GSTV

ગૂગલે પ્લે-સ્ટોરમાંથી ડિલીટ કરાઈ આ 85 એપ્સ, તમારા મોબાઈલમાં તો નથી ને!

ગલે એક વાર ફરીથી મોટી કાર્યવાહી કરતા 85 એન્ડ્રોઈડ એપ્સના પ્લે-સ્ટોર માંથી ડિલીટ કરી દીધો છે. ગૂગલ પ્લે-સ્ટોર પર હાજર આ એપ્સાં એડવેયર હતુ. જેની જાણકારી ગૂગલને સિક્યોરિટી રિસર્ચર્સ ટ્રેન્ડ માઈક્રોને આપી હતી.ટ્રેન્ડ માઇક્રો અનુસાર, આ 85 એપ્લિકેશનોમાં AndroidOS_Hidenad.HRXH. હતી. આ એપ્લિકેશન્સ Android વપરાશકર્તાઓને નકામી જાહેરાતો બતાવી રહી હતી. વિશેષ વાત એ હતી કે આ એપ્લિકેશનો બતાવેલી જાહેરાતોને બંધ કરવું ખૂબ મુશ્કેલ હતું. તપાસમાં બહાર આવ્યું છે કે તેમના દ્વારા બતાવવામાં આવેલી જાહેરાતો ચોક્કસ સમય પછી સ્ક્રીન પરથી દૂર કરવામાં આવી હતી.

ટ્રેન્ડ માઈક્રોની રિપોર્ટ મુજબ આવા એપ્સમાં આ વધારે એપ્સ ફોટોગ્રાફી અને ગેમિંગ વાળા હતા. જેમાં 80 લાખથી વધારે વખત ડાઉનલોડ કરવામાં આવ્યા હતા. ગૂગલે પ્લે-સ્ટોરે જે એપ્લિકેશને ડિલીટ કરવામાં આવ્યા છે. જેમાં સુપર સેલ્ફી, Cos કેમેરા, પોપ કેરા અને One Stroke Line Puzzle જેવી લોકપ્રિય એપ્સ સામેલ હતી.

જો કે, આ પહેલીવાર નથી જ્યારે ગૂગલે પ્લે-સ્ટોર પરથી આવી એપ્સને ડિલીટ કરી છે. આ વર્ષ જુલાઇની શરૂઆતમાં, ગૂગલે apps નિકાળી નાંખી હતી, જેને વપરાશકર્તાઓ પર જાસૂસી કરવાની શંકા હતી. આ એપ્લિકેશનો 130,000 વખત ડાઉનલોડ કરવામાં આવી હતી. જો તમારા ફોનમાં પણ આ એપ્લિકેશનો છે, તો તરત જ તેને કાઢી નાખો.

જુલાઈમાં, ગૂગલે આ 7 એપ્સ ડિલીટ કરી હતી

Track Employees Check Work Phone Online Spy Free,
Spy Kids Tracker,
Phone Cell Tracker,
Mobile Tracking,
SMS Tracker,
Employee Work Spy,
Spy tracker

READ ALSO

Related posts

કોરોના સામે જંગ લડવા સાઉથની આ સુપરસ્ટારે આપ્યું લાખોનું દાન

Nilesh Jethva

ભારતમાં કોરોનાને હરાવ્યો, બ્રિટિશ નાગરિકે કહ્યું- UK માં ન થાત આવી સારવાર

Nilesh Jethva

કોરોનાની મહામારી દરમિયાન જ 4 લાખથી વધારે લોકો ચીનથી પહોંચી ગયા હતા અમેરિકા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!