GSTV

એલર્ટ! ફોનના મેસેજ અને કોન્ટેક્ટ ચોરે છે આ 17 ખતરનાક Apps, ગૂગલે કરી દીધી છે બૅન, તમે પણ કરી નાંખો ડિલીટ

apps

ગૂગલ (Google) સતત પોતાના પ્લે સ્ટોર (Google Play Store)થી મેલિશિયસ Appsને હટાવતુ રહે છે અને હવે દિગ્ગજ ટેક કંપનીએ વધુ 17 ખતરનાક Apps ડિલિટ કરી દીધી છે. જણાવવામાં આવ્યું છે કે આ 17 Appsને ડિલીટ કરી દીધી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ 17 Apps જોકર મેલવેરથી પ્રભાવિત છે. આ લેટેસ્ટ જોકર મેલવેરને Zscaler ThrearLabZ રિસર્ચરે સ્પોટ કર્યુ છે. ફર્મની રિસ્ચર ટીમે બ્લોગમાં જણાવ્યું કે તેમને 17 અલગ અલગ પ્રકારની Appsમાં આ પ્રકારનો મેલવેર જોવા મળ્યો છે. આ Appsને આશરે 1 લાખ 20 હજાર વાર ડાઉનલોડ કરવામાં આવી છે અને તેમાંથી મોટાભાગની સ્કેનર એપ્સ હતી. કેટલીક મેસેજિંગ Apps અને ફોટો એડિટર પણ સામેલ છે.

Apps

Zcaler’s Viral Gandhiએ પોસ્ટમાં જણાવ્યું છે કે આ સ્પાયવેરને SMS મેસેજ, કોન્ટેક્ટ લિસ્ટ અને ફોનની જાણકારીઓ ચોરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. આ મેલવેર યુઝરને છપાઇથી પ્રીમિયમ વાયરલેસ એપ્લિકેશન પ્રોટોકોલ WAP સર્વિસ માટે સાઇન-અપ કરાવી દે છે.

આ એપ્સ સામે આવ્યા બાદ ગૂગલની એન્ડ્રોઇડ સિક્યોરિટી ટીમે તેને ડિલીટ કરવા માટે તાત્કાલિક કાર્યવાહી કરી. ચાલો જોઇએ કે 17 મેલવેરથી પ્રભાવિત એપ્સ કઇ છે…

>>All Good PDF Scanner

>>Mint Leaf Message-Your Private Message

>>Unique Keyboard – Fancy Fonts & Free Emoticons

>>Tangram App Lock

>>Direct Messenger

>>Private SMS

>>One Sentence Translator – Multifunctional Translator

>>Style Photo Collage

>>Meticulous Scanner

>>Desire Translate

>>Talent Photo Editor – Blur focus

>>Care Message

>>Part Message

>>Paper Doc Scanner

>>Blue Scanner

>>Hummingbird PDF Converter – Photo to PDF

>>All Good PDF Scanner

apps

જો તમારા ફોનમાં પણ તેમાંથી કોઇ એપ હોય તો તેને તરત જ ડિલિટ કરી દો, કારણ કે આ એપ્સ તમારા ખાનગી ડેટા માટે ખતરો બની શકે છે.

જોકર મેલવેર એન્ડ્રોઇડ સિક્યોરિટી થીમ માટે સતત ખતરો બનેલો છે. ગુગલના પ્રયાસો છતાં મેલવેર નિયમિત સમયે પ્લે સ્ટોર પર અલગ-અલગ એપ પર પૉપ-અપ કરી રહ્યું છે. તેની પહેલા આ મહિનાની શરૂઆતમાં સાયબર સિક્યોરિટી ફર્મ Pradeoએ 6 પ્રભાવિત એપ્સને પ્લે સ્ટોર પરથી હટાવવામાં આવી હતી, જે લગભગ 200,000 વખત ડાઉનલોડ કરવામાં આવી.

Read Also

Related posts

સાકીબ અલ હસનનો પ્રતિબંધ પૂર્ણ થશે, બાંગ્લાદેશ તેને વેલકમ કરવા માટે આતુર છે

pratik shah

સુરત/ શાકભાજીની લારીઓ હટાવતા થયો હોબાળો, ફેરીયાઓ પર દંડાવાળી કરતા રસ્તા પર શરૂ કર્યા ધરણા

Pravin Makwana

બલ્લભગઢ લવ જેહાદ સામે કંગનાનો ગુસ્સો, બોલી-‘જેહાદીઓને ફાંસી આપો’

Bansari
Do NOT follow this link or you will be banned from the site!