GSTV

સ્માર્ટફોનમાં હાજર છે આ ફીચર, તમારા એક ઈશારાથી જણાવશે દુનિયાનો ચિતાર

Last Updated on December 26, 2018 by

ગૂગલે ચાલુ વર્ષે જૂનમાં ગૂગલ રૂટીન ફીચર જાહેર કર્યુ હતું, જેની મદદથી ગૂગલ આસિસ્ટન્ટ એક પછી એક અલગ-અલગ પ્રકારનું ટાસ્ક કરી શકે છે અને તે પણ ફક્ત એક વૉઇસ કમાન્ડ પર. આ ફીચરનો ઉપયોગ ભારતમાં મોટાભાગના લોકોએ ક્લૉક અપ પર એલાર્મ સેટિંગ માટે કર્યો છે. આ ફીચરની મદદથી તમે ફક્ત કેટલાંક કામને બોલીને ફોનમાં કરી શકો છો, પરંતુ તેમાં તમારા સમયની બચત પણ થાય છે.

મોટાભાગના લોકો આ ફીચરનો ઉપયોગ કરતા હશે, પરંતુ એવા કેટલાંક લોકો છે, જે ગૂગલ રૂટીન ફિચરના ઉપયોગ વિશે જાણતા નથી. તો આવો જાણીએ તમે આ ફીચરનો ઉપયોગ કેવીરીતે કરી શકો છો.

આ રીતે તમે ગૂગલ રૂટીનનો ઉપયોગ કરી શકો છો


  • પોતાના એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં એલાર્મ સેટ કરતી વખતે ગૂગલ આસિસ્ટન્ટ રૂટીન પર ક્લિક કરો. ત્યારબાદ એક પેજ ખુલશે, જેમાં એ બધા ટાસ્ક હશે, જે તમારા એલાર્મ બંધ કર્યા બાદ આસિસ્ટ કરી શકે છે.
  • તમે આ પેજ પર કોઈ પણ ટાસ્ક જેમકે- મીડિયા વૉલ્યૂમ એડજસ્ટ કરવુ, વેધરની જાણકારી, કમ્યૂટ વિશે, આજના કેલેન્ડર વિશે, આજના રિમાઈન્ડર્સ વિશે અને ફોન સાઇલન્ટને પણ પસંદ કરી શકો છો.
  • એક વખત ટાસ્ક પસંદ કર્યા બાદ તમે ગૂગલ આસિસ્ટન્ટ દ્વારા કરેલા ટાસ્કનો ઑર્ડર પણ બદલી શકો છો.
  • ત્યારબાદ તમે ‘And then play…’માંથી કોઈ પણ ટાસ્કને પસંદ કરી સકો છો. જેમાં તમને ન્યૂઝ, પોસ્ટકાર્ડ, ઑડિયોબુકનો વિકલ્પ મળી શકે છે.
  • આ સાથે જ તમે ન્યૂઝનો સોર્સ પણ પસંદ કરી શકો છો અને આસિસ્ટન્ટ તમારી ન્યૂઝ વાંચી શકે છે.
  • પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જમણી બાજુએ દેખાઇ રહેલા ટિક માર્ક પર ક્લિક કરો. ત્યારબાદ તમને એક પ્રોમ્પટ દેખાશે, જેમાં જણાવવામાં આવશે કે આસિસ્ટન્ટ લૉક સ્ક્રીન બાદ પણ તમને માહિતી આપી શકે છે. હવે તમારે અલાઉ પર ક્લિક કરવુ પડશે.

ત્યારબાદ તમને એલાર્મની નીચે ગૂગલ આસિસ્ટન્ટ રૂટીનનો એક ક્લર્ડ આઈકન દેખાશે. જેને હટાવવા માટે તમને ત્યાં દેખાઇ રહેલા માઇનસ બટન પર ક્લિક કરવુ પડશે.

READ ALSO

Related posts

મની લોન્ડરિંગ/ દેશમાં પાનમસાલા ગ્રૂપ પર દરોડા : ૪૦૦ કરોડથી વધુની બેનામી સંપત્તિ પકડાઈ, આટલા કિલો તો સોનું મળ્યું

Harshad Patel

રહસ્ય/ ઈબોલા, રેબીજ, સાર્સ જેવા અનેક પ્રકારના વાયરસનું ઘર છતાં આ પ્રાણી પાસે છે સુપર ઈમ્યુનિટી, વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા

Damini Patel

રસીકરણ/ આખરે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોરોના વેક્સીન મુકાવી, આ રીતે થયો મોટો ખુલાસો

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!