GSTV
Home » News » Google દૂર કરી નકલી એપ, ડિટેલ માગી ઊડાવતી હતી પૈસા

Google દૂર કરી નકલી એપ, ડિટેલ માગી ઊડાવતી હતી પૈસા

Googleની કંપનીની પોલિસીનું ઉલ્લંઘન કરનારા Update for Samsung નામની કામચલાઉ એપને પ્લે સ્ટોરમાંથી દૂર કરી છે. આ એપ દાવો કરે છે કે તે એપની મદદથી લેટેસ્ટ સોફ્ટવેર વર્ઝનનું અપડેટ મળશે. એટલું જ નહીં આ એપ એવા એક પેજ પર લઈ જાય છે, જેની અપડેટ ડાઉનલોડ કરવા માટે પૈસા લેવામાં આવે છે.

જાણકારી મળી છે કે અત્યાર સુધી આ એપ 1 કરોડ યુઝર્સે ડાઉનલોડ કરી છે. અહીં તેમની પાસેથી ક્રેડિટ કાર્ડની ડિટેલ માગવામાં આવશે. રિપોર્ટ મુજબ ગૂગલે તેના નિવેદનમાં કહ્યું કે એક સેફ અને સિક્યોર એક્સપીરિયન્સ આપવો અમારી જવાબદારી છે અને અમારા ગૂગલ પ્લે ડેવલપરની પોલિસી એવી એપ સામે છે કે જે કોઈ પણ નેટવર્ક, ડિવાઈસ અથવા પર્સનલ ડેટાનો ખોટો ઉપયોગ કરે છે.

કંપનીના નિયમોનું ઉલ્લંઘન થવા પર કાર્યવાહી થશે. આ એપ એડ બતાવાની સાથે યુઝર્સને 34.99(2,350 રૂપિયા)ડોલરમાં સેમસંગનો ફર્મવેયર ડાઉનલોડ કરવાનું ઓપ્શન પણ આપી રહી છે. તેના પછી પેમેન્ટ માટે ગૂગલ પ્લે સબસ્ક્રિપ્શનથી બિલિંગની જગ્યાએ ક્રેડિટ કાર્ડ ડિટેલની માગણી કરી શકે છે.

એટલું જ નથી, એવું કહેવામાં આવે છે કે આ એપ યુઝર્સને 19.99 ડોલર(1,300 રૂપિયા)માં કોઈપણ સિમને અનલોક કરવાની સવલત આપી રહ્યું છે. એપના યુઝર્સને એપમાં આપવામાં આવેલા ડાઉનલોડ ફર્મવેયર સેક્શનમાં જઈ પોતાના માટે ફર્મવેયર પસંદ કરવાનો પણ ઓપ્શન મળશે. આ એપની મેન સ્ક્રીન પર આવનારું મુખ્ય કોન્ટેન્ટ updato.com નામની બ્લોગિંગ સાઈટને રેંડર કરીને આવે છે, જેમાં ન્યૂઝની સાથે જ એન્ડ્રોયડ સંબંધી જાણકારી હોય છે.

Read Also

Related posts

રાજકોટમાં મામા-ભાણેજ પર વીજળી પડવાથી મામાનું મોત

Kaushik Bavishi

છોટા ઉદેપુરમાં ધોધમાર વરસાદ, મેણ નદી બે કાંઠે વહેતી

Kaushik Bavishi

વિશ્વનાં આ દેશની સર્વોચ્ચ બેન્કનાં ગવર્નર બનશે રઘુરામ? જાણો શું કહ્યું પૂર્વ RBI ગવર્નર રાજને

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!