GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

હૅકર્સે ડોનાલ્ડ ટ્રંપ અને બાઈડેનનાં અભિયાનોને હૅક કરવાનો કરાયો પ્રયાસ: ગૂગલ

ભારત

ગૂગલે કહ્યું છે અમુક હેકર્સે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જો બાઇડેનના અભિયાનને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો. જો કે તેમના સફળ થવાના કોઇ પુરાવા મળ્યા નથી. કંપનીના થ્રેટ એનાલિસિસ ગ્રુપના ડીરેક્ટર શેન હંટલી દ્વારા ટ્વિટર પર આ અંગે જાણકારી આપ્યા બાદ કંપનીએ આ વાતની પુષ્ટી કરી છે. હંટલીએ કહ્યું કે ચીનના જૂથ હરકેન પૈંડાએ ટ્રમ્પના અભિયાનના સભ્યો અને ઇરાનના સમૂહ ચાર્મિગ કિટને બાઇડનના અભિયાનના કાર્યકરોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો.

corona

આ પ્રકારના હેકિંગ પ્રયાસોમાં સામાન્ય રીતે નકલી ઇમેલ સામેલ હોય છે. જેમાં મેલવેર દ્વારા પાસવર્ડ ચોરી કરવાનો અથવા સિસ્ટમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થાય છે. કંપનીના નિવેદન પ્રમાણે બંને અભિયાન સાથે જોડાયેલા લોકોના ખાનગી ઇ-મેલ એકાઉન્ટ પર કબ્જો જમાવવાનો પ્રયાસ થયો હતો. ગૂગલના પ્રવક્તાએ કહ્યું કે આ  તાજેતરમાં જ કરવામાં આવ્યું છે. અને બંને અભિયાનો સાથે સંકળાયેલા કેટલાક લોકોને નિશાન બનાવવામાં આવ્યા છે.

READ ALSO

Related posts

એક મધપુડાના કારણે 12 જેટલા દુકાનદારો થયા પરસેવે રેબઝેબ, યુ.જી.વી.સી.એલના અધિકારીઓએ હાથ અધર કરી દીધા

Nilesh Jethva

12 વર્ષના ટેણીયાની ચાલાકી જોઈ પોલીસ પણ ગોથા ખાઈ ગઈ, 10 સેકન્ડમાં ઉપાડી લીધા 10 લાખ

Pravin Makwana

તડકામાં આંખો ઝીણી કરીને મોબાઇલમાં નેટવર્ક શોધતા બાળકોને ભણવું તો છે પણ મોબાઇલમાં નેટવર્ક જ નથી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!