GSTV

હવે યૂઝર્સ ફોનકોલ્સનું કારણ પણ જાણી શકશે, Google કરી રહી છે આ મોટી તૈયારી

Truecaller એપ ભારતમાં ખૂબ જ પ્રખ્યાત છે. Google પણ આ પ્રકારની એપ લોન્ચ કરવાની તૈયારીમાં છે. રિપોર્ટ પ્રમાણે Phone by Google એપને નવા અવતારમાં કંપની લોન્ચ કરવાની છે. Phone by Google એપમાં કંપની ઘણા ફેરફાર કરશે અને આ એપમાં કોલર આઈડી જેવા ફીચર્સ પણ આપવામાં આવશે. Truecallerનું સૌથી મોટુ અને મહત્વપૂર્ણ ફીચર કોલર આઈડી જ છે. જેના કારણે એ ખૂબ જ પ્રખ્યાત છે.

એપમાં કોલર આઈડીનું ફીચર

ખરેખર Youtube પર એક જાહેરાત જોવામાં આવી છે. જે બાદ એ સમાચાર આવી રહ્યા છે કે, ગૂગલ ટ્રૂ કોલર જેવી એપ લઈને આવી રહ્યું છે. 9to5google ની રિપોર્ટ પ્રમાણે એક સ્ક્રીનશોટ પણ શેર કરવામાં આવ્યો છે. જેનાથી આ ફીચરની પુષ્ટી થાય છે. આ સ્ક્રીનશોટ પ્રમાણે ગૂગલની આ એપમાં આ કોલર આઈડીનું ફીચર હશે. જેનાથી યૂઝર્સ એ જાણી શકશે કે, કોણ કોલ કરી રહ્યું છે. ટ્રૂ કોલરની જેમ જ આ કોલરનું નામ અને બીજી ડીટેલ્સ દર્શાવે છે.

કોલનું કારણ યૂઝર્સ જાણી શકશે

Phone by Google ને કંપની Google Call ના નામથી નવા અવતારમાં પેશ કરી શકે છે. કંપનીએ અત્યારે તેના વિશે કંઈપણ સત્તાવાર કહ્યું નથી. ગૂગલ પ્લે સ્ટોરમાં પણ અત્યારે Phone by Google એપમાં ફેરફાર કરવામાં આવ્યો નથી. ઉલ્લેખનીય છે કે, Truecaller એ હાલમાં જ એક નવુ ફીચર એડ કર્યું છે. આ ફીચર હેઠળ કોલનું કારણ જાણી શકશો. એટલે જે શખ્સ કોલ કરી રહ્યો છે તેમની પાસે કોલનું કારણ એડ કરવાનો ઓપ્શન હશે. આ રીતથી કોલનું કારણ યૂઝર્સ જાણી શકશે.

Google ની નવી કોલર આઈડીની આ એપ જલ્દી જ લોન્ચ કરવામાં આવી શકે છે. લોન્ચ થયા બાદ આ એપ સીધી રીતે Truecaller ને ટક્કર આપશે. કારણ કે, આ સ્પેસમાં ઓછી એપ પ્રખ્યાત છે.

READ ALSO

Related posts

જાણો શું છે આધાર ચેટબોટ અને આધાર હેન્ડબુક, જે આપે છે તમારા સવાલના જવાબ

Mansi Patel

ખેડૂતોના સમર્થનમાં ઉતર્યા અન્ના હજારે, 30 માર્ચથી શરુ કરશે આમરણ અનશન

Mansi Patel

કાર્યક્રમમાં પહોંચેલા ભાજપના મંત્રી સ્થાનિકોની નારાજગીનો બન્યા ભોગ, પાણીની સમસ્યાથી ત્રસ્ત મહિલાઓએ લીધો ઉધડો!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!