઘાન સરકારના ઇમેલ એકાઉન્ટ્સ કર્યા બંધ, કંપનીને આ છે સૌથી મોટો ડર

Google

Last Updated on September 4, 2021 by Bansari

ગૂગલે (Google) અફઘાન સરકાર (Afghan government)ના ઇમેલ એકાઉન્ટ્સ (Email accounts)ને અસ્થાયી રૂપે બંધ કરી દીધા છે. આ મામલે પરિચિત એક વ્યક્તિએ તેની જાણકારી આપી છે. જો કે આ ઇમેલ એકાઉન્ટ્સની સંખ્યા કેટલી છે તે વિશે જાણકારી આપવામાં આવી નથી. જણાવવામાં આવી રહ્યું છે કે ગૂગલ દ્વારા આવું એટલા માટે કરવામાં આવ્યું છે, કારણ કે અફઘાનિસ્તાનના પૂર્વ અધિકારીઓ અને તેમના સહિયોગીઓ દ્વારા મોટી સંખ્યામાં ડિજિટલ જાણકારી પાછળ છોડી દેવામાં આવી છે, જે તાલિબાનના હાથમાં જવાનો ડર છે.

તાલિબાન

આ કારણે Googleએ લીધો નિર્ણય

અફઘાનિસ્તાનમાં અમેરિકન સમર્થન વાળી સરકાર પડી જવા અને પછી તાલિબાનના કબજા બાદ એક મોટો ડર પેદા થઇ ગયો હતો. હકીકતમાં કેટલાંક રિપોર્ટ્સમાં તે વાતનો ડર વ્યક્ત કરવામાં આવ્યો કે તાલિબાન બાયોમેટ્રિક ડેટા અને અફઘાન પેયરોલ ડેટાબેસ દ્વારા તે લોકોની જાણકારી હાંસેલ કરી શકે છે, જેમણે સરકાર માટે કામ કર્યુ. તે બાદ તાલિબાની લડાકુ તેમને શોધીને મોતને ઘાટ પણ ઉતારી શકે છે. જણાવી દઇએ કે તાલિબાનના કબજા બાદથી દેશભરમાં તે વાતના રિપોર્ટ્સ સામે આવ્યા છે કે તાલિબાન તે લોકોને પકડીને મોતને ઘાટ ઉતારી રહ્યું છે, જેમણે સરકાર કે અમેરિકન દળો માટે કામ કર્યુ છે.

Google

Googleએ ઇમેલ એકાઉન્ટ્સને બંધ કરવા અંગે શું કહ્યું

ગુગલે આ અંગે કહ્યું કે તે ઇમેલ એકાઉન્ટ્સને સુરક્ષિત કરવા માટે અસ્થાયી કાર્યવાહી કરી રહ્યું છે. પરંતુ કંપનીએ ઇમેલ એકાઉન્ટ્સને સંપૂર્ણ રીતે બંધ કરવાની વાતને સ્વીકારી નથી. ગૂગલના એક પ્રવક્તાએ નિવદેનમાં કહ્યું, વિશેષજ્ઞોની સલાહથી અમે અફઘાનિસ્તાનની સ્થિતિને સતત આકલન કરી રહ્યાં છીએ. અમે ઇમેલ એકાઉન્ટ્સને સુરક્ષિત કરવા માટે અસ્થાયી કાર્યવાહી કરી રહ્યાં છીએ કારણ કે સતત યુદ્ધગ્રસ્ત દેશથી જાણકારી આવી રહી છે. પૂર્વ સરકારના એક કર્મચારીએ જણાવ્યું કે તાલિબાન પૂર્વ અધિકારીઓના ઇમેલ હાંસેલ કરવાના પ્રયાસ કરી રહ્યું છે.

સરકારી નિગમોએ પણ કર્યો છે ગૂગલનો ઉપયોગ

જાહેર રૂપે ઉપલબ્ધ મેલ એક્સચેંજર રેકોર્ડથી જાણવા મળે છે કે કેટલાંક બે ડઝન જેટલા અફઘાન સરકારી નિગમોએ ઓફિશિયલ ઇમેલ માટે ગૂગલના સર્વરનો ઉપયોગ કર્યો છે. તેમાં આર્થિક,ઉદ્યોગ, હાયર એજ્યુકેશન અને ખાણ મંત્રાલય સામેલ છે. અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ કાર્યાલયે પણ ગૂગલનો ઉપયોગ કર્યો છે. આ ઉપરાંત કેટલાંક સ્થાનિક સરકારી નિગમોએ પણ ગગૂલ સર્વરનો ઉપયોગ કર્યો છે. સરકારી ડેટાબેસ અને ઇમેલની જાણકારી પૂર્વ પ્રશાસનના કર્મચારી, પૂર્વ મંત્રીઓ, સરકારી કોન્ટ્રાક્ટરો, આદિવાસી સહયોગીઓ અને વિદેશી ભાગીદારો વિશે જાણકારી પ્રદાન કરી શકે છે.

Read Also

Related posts

Big Breaking / ગુજરાતમાં ઓમિક્રોનની એન્ટ્રી? સાઉથ આફ્રિકાથી જામનગર પરત ફરેલો શખ્સ કોરોના પોઝિટિવ

Zainul Ansari

શાબાશ ગુજરાત! રાજ્ય બન્યું દેશનું સૌથી મોટું મેન્યુફેક્ચરીંગ હબ, મહારાષ્ટ્રને પછાડીને નંબર વન નો તાજ મેળવ્યો

pratik shah

Jammu & Kashmir / યુએનએ કાશ્મીરીને મુક્ત કરવાની કરી માંગ, ભારતે લગાવી ફટકાર

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!