ભિખારી સર્ચ કરો તો આવે છે પાકિસ્તાનનાં PMનો ફોટો, તમે પણ જોઈ શકો

ગૂગલ પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઇડિઅટ દેખાયા પછી હવે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન ભિખારી દેખાય રહ્યાં છે. આ વાત બિલકુલ સાચી છે. શુક્રવારે જ્યારે લોકોએ ઉર્દુમાં ગૂગલ પર ભીખારી લખ્યું તો ઇમરાન ખાનનો ફોટો આવ્યો. ખાન નાણાંકીય મુશ્કેલીથી ઝઝૂમી રહેલા પાકિસ્તાનને આ પરિસ્થિતિમાંથી બહાર નિકળવા માટે દુનિયા પાસેથી કર્જ લેવા ભટકવું પડે છે.

એવામાં ગૂગલ પર પણ ભીખરી સર્ચ કરવાથી PMનો ફોટો આવે છે. આ મુદ્દા પર પાકિસ્તાન સરકારે કહ્યું છે કે ઇમારન વિરુદ્ધ આ એક યોજના છે. પાકિસ્તાન સરકારે આ બાબતની ફરિયાદ Googleને પણ કરી છે. સરકાર કહે છે કે આના પર ઝડપથી કાર્યવાહી કરવામાં આવે અને ફોટાઓ કાઢી નાખવામાં આવે.

આ પહેલા પાકિસ્તાનની સમાચાર ચેનલ પીટીવીએ એક મોટી ભૂલ કરી હતી. જ્યારે નવેમ્બરમાં પ્રધાનમંત્રી ઇમરાન ખાન ચાઈના ગયા અને ભાષણ આપતા હતા તો ચેનલે તે લાઈવ બતાવ્યું હતું. તે સમયે ચેનલએ ચીનની રાજધાની બેઇજિંગને “Begging” લખી નાખ્યું હતું. જેના પછી સરકારે તે પ્રોગ્રામ સાથે સંકળાયેલા ઘણા લોકોને કામ પરથી કાઢી મૂક્યા હતા. આ વાતની સોશિયલ મીડિયા પર પણ ખૂબ મજાક બની હતી.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter