GSTV

Google 30 સપ્ટેમ્બરે લઈને આવી રહ્યુ છે વધુ એક ધાંસૂ ફોન, આ છે ખૂબીઓ

Google આ વખતે મોટા ધમાકાની સાથે ઈલેક્ટ્રોનિક બજારમાં એન્ટ્રી કરશે. તે એકસાથે બહુ પ્રતિક્ષિત સ્માર્ટફોન પિક્સલ 5 (Pixel5), એક ક્રોમકાસ્ટ (Chromecast) અને એક સ્માર્ટ સ્પીકર (Smart Speaker)ને 30 સપ્ટેમ્બરે થનારા વાર્ષિક હાર્ડવેર ઈવેન્ટ દરમ્યાન લોન્ચ કરશે. Pixel 5નું એલાન Pixel4Aના સત્તાવાર લોન્ચનાં સમયે કરવામાં આવી હતી.જિગ્મોચાઈનાના રિપોર્ટ અનુસાર, લોન્ચ નાઇટ ઇન નામની આ વર્ચુઅલ લેન્ચ ઇવેન્ટ લાઇવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે. પિક્સેલ 5 પ્રથમ યુ.એસ., કેનેડા, યુકે, આયર્લેન્ડ, ફ્રાંસ, જર્મની, જાપાન, તાઇવાન અને ઓસ્ટ્રેલિયામાં વેચવામાં આવશે.

પંચહોલે સેલ્ફી કેમેરાથી સજ્જ ગૂગલ પિક્સેલ 5ની કિંમત 800 ડોલરની નજીક હોઈ શકે છે. આ સિવાય ગૂગલ આ ઇવેન્ટ દરમિયાન બ્રાન્ડ ન્યૂ નેસ્ટ બ્રાન્ડેડ ગૂગલ હોમ સ્પીકર પણ લોન્ચ કરશે. ભારતીય ગ્રાહકો માટે એક સારા સમાચાર એ છે કે ગુગલ (Google) તેના નવા સ્માર્ટફોન ‘પિક્સેલ 4 એ’ (Google Pixel 4a)ઓક્ટોબરમાં  ભારતીય બજારમાં રજૂ કરશે.

ગૂગલના બ્લોગ મુજબ, આ વર્ષે Pixel 4aથી તેમને એક સરસ કેમેરા અને અન્ય ઘણી સુવિધાઓ મળશે, જે સમય જતાં તેમના ફોનમાં સુધારો કરશે. તે ભારતમાં ઓક્ટોબરમાં રજૂ કરવામાં આવશે. Google કહે છે કે Pixel 5 ને બ્લેક અને ગ્રીન જેવા કલરમાં ઓફર કરવામાં આવશે અને Pixel 4a 5g ફક્ત બ્લેક કલરમાં જ ઉપલબ્ધ કરવામાં આવશે.

READ ALSO

Related posts

ખતરો/ ભારત માટે કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે ચીનનો આ નવો વાયરસ, કેવી સાવધાની રાખવી પડશે

Pravin Makwana

IPL 2020: કલકત્તાએ નોંધાવી પ્રથમ જીત, સનરાઈઝ હૈદરાબાદની સતત બીજી હાર

Pravin Makwana

LIVE સંસદમાં સાંસદે પાર્ટનરના પ્રાઈવેટ પાર્ટને કરી લીધી કિસ, આપવું પડ્યુ મંત્રી પદેથી રાજીનામું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!