GSTV
Gujarat Government Advertisement

એમેઝોન ગૂગલ Pixelના આ સ્માર્ટફોન પર આપી રહ્યું છે 36,000 રૂ. ડિસ્કાઉન્ટ!

Last Updated on January 2, 2018 by

ગૂગલ Pixel XL સ્માર્ટફોન પર રૂપિયા 36,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. જો તમે ગૂગલ Pixel XL સ્માર્ટફોન લેવાનું વિચારી રહ્યા છો તો તમે આ ભારે ડિસ્કાઉન્ટનો ફાયદો મેળવી શકો છો. વર્ષ 2016માં 70,000 રૂપિયામાં રજૂ કરવામાં આવેલો ગૂગલનો Pixel XL સ્માર્ટફોન પર 36,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

એમેઝોન ગૂગલના Pixel XL સ્માર્ટફોન પર ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. એમેઝોન પર ડિસ્કાઉન્ટ બાદ ગૂગલ Pixel XL તમે 39,990 રૂપિયામાં ખરીદી શકો છો. જોકે આ પહેલા પણ ગૂગલના Pixel 2 સ્માર્ટફોન પર પણ શાનદાર ઓફર આપવામાં આવી હતી. આ સાથે Pixel2માં લેટેસ્ટ હાર્ડવેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ગૂગલ Pixel XLના સ્પેશિફિકેશન-ફિચર્સ

ગૂગલ Pixel XLમાં 5.5 ઇંચની ડિસપ્લે આપવામાં આવી છે. ગૂગલ Pixel XL સ્માર્ટફોન ક્વાલકોમ સ્નેપડ્રેગન 821 64-બિટ ક્વાડકોર ચિપસેચ સાથે રજૂ કરવામાં આવ્યો હતો. સ્માર્ટફોનમાં એડ્રિનો 530 GPU ઉપલબ્ધ છે. ગૂગલ Pixel XLમાં 4 GB રેમ આપવામાં આવી છે.

ફોટોગ્રાફી માટે ગૂગલ Pixel XL સ્માર્ટફોનમાં 12.3 મેગાપિક્સેલનો રિયર કેમેરા આપવામાં આવ્યો છે. જેમાં HDR+ અને સ્માર્ટબસ્ટ જેવા કેમેરા ફિચર્સ ઉપલબ્ધ છે. ત્યારે વીડિયો કોલિંગ અને સેલ્ફી માટે તેમાં 4K રેઝેલ્યૂશન અને વીડિયો સ્ટેબ્લાઇજેશન ઉપલબ્ધ છે. જ્યારે 8 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો આપવામાં આવ્યો છે.

આ સાથે ગૂગલ Pixel XL સ્માર્ટફોનમાં પાવર બેકઅપ માટે 3450 એમએએચની બેટરી આપવામાં આવી છે. કનેક્ટિવિટી ઓપ્શન માટે ગૂગલ Pixel XLમાં 3.5 એમએમનો ઓડિયો જેક, બ્લૂટ્રુથ, વાઇફાઇ અને યૂએસબી ટાઇપ સી પોર્ટ આપવામાં આવ્યો છે. ત્યારે સિક્યોરિટી માટે ફિંગરપ્રિંટ સ્કેનર પણ આપવામાં આવ્યું છે.

Gujarat Government Advertisement

Related posts

ઝટકો / સિંધિયાની હોમટાઉનમાં જ આબરૂની ધૂળધાણી, ‘બેશર્મ’ ફૂલોની માળા પહેરાવી ભાજપ સરકારનું નાક વાઢી લેવાયું

Dhruv Brahmbhatt

G-7 બેઠક/ ચીનને રેલો આવ્યો : ધમકી આપી કે હવે તમારો સમય પૂરો, ફફડી ગયું

Vishvesh Dave

કોકડું ગૂંચવાયું / કોંગ્રેસ માટે પંજાબમાં દળી દળીને ઢાંકણીમાં, કેપ્ટન અને સિદ્ધુની લડાઈમાં કોંગ્રેસ રાજ્ય ખોશે

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!