GSTV

ભારતીય સોશિયલ મીડિયા એપને ખરીદવા માટે ગૂગલે કરી 1.03 અબજ ડોલરની ઓફર, 16 કરોડ છે એક્ટિવ યૂઝર્સ

google

ભારતીય સોશિયલ મીડિયા એપ્લિકેશન શેરચેટ ખરીદવા માટે ગૂગલે તૈયારી દાખવી છે. ગૂગલ આ એપ માટે 1.03 અબજ ડૉલર ચૂકવવા તૈયાર થયું છે. અલબત્ત, હજુ ખરીદ-વેચાણની વાટાઘાટો ચાલે છે. પરંતુ આગામી દિવસોમાં ડિલ ફાઈનલ થાય એવી શક્યતા છે. જાન્યુઆરી 2015માં લૉન્ચ થયેલા શેરચેટના 16 કરોડ જેટલા મન્થલી એક્ટિવ યુઝર્સ છે.

મોહલ્લા ટેક પ્રાઈવેટ લિમિટેડ કંપનીએ આ એપ તૈયાર કરી

ભારતની મોહલ્લા ટેક પ્રાઈવેટ લિમિટેડ કંપનીએ આ એપ તૈયાર કરી છે. એ કંપની અંકુશ સચદેવા, ભાનુ પ્રતાપ સિંહ અને ફરીદ અહેસાને મળીને સ્થાપી હતી. શેરચેટ વીડિયો, જોક્સ, ગીત અને અન્ય સામગ્રી શેર કરવાની સુવિધા આપે છે. ગૂગલ ભારતીય ભાષાઓમાં વિસ્તરણ કરવા માંગે છે, માટે આવી સ્વદેશી અને સફળ એપ્લિકેશનમાં રોકાણ કરે એમાં કોઈ નવાઈ નથી.

આ કારણે લોકપ્રિય છે શેરચેટ

ગૂગલે

ગૂગલ અને શેરચેટના અધિકારીઓ વચ્ચે પ્રાથમિક કરારો પણ થઈ ચૂક્યા છે. શેરચેટ ગુજરાતી સહિત 15 ભાષામાં ઉપલબ્ધ છે. એટલે અંગ્રેજી ન જાણતા વર્ગમાં એ લોકપ્રિય પણ છે. બેંગાલુરૂ સ્થિત હેડક્વાર્ટરથી શેરચેટનું સંચાલન થાય છે અને તેમાં લગભગ 400 કર્મચારીઓ છે. આ એપ્લિકેશન પ્લેસ્ટોર અને એપ સ્ટોર બન્નેમાં ઉપલબ્ધ છે. ટિકટોક પર પ્રતિબંધ પછી શેરચેટ દ્વારા શેરચેટ મોજ નામે પણ વીડિયો એપ લૉન્ચ કરાઈ હતી.

Read Also

Related posts

સુરત/ 120 બેઠક માટે અત્યાર સુધી 2700 થી વધુ ફોર્મ વહેંચાયા

pratik shah

જાણો શું છે આધાર ચેટબોટ અને આધાર હેન્ડબુક, જે આપે છે તમારા સવાલના જવાબ

Mansi Patel

ખેડૂતોના સમર્થનમાં ઉતર્યા અન્ના હજારે, 30 માર્ચથી શરુ કરશે આમરણ અનશન

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!