GSTV

GOOGLEએ યુઝર્સની સુરક્ષા માટે પ્લે સ્ટોર પરથી હટાવી પર્સનલ લોન આપતી એપ્સ, મળી રહી હતી ફરિયાદ

ટેક કંપની GOOGLEએ ઘણી કાર્યવાહી કરતા પોતાના પ્લેસ્ટોર પરથી ઘણી પર્સનલ લોન એપ્સ હટાવી દીધી છે. આ એપ્સ દ્વારા ભારતમાં લોન આપવાના નામે છેતરપિંડી કરવામાં આવતી હતી. GOOGLE એ ગુરુવારે કહ્યું કે, તેમણે ભારતમાં સેકડો પર્સનલ લોન એપ્સનો રિવ્યુ કર્યો અને જે એપ્સ યુઝર્સની સેફ્ટી પોલિસીનું ઉલ્લંઘન કરતા મળ્યા તેમને તત્કાલ પ્લે સ્ટોર પરથી હટાવવામાં આવી. GOOGLEએ કહ્યું કે, આ એપ્સને લઈને તેઓને યુઝર્સ અને ભારતીય સરકારી એજન્સિઓ પાસેથી ફરિયાદ મળતી હતી. GOOGLE એપ્સ ડેવલોપર્સને ચેતવણી આપતા કહ્યું કે, તે એપ્સ સંબંધિત કાયદો અને રેગ્યુલેશનનું પાલન કરે અને બીજી એપ્સની પણ તપાસમાં નકલી મળે તો તેને હટાવી દેવામાં આવે.

નામ નહીં કર્યું જાહેર

GOOGLE એ એક બ્લોગસ્પોટમાં કહ્યું કે, તેના પ્રોડક્ટ્સ જ તેની સૌથી મોટી ખાસીયત છે. GOOGLEએ કહ્યું કે, કંપની યુઝર્સની સુરક્ષાને લઈને કોઈ પણ પ્રકારની ઢીલ રાખતું નથા. યુઝર્સની સેફ્ટી જ તેમની સૌથી મોટી પ્રાથમિકતા છે. GOOGLEએ કહ્યું કે, તે હંમેશા યુઝર્સની સુરક્ષાને વધારવા અને વધુ સારું કરવા માટે કામ કરે છે. હાલ જે એપ્સને GOOGLE પ્લે સ્ટોર પરથી હટાવવામાં આવી તેના નામનો ખુલાસો કર્યો નથી.

કંપની જાહેર રાખશે રિવ્યુ

GOOGLEએ બ્લોગપોસ્ટમાં કહ્યું કે, કંપની એપ્સના રિવ્યૂ કાર્યરત રાખશે. અને જે એપ્સ યુઝર્સની સેફ્ટી પોલિસીનું ઉલ્લંઘન કરતી મળશે તેને પ્લે સ્ટોર પરથી હટાવવામાં આવશે. GOOGLE એ કહ્યું કે, તે એ એજન્સિઓની મદદ કરવાનું ચાલુ રાખશે જે ખોટી પર્સનલ લોન એપ્સની તપાસનું કામ કરે છે.

રિઝર્વ બેંકની છે ખોટી એપ પર નજર

જણાવી દઈએ કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બુધવારે એક વર્કિંગ વુમન ગૃપના ગઠનની ઘોષણા કરી છે. જે ઓનલાઈન લોન આપનાર એપ્સ માટે રેગ્યુલેટરી ઉપાય અપનાવાનો સાજાવ આપે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના અધિકારીઓનું કહેવું છે કે, તેમની નજર લોન આપનાર ખોટી એપ્સ પર છે. અને તેમની તપાસ કરી તે એપ્સને પ્રતિબંધિત કરાશે. ગત મહિને રિઝર્વ બેંકે લોકો સાથે અનઓથરાઈઝ્ડ ડિઝીટલ પ્લેટફોર્મ્સ એપ્સ દ્વારા લોન આપનારના શકંજામાં ન આવવા સાવધાન કર્યા છે અને એલર્ટ જાહેર કર્યું છે.

READ ALSO

Related posts

ફ્લિપકાર્ટ તેના ગ્રુપમાં 25,000 ઇલેક્ટ્રિક વાહનોનો સમાવેશ કરશે, આ ત્રણ કંપનીઓ સાથે કરશે ભાગીદારી

Mansi Patel

કામની વાત/ હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેમ નહીં કરવા પર થશે અનેક ફાયદા, મળશે આટલુ ટકાનું ડિસ્કાઉન્ટ

Bansari

બગોદરા-વટામણ હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણના મોત પાંચ ઘાયલ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!