GSTV

ગૂગલે Delete કરી દીધી આ 600 એપ્લિકેશનો, ચેક કરી લો કદાચ તમારા મોબાઈલમાં તો નથી ને!

corona

વિશ્વના સૌથી મોટા સર્ચ એન્જિન ગૂગલે તેના ગૂગલ પ્લે સ્ટોરમાંથી લગભગ 600 વિવાદાસ્પદ Android એપ્લિકેશનને દૂર કરી છે. કંપનીએ એપ્લિકેશનના ડેવલોપર્સને પણ હટાવ્યા હતા, જેમણે ક્લિક્સ કરીને યુઝર્સને જાહેરાત માટે લલચાવ્યા હતા. કંપનીના જણાવ્યા મુજબ, અમારી જાહેરાત ટીમને એક ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે અને તે છે એપ્લિકેશનની બહાર દેખાતી હાનિકારક જાહેરાતો શોધવા માટે નવી રીતો શોધવાની છે.

ગુગલે આપ્યુ નિવેદન

કંપની દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં, આ પ્રકારનું વર્તન ગુગલની નીતિઓ વિરુદ્ધ છે. તેથી, ગૂગલે આ એપ્લિકેશનોને એડમૉબ (Adamob)અને પ્લેસ્ટારમાંથી દૂર કરી દીધી છે. સમાચાર એજન્સી મુજબ, ગૂગલે વધુમાં કહ્યું કે અમારી તપાસ ચાલી રહી છે અને ઉલ્લંઘન અંગેની જાણ થતાં જ અમે કાર્યવાહી કરીશું.થોડા દિવસો પહેલા જ ગૂગલે ફરી એકવાર પ્લે સ્ટોર પરથી જાણીતી મેસેજિંગ એપ્લિકેશન ટૂટોકને દૂર કરી હતી. એવો દાવો કરવામાં આવ્યો હતો કે તેનો ઉપયોગ સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) સરકાર દ્વારા વ્યાપક સર્વેલન્સ માટે કરવામાં આવી રહ્યો છે.

અગાઉ પણ કરાઈ છે રિમૂવ

આ અગાઉ ડિસેમ્બરમાં એપલના એપ સ્ટોર અને ગુગલના પ્લે સ્ટોર પરથી એપ્લિકેશનને દૂર કરવામાં આવી હતી. એવું અહેવાલ આપવામાં આવ્યું છે કે આ એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરેલા લોકોનો ડેટા સુરક્ષિત નથી, કારણ કે યુએઈ દ્વારા ટુટોકનો ઉપયોગ દરેક પ્રકારની પ્રવૃત્તિ પર નજર રાખવા માટે કરવામાં આવી રહ્યો છે.તેમાં લોકોની અંદરની વાતચીતથી લઈને દરકે ગતિવિધિ જેવીકે, આંતરિત સંબંધો, લોકો ક્યાં જઈ રહ્યા છે અને શું કરી રહ્યા છે.  તેના સિવાય લોકો દ્વારા મોકલાવવામાં આવતા ફોટા અને અન્ય સામગ્રી ઉપર પણ નજર રાખવામાં આવી રહી છે.

READ ALSO

Related posts

લોકડાઉનમાં પોલીસ સાથે રમત રમવી યુવકને પડી ભારે, પોલીસના લોગો વાળું ટી શર્ટ પણ આવ્યું કામ

Nilesh Jethva

ભરૂચ નગરપાલિકાના કર્મચારીઓએ લોકડાઉનના ઉડાડ્યા લીરેલીરા, પોલીસે કરી કાર્યવાહી

Nilesh Jethva

Lockdown તોડીને બહાર નિકળ્યા તો કોઈ નાની મોટી સજા નહીં થશે આટલા વર્ષોની જેલ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!