GSTV
Home » News » તમારા ખાસને જો ચુંબન કર્યું તો ફોન જાતે જ સેલ્ફી લેશે! જાણો…….

તમારા ખાસને જો ચુંબન કર્યું તો ફોન જાતે જ સેલ્ફી લેશે! જાણો…….

જ્યારે કોઈપણ સ્માર્ટફોન પોતાનો કેમેરામાટે જાણવામાં આવે છે. ત્યારે કંપનીએ પોતાના લેટેસ્ટ Pixel 3 સ્માર્ટફોન નાં કેમેરાને ધાસું બનાવવા માટે એક નવા અપડેટની જાહેરાત કરી છે. જે એક આર્ટીફિશીયલ ઈન્ટેલિજન્સ (AI) થી લેસ છે. જ્યારે આ અપડેટનું નામ ‘Photobooth Mode’ છે.

સૌ પ્રથમ તમારે ફોટોબૂથ મોડમાં પિક્સેલ 3નાં કેમેરાને લાવવું પડશે, જેથી Google પિક્સેલ્સનો કેમેરો આપમેળે તમારી અભિવ્યક્તિને ઓળખી લેશે અને ઓળખશે કે તમે હવે ફોટો માટે તૈયાર છો, અને તે જ સમયે તમારી ચિત્રને ક્લિક કરવામાં આવશે. એટલું જ નહીં, ગૂગલે તેના ફોટોબૂથ મોડમાં કિસ ડિટેક્શન ફીચર પણ ઉમેર્યું છે, જેના વિશે કંપની દાવો કરે છે કે તમે તમારા ખાસને ચુંબન કરશો તો કેમેરો આપમેળે ફોટો લેશે.

વાસ્તવમાં, આ નવો મોડ સેલ્ફી દરમિયાન ચુંબન કરતી વખતે તમને ઓળખશે. આ સ્થિતિમાં, AI કિસિંગ ડિટેક્શન ક્ષમતાની સાથે આવવાળા આ મોડમાં કેમેરા એપ્લિકેશન સબજેક્ટને કીસ કરતા શોધી લેશે અને જેવો મોમેન્ટ પરફેક્ટ હશે ત્યારે તમારો ફોટો પડી જશે.જ્યારે યુગલો માટે આ મોડ ખૂબ જ રસપ્રદ બનશે કારણ કે તેમના ફોટોઝ તેમના ક્લિક્સ વિના સરળતાથી ખેંચી શકાશે.

આ મોડને કિંસીગ દરમિયાન ધ્યાન કેન્દ્રિત કરવા માટે ખાસ કરીને ટ્યુન કરવામાં આવ્યું છે, એટલે કે હવે Google પિક્સલ 3 વપરાશકર્તાઓને તે કરતી વખતે કેમેરાને જોવાની જરૂર નથી. Pixel 3 સ્માર્ટફોન માટે Google કૅમેરા 6.2 અપડેટ 5 પ્રકારનાં ફેશયીલ અભિવ્યક્તિ સાથે આવે છે. જેમાં tongues out, Smile, Puffy Cheeks, Duck Face/Pouting અને surprised Look એડ કરવામાં આવ્યા છે. આ નવા ફિચર માટે ગુગલે AI અને મશીન લર્નિંગનો ઉપયોગ કર્યો છે જેથી તેઓ કૅમેરા ફ્રેમમાં લોકો દ્વારા તેમને ઓળખી શકે.

READ ALSO

Related posts

બર્થ ડે સ્પેશ્યિલ : નરેન્દ્ર મોદી વિશે એવી બાબતો ન કોઈ દિવસ જાણી હશે કે ન ક્યાંય વાંચી હશે

pratik shah

અમિત શાહે વિરોધીઓ પર કર્યો સૌથી મોટો પ્રહાર, ‘જે 30 વર્ષમાં ન કરી શક્યા તે અમે 5 વર્ષમાં કર્યું’

Mayur

PM મોદીના જન્મ દિવસ પર નમો એપને મળી અપડેટ, જાણો શું છે નવા ફીચર્સ

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!